સંગીતકલા બોર્ડના અધ્યક્ષ તરીકે ફિરોઝ ઇરાનીનું નામ ચર્ચામાં, ફિરોઝ ઇરાનીએ ભાજપના મોવડીમંડળ સાથે કરી મુલાકાત
ગુજરાત સંગીતકલા બોર્ડના અધ્યક્ષ તરીકે ફિરોઝ ઈરાનીના નામની ચર્ચા ચાલતી હોવાની વાત ખુદ ફિરોઝ ઇરાનીએ કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે અધ્યક્ષના નામ અંગે ત્રણ લોકોના નામ સાથે મારું નામ પણ ચર્ચાઈ રહ્યુ છે.
ગુજરાત સંગીતકલા બોર્ડ (Gujarat Music Board)ના અધ્યક્ષ તરીકે જાણીતા ગુજરાતી ફિલ્મ (Gujarati Films)ના કલાકાર ફિરોઝ ઇરાની (Firoz Irani )નું નામ ચર્ચામાં ચાલી રહ્યુ છે. આ બાબતને લઇને ફિરોઝ ઈરાનીએ ભાજપ (BJP)નાં મોવડી મંડળ સાથે મુલાકાત કરી હોવાનું પણ ફિરોઝ ઇરાનીએ જણાવ્યુ.
ગુજરાત સંગીતકલા બોર્ડના અધ્યક્ષ તરીકે ફિરોઝ ઈરાનીના નામની ચર્ચા ચાલતી હોવાની વાત ખુદ ફિરોઝ ઇરાનીએ કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે અધ્યક્ષના નામ અંગે ત્રણ લોકોના નામ સાથે મારું નામ પણ ચર્ચાઈ રહ્યુ છે. હું 2003થી ભાજપ સાથે જોડાયેલો છું. હવે ભાજપ જવાબદારી આપશે તો સ્વીકારીશું. તેમણે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે પણ તૈયાર હોવાનું જણાવ્યુ હતુ. સાથે જ તેમણે એમ પણ કહ્યુ કે જો અકાદમીના અધ્યક્ષ બનાવે તો બોલિવુડને ગુજરાતમાં લાવીને નવી ઉંચાઈ અપાવીશ.
મહત્વનું છે કે ગુજરાતી ફિલ્મ જગત ઢોલિવુડ (Dhollywood)ને જીવંત રાખવામાં ફિરોઝ ઈરાનીનો મોટો ફાળો રહ્યો છે. ગુજરાતી ફિલ્મોમાં તેઓ એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યસર, રાઈટર વગેરે રહી ચૂક્યા હતા. ભલે ખલનાયકના પાત્ર ભજવ્યા હતા, પણ ફિરોઝ ઈરાનીએ ગુજરાતી દર્શકોના દિલમાં આગવી છાપ બનાવી હતી. એક સમય એવો હતો કે, ગુજરાતી ફિલ્મોમાં વિલનનું નામ આવે એટલે તરત ફિરોઝ ઈરાનીનો ચહેરો નજર સામે આવી જાય.
આ પણ વાંચો-
Mandi: ભાવનગર APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2405 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો-
Rajkot : ધારાસભ્યના લેટરબોમ્બ બાદ મોટી કાર્યવાહી, ક્રાઈમ બ્રાન્ચ-SOGના પોલીસક ર્મચારીઓની બદલી