AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Independence Day: સ્વતંત્રતા દિવસ પર સાંભળો આ ગીતો, જેની એક એક પંક્તિમાં છે દેશભક્તિના સૂર

દેશ આજે 75 મો સ્વતંત્રતા દિવસ (75th Independence Day) ઉજવી રહ્યું છે. બોલીવૂડમાં અનેક દેશભક્તિ ફિલ્મો બની છે. ચાલો આ દિવસે સાંભળીએ કેટલાક દેશભક્તિ ગીતો.

Happy Independence Day: સ્વતંત્રતા દિવસ પર સાંભળો આ ગીતો, જેની એક એક પંક્તિમાં છે દેશભક્તિના સૂર
listen these popular and hit patriotic Bollywood songs
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 9:17 AM
Share

સ્વતંત્રતા વગર જીવન કેવું હશે તે વિચાર કરીને જ મન ડરી જાય છે. આજે આપણને જે આઝાદી મળી છે તેના માટે દેશના લડવૈયાઓએ લાંબો સંઘર્ષ કર્યો હતો અને આ માટે ઘણા લોકોએ પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. ભારતને ઘણા સંઘર્ષ બાદ 15 ઓગસ્ટે અંગ્રેજો પાસેથી આઝાદી મળી, તેથી જ આજે આપણે સ્વતંત્રતા દિવસ આટલા ગર્વથી ઉજવી રહ્યા છીએ. ભારત આજે 75 મો સ્વતંત્રતા દિવસ (75th Independence Day) ઉજવી રહ્યું છે.

ભારતમાં બોલીવૂડમાં (Bollywood) ખાસ કરીને દેશભક્તિ ફિલ્મોનું ઘણું વર્ચસ્વ રહ્યું છે. આ ફિલ્મોના દેશભક્તિ ગીતો સાંભળીને આ સ્વતંત્રતાની ઉજવણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં દેશભક્તિ પર ઘણી ફિલ્મો અને ગીતો બન્યા છે. આમાંના ઘણા ગીતો એવા છે કે તમે તેમને બાળપણથી જ સાંભળ્યા હશે અને આજે પણ આ ગીતોથી ઉત્પન્ન થતી ભાવના એ જ છે. તો ચાલો આ લોકપ્રિય દેશભક્તિ ગીતો સાંભળીએ.

એ વતન (રાઝી)

આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીનું એ વતન ગીત સાંભળીને હૃદય ખુબ જ લાગણીથી ભરાઈ જાય છે. આ સાંભળીને દરેકને દેશ માટે કંઇક કરવાનું મન થાય છે. આ ગીત સુનિધિ ચૌહાણે ગાયું છે.

તેરી મિટ્ટી (કેસરી)

અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું આ ગીત બી પ્રાકે ગાયું છે. આ ગીતમાં દેશ માટે લડતા સૈનિકો વિશે જણાવવામાં આવ્યું છે કે તેઓ કેવી રીતે પોતાનો પ્રેમ અને પરિવાર છોડીને દેશ માટે લડે છે.

એ વતન તેરે લીએ (કર્મા)

કર્મા ફિલ્મનું આ ગીત મોહમ્મદ અઝીઝ અને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું છે. આ ગીત સાંભળીને મનમાં એક અલગ જ ઉત્સાહ ઉભો થાય છે. આ ગીત સૌ કોઈ બાળપણથી સાંભળતું આવે છે.

કર ચલે હમ ફિદા

કર ચલે હમ ફિદા ગીતમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે સૈનિકો દેશને દુશ્મનોથી બચાવવા માટે સરહદ પર લડે છે.

મેરા રંગ દે બસંતી ચોલા

ફિલ્મ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહના રંગ દે બસંતી ચોલાના આ ગીતમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભગતસિંહ અને તેમના સાથીઓ દેશ માટે પોતાનું બલિદાન આપે છે. અને દેશ માટે બલિદાન આપવાની ખુશીથી ફાંસી પહેલા હસતા મોઢે ઉજવણી કરી રહ્યા છે.

આ પણ વાંચો: Independence Day: US રાષ્ટ્રપતિ જો બાઇડને 75 મા સ્વતંત્રતા દિવસ પર ભારતને અભિનંદન પાઠવ્યા, કહ્યું ‘ભાગીદારી પહેલા કરતા વધુ મજબૂત’

આ પણ વાંચો: Independence Day: PM મોદીએ સતત આઠમી વાર લાલ કિલ્લા પરથી ફરકાવ્યો ત્રિરંગો, દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">