ગરબાની બે તાળીમાં ક્યાંક જીવી લવ છું… જીવવી છે આ જિંદગી, એટલે જ જોને રમી લવ છું… અભિષેક શાહના સંગ ‘હેલ્લારે’ ના રંગ

Mahajati Gujarati: અભિષેક શાહ (Abhishek Shah) 'હેલ્લારો'ના લેખક, દિગ્દર્શક અને નિર્માતા છે, આ તે 'ગુજરાતી ફિલ્મ' છે જેણે ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં 'બેસ્ટ ફીચર ફિલ્મ' માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો.

ગરબાની બે તાળીમાં ક્યાંક જીવી લવ છું... જીવવી છે આ જિંદગી, એટલે જ જોને રમી લવ છું... અભિષેક શાહના સંગ 'હેલ્લારે' ના રંગ
Abhishek Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2022 | 10:34 PM

મહાજાતિ ગુજરાતી કાર્યક્રમમાં ‘હેલ્લારો‘ના લેખક, દિગ્દર્શક અને નિર્માતા અભિષેક શાહે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અભિષેક શાહે કહ્યું કે, હું મલયાલમ ફિલ્મ બહું જોવું છું. તે ફિલ્મ હું અવાજ બંધ કરીને જોવું તો પણ તે અનુભવી શકું છું, તેથી હેલ્લારો બનાવતી વખતે મેં ધોતિયાં, કેડીયાં અને ચણીયાચોળી વાળી ફિલ્મ બનાવી જેથી બીજા દેશમાં આ ફિલ્મ જોવામાં આવે તો તે લોકો અવાજ સાંભળ્યા વગર અનુભવી શકે કે આ ગુજરાતી ફિલ્મ છે. સારી ગુજરાતી ફિલ્મ જેને જોઈને લોકો દેશના ખૂણે ખૂણે કહી શકે કે આ આપણી ફિલ્મ છે. ગુજરાતના લોકો જ નહી, પરંતુ અમેરિકા, યુગાન્ડા અને અન્ય જગ્યા પર રહેતા ગુજરાતીને પણ લાગે કે આ મારી ફિલ્મ છે. ફિલ્મ બનાવવામાં આવી ત્યારે લાગતું ન હતું કે ઘણી મુશ્કેલી આવશે, પરંતુ કચ્છના રણમાં શૂટિંગ કરવું, ઘણાં લોકો સાથે કામ કરવું તેવી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ફિલ્મ એક માણસ નથી બનાવતો, ઘણાં બધા લોકો બનાવે છે

અભિષેક શાહે હેલ્લારો ફિલ્મ વિશે વાતચીત કરતા કહ્યું કે ફિલ્મ ક્યારેય કોઈ એક માણસ નથી બનાવતો, ઘણાં બધા લોકો ભેગા મળીને બનાવે છે. અમે ભેગા મળીને એક ફિલ્મ બનાવી અને તે ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો અને લોકો સુધી પહોંચી શકી. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે ભારત જ નહીં, પરંતુ ભારતની બહાર પણ લોકો સુધી આ ફિલ્મને પહોંચાડી શક્યા તેનો મને આનંદ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સારી ગુજરાતી ફિલ્મ બનાવવાનો પ્રયાસ હતો

વિશ્વના કોઈપણ ખુણે વસેલા ગુજરાતી સાથે કનેક્ટ થાય તેવી ફિલ્મ બનાવવી હતી. દરેકને એવું હોય છે કે તે પોતાની ભાષા માટે કંઈ કરે જેનાથી ભાષાનું ગૌરવ વધે, મને તેના ગર્વ છે કે હેલ્લારો ફિલ્મ બહુ જ બધી જગ્યાએ પહોંચી શકી છે. હેલ્લારો ફિલ્મની ચર્ચા દેશના ખૂણે-ખૂણે થઈ રહી છે, જ્યાં પણ જવું ત્યાં લોકો મારી સાથે હેલ્લારોની ચર્ચા કરે છે. મારા મતે સારી ગુજરાતી ફિલ્મ બનાવવાનો એક પ્રયાસ હતો. ફિલ્મને વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓનો પ્રેમ મળ્યો છે. દિગ્દર્શક તરીકેની મારી પહેલી જ ફિલ્મ હતી અને આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો.

બાળપણથી નાટકો સાથે જોડાણ હતું. અભિષેક શાહે નાટકોથી કારકિર્દીની શરૂઆત કરી. તે વર્ષોથી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. એચ. કે. આર્ટ્સમાં ‘ફેડ ઇન થિયેટર’માં જોડાયો. સૌમ્ય જોશી સાથે નાટકોમાં અભિનય પણ કર્યો. ત્યારબાદ નાટકો લખ્યા અને ડાયરેક્ટ પણ કર્યા. નાટકો લખતા લખતા એક વાર્તા સામે આવી જેને જોઈને લાગ્યું કે તેને નાટક દ્વારા નહીં, પરંતુ ફિલ્મ દ્વારા લોકો સામે રજૂ કરવી જોઈએ. હેલ્લારો પછી અશ્વિની ભટ્ટની નવલકથા પરથી ફિલ્મ બનાવવા પર કામ ચાલી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">