‘પુષ્પા’ ફિલ્મની સફળતા : જાણો કેવી રીતે અલ્લુ અર્જુનની આ ફિલ્મનું હિન્દી વર્ઝન બન્યુ સફળ
ગોલ્ડમાઈન્સ ફિલ્મ્સે આ ફિલ્મના હિન્દી વર્ઝન રિલીઝ કરવા માટેના અધિકારો મેળવ્યા હતા,ત્યારે આજે અમે તમને જણાવીશુ કે કઈ રીતે આ ફિલ્મ બોક્સઓફિસ પર સફળ સાબિત થઈ.
Pushpa Movie : મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં (Entertainment Industry) કેટલાક સમયથી અલ્લુ અર્જુન ફિલ્મના હિન્દી વર્ઝન બોલબાલા જોવા મળી રહી છે. રેડ સેન્ડર્સ સ્મગલિંગ સર્કિટના વાતાવરણમાં સેટ થયેલી ફિલ્મે (રક્તચંદનના લાકડાઓની દાણચોરી આધારીત ફિલ્મ) કોઈ ખાસ પ્રમોશન વિના સારી કામગીરી કેવી રીતે કરી તે વિશે બધાએ વાત કરી. આ ફિલ્મની બોક્સ ઓફિસની (Box Office) સફળતા એકદમ આકર્ષક અને સરળ લાગે છે, પરંતુ તે પાછળ ઘણી મહેનત પણ છે.
ગોલ્ડમાઈન્સ ફિલ્મ્સે હિન્દી વર્ઝનના અધિકારો મેળવ્યા
ગોલ્ડમાઈન્સ ફિલ્મ્સના મનીષ શાહ (Manish Shah) જેણે આ ફિલ્મના હિન્દી વર્ઝન રિલીઝ કરવા માટેના અધિકારો મેળવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગોલ્ડમાઈન્સએ (Goldmines) ખૂબ જ લોકપ્રિય સેટેલાઇટ ટીવી, જે છેલ્લા બે વર્ષથી ખાસ કરીને હિન્દી અને ભોજપુરીમાં ડબ થયેલી સાઉથ ફિલ્મોનું પ્રદર્શન કરી રહી છે. 64.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ સાથે ગોલ્ડમાઇન્સ યુટ્યુબ ચેનલ પણ છે. તેમણે જણાવ્યુ હતુ કે, અમારી ચેનલો પર અલ્લુ અર્જુનની તમામ મૂવીઝને સામૂહિક રીતે 1.2 બિલિયન વ્યૂઝ મળ્યા છે. અમે આ ચેનલો પર પુષ્પાને ખાસ પ્રમોટ કરી હતી. અર્જુનની ફિલ્મોના દર્શકોની સંખ્યા એક અબજથી વધુ હતી.
પુષ્પાના હિન્દી વર્ઝને બોક્સઓફિસ પર મચાવી ધમાલ
પ્રથમ દિવસે ડબ વર્ઝન માટેની 1,500 સ્ક્રીનમાંથી લગભગ 3 કરોડની કમાણી થઈ હતી. બીજા અઠવાડિયામાં તે ઘટીને 1400 સ્ક્રીન્સ પર આવી, પરંતુ અઠવાડિયા 3 અને 4 પર જ્યારે મોટાભાગની ફિલ્મો સામાન્ય રીતે થિયેટરોની બહાર નીકળી રહી હતી, ત્યારે ગોલ્ડમાઇન્સે અનુક્રમે 1,700 અને 1,600 સ્ક્રીનમાં આ ફિલ્મ ચલાવી હતી. હવે ફિલ્મે હિન્દી ડબ વર્ઝનની 93 કરોડની કમાણી કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, ‘કાર્પેટ બોમ્બ’ રિલીઝને બદલે સતત રિલીઝ ફોર્મેટ જે મોટા બજેટની ફિલ્મોએ કરવાનું પસંદ કર્યું હતું. જો કે મનિષ શાહે બિગ-ટિકિટ પ્રમોશન અને રોડસાઇડ હોર્ડિંગ્સ પણ દૂર કર્યા,તેમણે જણાવ્યુ હતુ કે, “બધું હવે તમારા સ્માર્ટફોન અને લેપટોપ પર છે, રસ્તા પરના તે વિશાળ હોર્ડિંગ્સ કોણ જુએ છે ? જાહેરાતો કરવા પાછળનો જો તે હેતુ પૂરો ન થાય તો, તેના પર પૈસા ખર્ચવાનો કોઈ અર્થ નથી.”
આ રીતે ફિલ્મને પ્રતિસાદ મળ્યો
જો કે ગોલ્ડમાઈન્સના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મનો ખુબ પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. મનીષે જણાવ્યુ કે, ગોલ્ડમાઇન્સ પાસે તેની પોતાની સમર્પિત ફેન ક્લબ પણ છે અને તેમને પ્રથમ દિવસે થિયેટરોમાં મૂવી જોવા માટે કહેવામાં આવ્યું હતું. જે બાદ ફિલ્મને ઘણો પ્રતિસાદ મળ્યો હતો.
E4 એન્ટરટેઈનમેન્ટના નિર્માતા મુકેશ મહેતા, જેમણે પુષ્પાને કેરળમાં રિલીઝ કરવાના અધિકારો ખરીદ્યા હતા, તેઓનુ કહેવુ છે કે, અલ્લુ અર્જુનની લોકપ્રિયતાએ ઘણી મદદ કરી હતી, પરંતુ તેમાં શું ઉમેરાયું હતું કે ફિલ્મ મલયાલમ અને તેલુગુમાં પણ સફળ થઈ. ટીઝર્સ પણ તે જ દિવસે રિલીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે તમે અન્ય ભાષાના સંસ્કરણોને આ પ્રકારનું મહત્વ આપો છો, ત્યારે તેની સફળતા બોક્સ ઓફિસ પર પણ જોવા મળે છે.
આ પણ વાંચો : Republic Day 2022: 50ના દાયકાથી અત્યાર સુધી દેશભક્તિની ફિલ્મો બનાવવાનો છે સિલસિલો, શું તમે આ ફિલ્મ જોઈ છે?