AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bahubali 3: ફરી એકવાર રચાશે ઈતિહાસ, રાજામૌલીએ શરૂ કરી બાહુબલી ચેપ્ટર-3ની તૈયારી

'આરઆરઆર' પછી રાજામૌલી તેની આગામી ફિલ્મ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે પૂર્ણ કરશે જ્યારે પ્રભાસ 'રાધે શ્યામ' પછી આદિપુરુષ, સાલાર, આત્મા સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહેશે.

Bahubali 3: ફરી એકવાર રચાશે ઈતિહાસ, રાજામૌલીએ શરૂ કરી બાહુબલી ચેપ્ટર-3ની તૈયારી
PrabhasImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 11:57 PM
Share

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની (Prabhas) ફિલ્મો હવે તેના નામથી ચાલે છે. એક સમય એવો હતો જ્યારે કોઈ તેમને બરાબર ઓળખતું પણ નહોતું અને આજે સમય આવી ગયો છે કે તેઓ એક પેન ઈન્ડિયા સ્ટાર બની ગયા છે. આ દિવસોમાં તેઓ પોતાની આગામી ફિલ્મ ‘રાધે શ્યામ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેમને મુંબઈના જુહુમાં સમગ્ર કાસ્ટ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં તેમની કો-સ્ટાર પૂજા હેગડે છે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે. આ ફિલ્મ હવે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની રિલીઝ ડેટ ફાઈનલ થઈ ગઈ છે અને હવે આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

હવે પ્રભાસ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસ એસ રાજામૌલી (S.S. Rajamouli) ફરી એકવાર ‘બાહુબલી’ (Bahubali) પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. એટલે કે ‘બાહુબલી 3’ પણ લોકોને જોવા મળી શકશે. સુપરસ્ટાર પ્રભાસ આ દિવસોમાં તેમની ફિલ્મ ‘રાધે શ્યામ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ તેઓ ટૂંક સમયમાં રાજામૌલી સાથે પણ ફરી કામ કરવાના છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રભાસે એવો સંકેત પણ આપ્યો હતો કે તેઓ રાજામૌલી સાથે ફરી કામ કરવાના છે અને જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી મીડિયામાં એક ભારે ક્રેઝ છે. ‘બાહુબલી’ ફ્રેન્ચાઈઝીની અગાઉની બંને ફિલ્મો લોકોને ખૂબ પસંદ આવી છે.

પ્રભાસ ‘બાહુબલી 3’માં જોવા મળશે

ફિલ્મની સ્ટોરીથી લઈને તેની સિનેમેટોગ્રાફી અને ફિલ્મમાં પ્રભાસની ભૂમિકા ઉપરાંત બાકીના કલાકારોના પાત્રો પણ ખૂબ જ જોરદાર હતા. આજે પણ લોકો આ બંને ફિલ્મોને ભૂલી શકતા નથી. આ બંને ફિલ્મોએ વિશ્વભરમાં અબજો રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે લોકોને ફરીથી પ્રભાસની એ જ સ્ટાઈલ જોવા મળશે. આમ પણ તેમને સિલ્વર સ્ક્રીન પર કંઈક તેવા જ અંદાજમાં જોવા માટે દરેક લોકો તલપાપડ છે.

આ પહેલા પણ ઘણી વખત આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ અંગેના સમાચાર સામે આવ્યા છે પરંતુ તે ક્યારેય સાચા સાબિત થયા નથી. કદાચ તેનું કારણ એ હતું કે પ્રભાસ પણ તેમની અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયા અને રાજામૌલી પણ તેમની આગામી ફિલ્મ ‘RRR’ના નિર્માણમાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં ઘણું સત્ય છે.

ત્રીજા ભાગ પર ચાલી રહ્યુ છે કામ

રિપોર્ટ્સમાં એવી વાતો સામે આવી રહી છે કે ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ અને ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી ફિલ્મ ‘બાહુબલી’ના ત્રીજા ભાગ પર કામ કરી રહ્યા છે. એટલે કે આ ફિલ્મ માટે બંને ફરી એકવાર સાથે આવી શકે છે અને જો આવું થાય તો લોકોને ફરી એક વાર એ જ મજબૂત અભિનયની શૈલી જોવા મળી શકે છે. કોલમિસ્ટ મનોબાલા વિજયબાલને પણ પોતાના ટ્વિટમાં આ જાણકારી આપી છે.

તમને જણાવી દઈએ કે, જો આ શક્ય છે તો પણ તેમાં ઘણો સમય લાગશે કારણ કે બંને હાલ પોતપોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. ‘RRR’ પછી, રાજામૌલી તેની આગામી ફિલ્મ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે પૂર્ણ કરશે જ્યારે પ્રભાસ ‘રાધે શ્યામ’, આદિપુરુષ, સલાર, આત્મા અને અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહેશે.

આ પણ વાંચો : Bollywood News: આમિર ખાનના કહેવા પર રાજી થયા અમિતાભ બચ્ચન, આ કારણસર સાઈન કરી ‘ઝુંડ’

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">