AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Lata Mangeshkar :લતા મંગેશકરે ગુજરાતી ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે,અડધા ગુજરાતી છે લતા મંગેશકર

લતા મંગેશકરનો જન્મ ઈંદોર, મધ્ય પ્રદેશમાં થયો હતો. તેમના પિતા, પંડિત દિનાનાથ મંગેશકર કે જે ગોવાના ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ છે, એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા.

Happy Birthday Lata Mangeshkar  :લતા મંગેશકરે ગુજરાતી ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે,અડધા ગુજરાતી છે લતા મંગેશકર
Lata Mangeshkar
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 12:34 PM
Share

Happy Birthday Lata Mangeshkar :હરીશ ભીમાણીએ તેમના પુસ્તક ‘In Search of Lata Mangeshkar’માં લતા મંગેશકરના ગુજરાત સાથેના સબંધનો ઉલ્લેખ કર્યો છે. લતાજીના પિતા દીનાનાથ મંગેશકરે (Dinanath Mangeshkar)બે ગુજરાતી બહેનો સાથે લગ્ન કર્યા હતા અને લતા પોતાની નાની પાસેથી માતાજીના ગરબા (Garba) શીખ્યા હતા. લતા મંગેશકરે ઘણા બધા ગુજરાતી ફિલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે.

તેમની માતા શેવંતી (સુધામતી) દિનાનાથ ના બીજા પત્ની, જે થાલનેર, મહારાષ્ટ્રથી હતા. આ કુટુંબ હરદિકર અટક ધરાવતુ હતુ, ત્યારબાદ તેમના વતન ગોવામાં મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી. લતાજીનું બાળપણ નુ નામ “હેમા” નામ હતુ. તેમના માતા – પિતા પછી સ્ત્રી અક્ષર પછી તેમને લતા નામ આપ્યું.

ભારત રત્ન લતા મંગેશકર ( Lata Mangeshkar )(જન્મ સપ્ટેમ્બર ૨૮, ૧૯૨૯ ઇંદોર), ભારતની સૌથી ખ્યાતનામ ગાયીકા છે. તેમની કારકીર્દી છ દાયકા ચાલેલી છે. આમ તો તેમણે બીનફીલ્મી ગીતો પણ ગાયાં છે, પણ તેઓને તેમની ખ્યાતિ હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીત (Hindi film music)માં સૌથી મોટું ગણાય છે.

૧૯૪૩નાં વર્ષ દરમિયાન ગાયિકા તરીકેની કારકિર્દીની શરુઆત કરનાર આશાજીની વિશેષતા એ છે કે તેમણે શાસ્ત્રીય સંગીત, ગઝલ અને પૉપ સંગીત એ તમામ ક્ષેત્રોમાં પોતાની સિદ્ધી પુરવાર કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સહિત ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, રશિયન અને ચેકોસ્લોવિયન ભાષામાં પણ પોતાના અનેરા કંઠ વડે ગીતો ગાયેલાં છે.

લતાજી એ ગુજરાતી ગીતો પણ ગાયા છે. જેમાં,

  • માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે
  • દીકરી તો પારકી થાપણ કહેવાય
  • વૈષ્ણવ જનતો
  • હે કાનુડા તોરી ગોવાલણ
  • હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે
  • જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય

આ પણ વાંચો : SEBI Board Meeting Today : આજે માર્કેટ રેગ્યુલેટર આ મુદ્દાઓ ઉપર ચર્ચાના અંતે મહત્વના નિર્ણય લઈ શકે છે, જાણો વિગતવાર

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">