Char Fera Nu Chakdol: ફેરા છે ચાર પણ ચક્કર છે હજાર! 9 જૂને રિલીઝ થશે ચાર ફેરાનું ચકડોળ
આ ફિલ્મ મુકેશ ભંભાણી અને તેની પત્ની નીતા વચ્ચે રમુજી લડાઈની વાર્તા છે. નિશીથ બ્રહ્મભટ્ટ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સંજય ગોરાડિયા, સ્મિત પંડ્યા, દિશા સાવલા ઉપાધ્યાય અને ભાવિની ગાંધી છે.
પત્ની રિસાય તો એના પિયર જાય, પણ બિચારો પતિ રિસાય તો તેને ક્યાં જવાનું? ચોરીના ચાર ફેરાને કારણે જિંદગીના ચકડોળમાં ફસાયેલા એક પતિની હાલત દર્શાવતી પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ચાર ફેરાનું ચકડોળ. જિંદગીના ચકડોળમાં ફસાયેલા એક પતિની હાલત દર્શાવતી પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ ચાર ફેરાનું ચકડોળ છે. અવનવી, અજબ ગજબ, મજેદાર અને હાસ્યમુગ્ધ કરતી ગુજરાતી ફિલ્મ ચાર ફેરાનું ચકડોળ થિયેટરોમાં 9 જૂન ના રોજ રિલીઝ થશે.
અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર
મુકેશ ભંભાણીની ચાર ફેરાની જિંદગીમાં કેવી રીતે ફરે છે ચકડોળ?
આ ફિલ્મમાં નાટક સમ્રાટ સંજય ગોરડિયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. પત્ની રિસાય તો એના પિયર જાય, બિચારો પતિ જો રિસાઈ પત્નીના પિયર જાય તો ત્યાંથી તેને પાછો મૂકી જાય. ફિલ્મના ટ્રેલર પરથી એવું લાગી રહ્યું છે કે આ એક ધમાલ કોમેડી ફિલ્મ હશે, અને આમ પણ સંજય ગોરડિયાના ઘણા નાટકો આપણે જોયા જ છે એટલે તેમનું કોમિક ટાઈમિંગ કેવું છે તે કહેવાની જરૂર નથી. આ ફિલ્મની સ્ટોરી ડોક્ટર ઋષિકેશ ઠક્કરે લખી છે અને ફિલ્મના ડીરેક્ટર નિશીથકુમાર બ્રહ્મભટ્ટ છે. નિશીથે આના પહેલા ત્રણ ડોબા અને લપેટ જેવી ફિલ્મોનું ડીરેક્શન કરેલું છે.
આ પણ વાંચો : Karan Deol Marriage : સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્ન ક્યારે અને ક્યાં થશે? રિસેપ્શનની તારીખ પણ જાહેર
દિશા સાવલા આ ફિલ્મમાં નીતા ભંભાણીનો રોલ પ્લે કરી રહી છે
સંજય ગોરડિયા ચાર ફેરાના ચકડોળ ફિલ્મમાં મુકેશ ભંભાણીનો રોલ પ્લે કરી રહ્યા છે, દિશા સાવલા આ ફિલ્મમાં નીતા ભંભાણીનો રોલ પ્લે કરી રહી છે. સ્મિત પંડ્યા રસપ્રદ અને રમુજી જીગ્નેશ પટેલનો રોલ કરી રહ્યો છે, ભાવિની ગાંધી ફિલ્મમાં કામિની પટેલનો રોલ પ્લે કરે છે. હાઈ ફાઈ લાઈફ સ્ટાઈલ વાળી કામિની પટેલ પોળના સીધા સાદા જીગ્નેશ પટેલના જીવનની સ્ટાઈલ બદલશે કે નહિં. આ સિવાય જીતેન્દ્ર ઠક્કર એનઆરઆઈ માસાનો રોલ, સિમરન લ્યુસીનો રોલ, વિશાલ ઠક્કર ચિન્ટુનો અને દિશિતા ભટ્ટ કાવ્યાનો રોલ પ્લે કરી રહી છે.