AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Police Pride : ગુજરાત પોલીસના આ ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર્સ પર બનશે ફિલ્મ

Gujarat Police Pride : ગુજરાત પોલીસ ATSના ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર સંતોક ઓડેદરા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલ પર ફિલ્મ બનશે.

Gujarat Police Pride : ગુજરાત પોલીસના આ ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર્સ પર બનશે ફિલ્મ
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 04, 2021 | 8:11 PM
Share

Gujarat Police Pride : આપણે મૂવીમાં જોયું છે કે પોલીસની ભૂમિકામાં મોટેભાગે પુરુષ અભિનેતાને જ પસંદ કરવામાં આવે છે. પણ હવે પોલીસ અધિકારીની ભૂમિકામાં મહિલા પણ જોવા મળશે, એ પણ લીડ રોલમાં ! વાત છે ગુજરાત પોલીસ (Gujarat Police)ના ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર્સ, જેમના પર ફિલ્મ બનવા જઈ રહી છે, જે ગુજરાત પોલીસ અને સમગ્ર રાજ્ય માટે ગર્વની વાત છે.

Gujarat Police Pride : A film will be made on these brave women police officers of Gujarat Police

જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર્સ સંતોક ઓડેદરા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલ

ગુજરાત પોલીસની  ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર  વર્ષ 2019માં ગુજરાત પોલીસની એન્ટિ ટેરેરીઝમ સ્કવોડે  (ATS)  રાજ્યના સૌથી ખૂંખાર ગુનેગારને  ઝડપી પાડવા એક મોટું અભિયાન હાથ ધર્યું હતું. આ ઓપરેશન પાર પાડવામાં અને કુખ્યાત ગુનેગાર માં ગુજરાત પોલીસની ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર સંતોક ઓડેદરા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. ગુજરાત  ATSના DIG  હિમાંશુ શુક્લએ આ ચાર મહિલા પોલીસ અધિકારી પર સમગ્ર ઓપરેશનની જવાબદારી સોંપી હતી. આ ચાર મહિલા પોલીસ ઓફિસર્સ સાથે પોલીસ ઇન્સ્પેકટર જીગ્નેશ અગ્રાવતની ભૂમિકામાં એક પુરુષ અભિનેતા પર જોવા મળશે. પોલીસ ઇન્સ્પેકટર જીગ્નેશ અગ્રાવતે આ ઓપરેશન પાર પાડવામાં માર્ગદર્શન આપ્યું હતું. 

 Gujarat Police Pride : A film will be made on these brave women police officers of Gujarat Police

પોલીસ ઇન્સ્પેકટર જીગ્નેશ અગ્રાવત

ગુજરાત પોલીસમાં ભેદભાવ નિરાધાર  ગુજરાત  ATSના DIG  હિમાંશુ શુક્લએ કહ્યું કે ખૂંખાર ગુનેગારને ઝડપી પાડવાં માટે આ ચાર મહિલા પોલીસ ઓફિસરે પાર પાડેલું સફળ ઓપરેશન સૌ કોઈને યાદ રહેશે. ગુજરાત પોલીસની આ જાંબાઝ મહિલા પોલીસ ઓફિસરોએ  ગુજરાત પોલીસમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેના ભેદભાવની ટીકા-ટિપ્પણીને નિરાધાર કરી દીધા છે. આ મહિલા ટીમ પર અમને ગર્વ છે અને એમની બહાદુરીને ફિલ્મમાં બતાવવામાં આવશે એ જાણીને આનંદ થઈ રહ્યો છે. 

ટૂંક સમયમાં જ શરૂ થશે ફિલ્મનું શૂટિંગ  આ ફિલ્મ માટે હાલ કાસ્ટિંગ પ્રક્રિયા શરૂ છે. કાસ્ટિંગ પ્રક્રિયા પૂરી થયા બાદ તરત જ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મના ડાયરેક્ટર આશિષ આર. મોહન (Ashish R Mohan) છે અને આ ફિલ્મની પટકથા (story) પ્રખ્યાત હિન્દી ફિલ્મ ‘પાન સિંઘ તોમર’ (Paan Singh Tomar) ના પટકથા લેખક સંજય ચૌહાણે લખી છે. આ ફિલ્મ Wakaoo Filmsના પ્રોડક્શનમાં તૈયાર થશે.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">