AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Charan Kanya song Lyrics : શૌર્ય જગાવતું સાહિત્યનું અદભૂત લોકપ્રિય ગીત ‘ચારણ કન્યા’ લિરીક્સ જુઓ અને સાંભળો ઝવેરચંદ મેઘાણીની સુંદર રચના

Charan Kanya song Lyrics : બાળકો આપણું સાહિત્ય સારી રીતે શીખે અને આપણી સંસ્કૃતિથી વાકેફ થાય અને તેના સંસ્કારના સિંચન માટે એવા ગીતની રચનાઓ થતી હોય છે કે જેમાંથી બાળકો કંઈક શીખે. આપણે મેઘાણીએ લખેલી શૌર્ય રચના 'ચારણ કન્યા' ગીત જોશું.

Gujarati Charan Kanya song Lyrics : શૌર્ય જગાવતું સાહિત્યનું અદભૂત લોકપ્રિય ગીત ‘ચારણ કન્યા' લિરીક્સ જુઓ અને સાંભળો ઝવેરચંદ મેઘાણીની સુંદર રચના
Charan Kanya song
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2022 | 2:09 PM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે ગુજરાતી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

બાળકો આપણું સાહિત્ય સારી રીતે શીખે અને આપણી સંસ્કૃતિથી વાકેફ થાય અને તેના સંસ્કારના સિંચન માટે એવા ગીતની રચનાઓ થતી હોય છે કે જેમાંથી બાળકો કંઈક શીખે. આપણે મેઘાણીએ લખેલી શૌર્ય રચના ‘ચારણ કન્યા’ ગીત જોશું. આદિત્ય ગઢવીના અવાજમાં આ સોન્ગ સાંભળો.

આ પણ વાંચો : Lokgeet Song lyrics : પ્રફુલ દવેએ ગાયેલું અને મેઘાણીની ગુજરાતી રચના ‘કસુંબીનો રંગ’માં રંગાઈ જાઓ અને જુઓ, સાંભળો તેની લિરીક્સ

Charan Kanya song Lyrics ——————————————

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં

ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપે ઝાડ તણાં પાંદડલા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓના જળ પણ કાંપે સૂતાં ને જાગંતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે

કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઉઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ઘર ઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે

ત્રાડ પડી કે ઊભો રે’જે ! ગીરના કુત્તા ઊભો રે’જે ! કાયર દુત્તા ઊભો રે’જે ! પેટભરા ! તું ઊભો રે’જે ! ભૂખમરા ! તું ઊભો રે’જે ! ચોર લૂંટારા ઊભો રે’જે ! ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ કન્યા ચૂંદડીયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા પહાડ ઘૂમંતી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા આગ ઝરંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જગદમ્બા શી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો !

– ઝવેરચંદ મેઘાણી

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">