ઢોલિવુડમાં ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ની થશે ધમાકેદાર એન્ટ્રી, જેમાં Actress Ratna Pathak મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે

|

Nov 18, 2022 | 3:38 PM

અભિનેત્રી રત્ના પાઠક (Actress Ratna Pathak) ગુજરાતી ફિલ્મમાં નજરે આવવાની છે. ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'માં તે મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે અને દર્શકોને મનોરંજન પુરૂ પાડશે.

ઢોલિવુડમાં ફિલ્મ કચ્છ એક્સપ્રેસની થશે ધમાકેદાર એન્ટ્રી, જેમાં Actress Ratna Pathak મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે
kutch express - ratna pathak

Follow us on

આવનારા નવા અંગ્રેજી વર્ષમાં ઢોલિવુડમાં નવા મુવીની એન્ટ્રી થવા જઈ રહી છે. દર્શકો માટે વર્ષની શરૂઆતમાં જ ઘણી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેમાં એક ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ની પણ ધમાકેદાર એન્ટ્રી થવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી રત્ના પાઠક શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મુવીનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.

રામ મોરીએ લખેલી અને વિરલ શાહ દિગદર્શિત ફિલ્મમાં પીઢ અભિનેત્રી રત્ના પાઠક શાહ તેની નવી ફિલ્મ કચ્છ એક્સપ્રેસના પોસ્ટરમાં ખૂબ જ અલગ અને આકર્ષક લાગે છે. બહુપ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ લોકોમાં ભારે ચર્ચા જગાડી રહી છે. માનસી પારેખ, દર્શિલ સફારી અને ધર્મેન્દ્ર ગોહિલ સાથે રત્ના પાઠક શાહ મુખ્ય ભૂમિકામાં છે. રત્ના પાઠક શાહનું પોસ્ટર તદ્દન રસપ્રદ અને વખાણવા લાયક છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ફિલ્મના દિગ્દર્શક વિરલ શાહે સોશિયલ મીડિયામાં ‘કચ્છ એક્સપ્રેસ’નું પોસ્ટર શૅર કરતા લખ્યું છે કે, ‘હું મારા ઉત્સાહને અટકાવી શકતો નથી! આગળ વધવાની પહેલી શરત, એક ડગલું તો ભરો… તો પ્રસ્તુત છે ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મનો પહેલો લૂક. સિનેમાઘરોમાં 06 જાન્યુઆરી 2023થી.’

પોસ્ટરમાં કચ્છ એક્સપ્રેસ ટ્રેનની સાથે બે વ્યક્તિના માત્ર પગ દેખાય છે

ફિલ્મ વિશે વાત કરતાં રત્ના પાઠક શાહે જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ કરવા માટે ઉત્સુક હતી, પરંતુ અત્યાર સુધી મને કોઈ રસપ્રદ સ્ટોરી મળતી ન હતી. પછી ફિલ્મની સારી સ્ક્રિપ્ટ અને સારી ટીમ મારા પાસે આવી અને ત્યારપછી મેં આ ફિલ્મ માટે હા પડી. કચ્છમાં આ ફિલ્મનું શૂટ થવાનું હતું.

આ મુવીમાં કર્યો શાનદાર અભિનય

સારાભાઈ V/S સારાભાઈમાં તેના પ્રતિકાત્મક પાત્ર માયા સારાભાઈ માટે જાણીતા રત્ના પાઠક શાહે પણ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેની અન્ય મુખ્ય ભૂમિકાઓમાં ફિલ્મ જાને તુ… યા જાને ના, એક્શન કોમેડી ગોલમાલ 3, ફેમિલી ડ્રામા કપૂર એન્ડ સન્સ અને તાજેતરમાં જ જયેશભાઈ જોરદારનો સમાવેશ થાય છે.

ક્યારે થશે રિલીઝ

આ ફિલ્મમાં મ્યુઝિક સચીન-જીગરનું છે. આ ફિલ્મને પ્રોડ્યુસ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલે અને સૉલ સુત્રા પ્રેઝન્ટ કરી રહ્યા છે. આ ગુજરાતી ફિલ્મ 06 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

Next Article