Oscar : ઐતિહાસિક સોંગ નાટુ નાટુએ ઓસ્કાર એમ જ નથી જીત્યો, લાગી છે કેટલાય દિવસોની મહેનત, જુઓ શૂટનો બિહાઈન્ડ સીન
RRR ફિલ્મ નાટુ નાટુ ગીત માટે બેસ્ટ ઓરિજીનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ મેળવી સમગ્ર દેશનું નામ રોશન કરી દીધુ છે. ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ અને દિગ્દર્શકો માટે ઘણી ખુશીની વાત છે.
ભારતીય ફિલ્મ ‘RRR’ના ગીતમાં ગીતની સાથે ડાન્સ પણ ઘણું બધું કહી જાય છે, ‘RRR’ના નાટુ નાટુ ગીતના શૂટની સ્ટોરીમાં ઘણી મહેનત લાગી છે અને કહેવાય છે કે સખત મહેનત હંમેશા રંગ લાવે છે. આ ગીતમાં બતાવવામાં આવેલી સ્ટોરી લોકોને પ્રેરણા આપે છે. ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
RRR ફિલ્મ નાટુ નાટુ ગીત માટે બેસ્ટ ઓરિજીનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ મેળવી એ સમગ્ર દેશનું નામ રોશન કરી દીધુ છે, ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ અને દિગ્દર્શકો માટે ઘણી ખુશીની વાત છે. ત્યારે આ સોંગની વાત કરવામાં આવે તો આ ગીત પાછળ ઘણી મહેનત લાગી છે
સોંગ પાછળ ઘણી મહેનત લાગી
થોડા સમય પહેલા, ફિલ્મ ‘RRR’ ના ગીત નાટુ નાટુનું બિહાઈન્ડ ધ સીન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીઆર એનર્જેટિક મોડમાં ડાન્સ કરતા જોવા મળે છે. ગીતને વધુ સારું બનાવવા માટે સખત મહેનત અને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સોંગ માટે જે એનર્જીની જરુર પડે છે તેને લઈને પણ બન્ને અભિનેતાઓએ એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.
બિહાઈન્ડ સીન સ્ટોરી
પરફેક્ટ ડાન્સ વીડિયો બનાવવા માટે દરેક સ્ટેપને ઘણી વખત શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મે ગીતમાં ભારતીય સંસ્કૃતિને દર્શાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણે ગીત પર તેમના ડાન્સ મૂવ્સને પરફેક્ટ કરવા માટે દરેક પગલાની જોરશોરથી પ્રેક્ટિસ કરી છે. આ ગીતના બિહાઈન્ડ ધ સીન્સમાં જોઈ શકાય છે કે એક્ટર્સ જુનિયર એનટીઆર અને રામ ચરણ સિવાય ટીમે પણ ઘણી મહેનત કરી છે. ગીતના બીટ્સ પર દરેક સ્ટેપનું રિહર્સલ કરવામાં આવ્યું છે, જેથી ક્યાંય ભૂલો ન થાય.
આ પણ વાંચો: Board exams : વર્ષ 2022 ધોરણ 10નું “ગુજરાતીનું” પ્રશ્નપત્ર, જુઓ, વાંચો અને કરો આખરી તૈયારી
નાટુ નાટુ સોંગના વર્જન
તમને જણાવી દઈએ કે ‘નાટુ નાટુ’ ગીત રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવે સાથે ગાયું છે. આ ગીતનું લિરિકલ વર્ઝન 10 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થયું હતું. જો કે, સંપૂર્ણ વિડીયો સોંગ 11મી એપ્રિલ 2022ના રોજ રીલિઝ કરવામાં આવ્યું હતું. આ જ ગીતનું તમિલ સંસ્કરણ ‘નાટ્ટુ કોથુ’, કન્નડમાં ‘હલ્લી નટ્ટુ’, મલયાલમમાં ‘કરિન્થોલ’ અને હિન્દી સંસ્કરણમાં ‘નાચો નાચો’ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.