ગુજરાતી ફિલ્મ વશની રિમેક “શૈતાન”નું ટ્રેલર રિલીઝ, માધવનના કાળા જાદુથી અજય દેવગન કેવી રીતે બચાવશે તેની દીકરીને? જુઓ વીડિયો

અજય દેવગન અને આર માધવન ફિલ્મ 'શૈતાન'માં સાથે જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં જ બંનેની શાનદાર એક્ટિંગ જોવા મળે છે. આના પરથી સ્પષ્ટ છે કે ફિલ્મમાં ઘણું સસ્પેન્સ જોવા મળશે.

ગુજરાતી ફિલ્મ વશની રિમેક શૈતાનનું ટ્રેલર રિલીઝ, માધવનના કાળા જાદુથી અજય દેવગન કેવી રીતે બચાવશે તેની દીકરીને? જુઓ વીડિયો
Shaitaan trailer released
Follow Us:
| Updated on: Feb 23, 2024 | 10:11 AM

અજય દેવગન અને જ્યોતિકા અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલાની સ્ટારર ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વીડિયો જોઈને જ હચમચી ઉઠશો. થોડા સમય પહેલા અજયે સોશિયલ મીડિયા પર ફિલ્મ શૈતાનની જાહેરાત કરી હતી. તેનું ટીઝર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે ચાહકોના મનમાં રસ જગાડ્યો હતો. ફિલ્મની પ્રથમ ઝલક મળ્યા બાદ ગઈકાલે ફિલ્મનું ટ્રેલર પણ સામે આવ્યું છે.

 ગુજરાતી ફિલ્મ વશની રિમેક શૈતાનનું ટ્રેલર

તમને જણાવી દઈએ કે શૈતાન ફિલ્મ ગુજરાતી ફિલ્મ વશની રિમેક છે, જેમાં પણ જાનકી બોડીવાલા જોવા મળી હતી જેની તે ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગ બાદ શૈતાનમાં પણ જાનકી જોવા મળી રહી છે.

બોલિવૂડમાં ફરી એકવાર ભૂતિયા ફિલ્મોનો યુગ પાછો આવી રહ્યો છે. અજય દેવગન અને આર માધવનની ફિલ્મ ‘શૈતાન’ લોકોને ડરાવવા માટે તૈયાર છે. મેકર્સે હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં મેલીવિદ્યા જોવા મળે છે. તેનું ટ્રેલર રિલીઝ કરતી વખતે અજય દેવગને તેના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ મજબૂત છે. ફિલ્મમાં અજય દેવગન અને આર માધવન એકબીજાની સામે જોવા મળશે. બંને વચ્ચે જોરદાર સ્પર્ધા થશે.

Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન (Copy)
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો
શું મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાની બહાર થશે?
Turmeric Benefits : ઓશીકા નીચે હળદરનો ગાંઠિયો રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા
ક્રિસમસ અને New Year પર મોડી રાત સુધી દારૂની દુકાનો રહેશે ખુલ્લી, જાણો સમય

માધવન બનશે શૈતાન

કાળો જાદુ શું છે અને તેનો ઉપયોગ કરી લોકોને વશમાં કરવામાં આવે છે તેના પર આ આખી ફિલ્મ છે. આ ફિલ્મમાં બ્લેક મેજિક અને વૂડૂ ડોલ પ્લે પણ જોવા મળશે. આ કાળા જાદુની ઝલક અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ના ટ્રેલરમાં જોઈ શકાય છે. ટ્રેલરથી સ્પષ્ટ છે કે અજય દેવગન, જ્યોતિકા અને તેમની પુત્રી આ કાળા જાદુ અને શૈતાનનો સામનો કરવા જઈ રહ્યા છે. કાળો જાદુ કરનાર આ શૈતાન બીજું કોઈ નહીં પણ આર માધવન છે, જે કાળો જાદુ કરીને અજય દેવગનના ઘરમાં પ્રવેશ કરશે અને તેની પુત્રીને પોતાના વશમાં લેશે. આ પછી, તે આર માધવનની સૂચના પર કઠપૂતળીની જેમ નાચતા જોવા મળે છે.

ફિલ્મનું ટ્રેલર લાજવાબ

આ ફિલ્મમાં એ જોવા મળશે કે શેતાન સાથે ગડબડ કરતી વખતે અજય દેવગન પોતાની દીકરીને કેવી રીતે બચાવશે. આર માધવન પહેલીવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રોમાંચથી ભરેલું છે, દરેક ક્ષણમાં સસ્પેન્સ જોવા મળે છે.

g clip-path="url(#clip0_868_265)">