ભારતમાં ક્યારે અને ક્યાં જોઈ શકાશે ગ્રેમી 2023? સંગીતની દુનિયાનો છે સૌથી મોટો એવોર્ડ શો

|

Feb 05, 2023 | 8:26 PM

ગ્રેમી એવોર્ડ 2023 (Grammy Award 2023) શરૂ થવા જઈ રહ્યો છે. સંગીતના આ સૌથી મોટા એવોર્ડ શોની મજા ઘરે બેઠા તમે પણ માણી શકો છો. જાણો આ મ્યૂઝિક એવોર્ડની 65માં એડિશન સાથે જોડાયેલી અનેક ડિટેલ્સ.

ભારતમાં ક્યારે અને ક્યાં જોઈ શકાશે ગ્રેમી 2023? સંગીતની દુનિયાનો છે સૌથી મોટો એવોર્ડ શો
Grammy Awards 2023
Image Credit source: Instagram

Follow us on

Grammy Awards 2023: ગ્રેમી એવોર્ડ્સ 2023ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ સંગીત સાથે જોડાયેલો સૌથી મોટો એવોર્ડ શો છે જેમાં દુનિયાભરના દિગ્ગજ સંગીતકારો સામેલ થાય છે. આ મોટા શો પર દુનિયાભરના લોકોની નજર રહે છે, જેનું 65મું એડિશન આવવા જઈ રહ્યું છે. ગ્રેમી 2023 એટલા માટે પણ ખાસ છે કારણ કે તે કોરોનાકાળ પછી આ મોટા પાયે આયોજિત કરવામાં આવ્યો છે. ક્યારે અને ક્યાં તમે આ શાનદાર ઈવેન્ટનું સ્ટ્રીમિંગ જોઈ શકો છો, આવો જાણો બધી ડિટેલ્સ.

ક્યારે અને ક્યાં જોઈ શકશો ગ્રેમી 2023?

રવિવારે ગ્રેમી 2023નું આયોજન કરવામાં આવશે જેમાં દુનિયાભરના કલાકારો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ઘણી કેટેગરીમાં નોમિનેશન આવ્યા છે, જેમાંથી બેસ્ટ પર્ફોમન્સને ગ્રેમી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ સીબેએસ પર ઓન એયર કરવામાં આવશે અને ઓટીટી પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ રાત્રે 8 વાગ્યે થશે. જ્યારે ભારતીય સમયાનુસાર તેનું સ્ટ્રીમિંગ સવારે 6:30 વાગ્યે થશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કોણ હોસ્ટ કરી રહ્યું છે શો?

ગયા વખતની જેમ આ વખતે પણ કોમેડિયન ટ્રેવોર નોહ ગ્રેમી એવોર્ડ શોને હોસ્ટ કરશે. આ સિવાય હેરી સ્ટાઈલ્સ, બૈડ બની, મૈરી જે, સૈમ સ્મિથ, કિમ પીટરસ, લ્યૂક કોમ્બ્સ, સ્ટીવ લૈસી અને બ્રૈન્ડી કારલિલે સહિતના ઘણા સ્ટાર્સ ગેસ્ટ તરીકે સામેલ થશે અને તેમના એનર્જેટિક પર્ફોમન્સથી દર્શકોને એન્ટરટેઈન કરતા પણ જોવા મળશે.

કઈ કેટેગરીમાં મળશે એવોર્ડ

ગ્રેમી એવોર્ડને મ્યૂઝિક સંબંધિત તમામ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. તેમાં રેકોર્ડ ઓફ ધ યર, આલ્બમ ઓફ ધ યર, સોંગ ઓફ ધ યર, બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ, બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સ, બેસ્ટ પોપ ડ્યુઓ પર્ફોમન્સ, બેસ્ટ રોક પરફોર્મન્સ, બેસ્ટ મેટલ પરફોર્મન્સ, બેસ્ટ રેપ પર્ફોમન્સ અને બેસ્ટ રેપ આલ્બમ અને ઘણી વધુ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા વર્ષના કલાકારોના બેસ્ટ પરફોર્મન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Viral Video : કરીના કપૂરની હમશક્લએ કર્યો નગાડા-નાગાડા પર ડાન્સ, વીડિયો જોઈને નવી બેબોથી ફેન્સ થયા ઈમ્પ્રેસ

ગ્રેમી એવોર્ડથી ભારત સાથે પણ ઊંડો સંબંધ રહ્યો છે. ભારતમાંથી અત્યાર સુધી પંડિત રવિશંકરે સૌથી વધુ વખત આ એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ મેળવનાર પણ તેઓ પહેલા વ્યક્તિ હતા.

Next Article