શું Kareenaએ પોતાના બીજા પુત્રનું નામ રાખ્યું છે? નાના Randhir Kapoorએ આપ્યો જવાબ

|

Feb 24, 2021 | 7:05 PM

લેજેન્ડરી એક્ટર રણધીર કપૂરે જણાવ્યું હતું કે સૈફ અલી ખાન અને કરીના કપૂરના પુત્રનું નામ હજી રાખવામાં આવ્યું નથી. રવિવારે કરીના કપૂર બીજી વખત માતા બની હતી.

શું Kareenaએ પોતાના બીજા પુત્રનું નામ રાખ્યું છે? નાના Randhir Kapoorએ આપ્યો જવાબ

Follow us on

લેજેન્ડરી એક્ટર રણધીર કપૂરે જણાવ્યું હતું કે સૈફ અલી ખાન અને કરીના કપૂરના પુત્રનું નામ હજી રાખવામાં આવ્યું નથી. રવિવારે કરીના કપૂર બીજી વખત માતા બની હતી. તેમણે બેબી બોયને જન્મ આપ્યો છે. કરીના માતા બન્યા બાદ કપૂર અને પટૌડી પરિવારો ખૂબ જ ખુશ છે. કરીનાને નવજાત પુત્ર સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે તેના ઘરે પહોંચી છે. કરીના માતા બન્યા બાદ સોશ્યલ મીડિયા પર બાળકના નામને લઈને લોકોનું સજેશન્સ આવવા લાગ્યા હતા. પરંતુ લાગે છે કે કરીના અને સૈફ આ વખતે પુત્રના નામ અંગે કોઈ ઉતાવળ કરવા માગતા નથી.

 

એક રિપોર્ટમાં રણધીર કપૂરે કહ્યું અમે હજી સુધી બાળકનું નામ નક્કી કર્યું નથી. જ્યારે તૈમૂરનો જન્મ થયો, ત્યારે સૈફ અને કરીનાને તેમના નામથી ટ્રોલ કરવામાં આવ્યા હતા. રવિવારે પણ જ્યારે કરીનાની ડિલીવરી કરવામાં આવી હતી, ત્યારે યુઝર્સ તેના નવજાત બાળકના નામ વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરી રહ્યા હતા. આ પહેલા નેહા ધૂપિયાના ચેટ શો What Women Wantમાં કરીના કપૂરે કહ્યું હતું કે તેમણે બીજા બાળકનું નામ હજી વિચાર્યું નથી. તેમણે કહ્યું, ‘તૈમૂરના નામના વિવાદ બાદ મેં અને સૈફે આ વિશે વિચાર્યું નથી. અમે નક્કી કર્યું છે કે જે પણ નિર્ણય લેવાનો છે તે ત્યારે લઈશુ અને લોકોને આશ્ચર્યચકિત કરી દઈશું.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

કરીનાની ડિલિવરી પછી રણધીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘કરીના અને બેબી બંને એકદમ સ્વસ્થ છે. હું હજી બેબીને મળ્યો નથી પણ મેં કરીના સાથે વાત કરી છે. તેમણે મને કહ્યું કે તે બરાબર છે. ઉપરાંત બાળક પણ સ્વસ્થ છે. ચોથીવાર નાના બનીને મને ખૂબ આનંદ થાય છે. હું આતુરતાથી નાના મહેમાનને મળવાની રાહ જોઈ રહ્યો છું. જલ્દી જ હું તેને મળીશ.’

 

આ પણ વાંચો: Salman Khan નથી ઇચ્છતા કેટરીના કૈફ જોન અબ્રાહમ સાથે કામ કરે, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Next Article