ગીતા બસરા પતિ હરભજન સિંહના રાજ્યસભા નોમિનેશનથી ખુશ, કહ્યું- લોકોને સાચા નેતાની જરૂર છે
બોલીવુડની એક સમયની સુપરસ્ટાર ગણાતી અભિનેત્રી ગીતા બસરા છેલ્લા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીન પર જોવા મળી નથી. પરંતુ તેણી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે પોતાની લાઈફ શેયર કરતી રહે છે. ગીતા બસરા અને હરભજન સિંહ એ બંને યુવાનોના ફેવરિટ કપલ ગણાય છે.
બૉલીવુડમાં (Bollywood) લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલી ગીતા બસરા અત્યારે શાંતિનો સમય પસાર કરી રહી છે. ગીતા બસરાએ ભારતીય ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહ સાથે લગ્ન કરી લીધા બાદ બૉલીવુડ સ્ક્રીનથી દુરી બનાવી લીધી છે. બૉલીવુડ અભિનેત્રી ગીતા બસરાએ (Geeta Basra) પતિ હરભજનસિંહના (Harbhajan Sinh) રાજકારણમાં જોડાવા પર કહ્યું છે કે, ”આ બધુ અચાનક થયું પરંતુ હું તેના (હરભજન) માટે ખુશ છું. આજે દેશના લોકો પણ હવે કેટલાક બદલાવ ઈચ્છે છે અને આ જ પેઢી દેશને આગળ લઈ જશે.”
ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહને તાજેતરમાં આમ આદમી પાર્ટીના (AAP) પંજાબમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. હરભજને ગયા વર્ષે ડિસેમ્બરમાં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું અને હવે તે રાજકારણના મેદાનમાં ઉતર્યો છે. આવી પરિસ્થિતિમાં તેના ચાહકો તેને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમની પત્ની ગીતા બસરાએ તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં પતિની આ નવી ઈનિંગ પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે લોકોને હવે સાચા નેતાની જરૂર છે.
નવા ફેરફારો કરવા માટે રાજકારણનો ભાગ બન્યા
બોલિવૂડ એક્ટ્રેસ હરભજન સિંહની પત્ની ગીતા બસરાએ હરભજનના રાજનીતિમાં જોડાવા અંગે તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ”આ બધુ અચાનક જ થયું, પરંતુ હું મારા પતિ માટે ખુશ છું. હું આજે ખુબ જ ખુશ છું કે હરભજન કંઈક અલગ અને નવું કરવા માટે આ પક્ષનો ભાગ બન્યો છે.”
યુવરાજે ગીતાનો નંબર આપ્યો હતો
એક ઈન્ટરવ્યુમાં હરભજને કહ્યું હતું કે, ”તેણે ગીતા બસરાને તેના ગીત ‘વો અજનબી’માં પહેલીવાર જોઈ હતી. તે સમયે તેઓ લંડનમાં હતા. જ્યારે ગીતાને હરભજને પહેલી વાર જોઈ, ત્યારે જ તેઓ તેમનાથી ઈમ્પ્રેસ થઈ ગયા હતા. જે બાદ હરભજને તેના મિત્ર અને ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુવરાજ સિંહને ગીતા વિશે પૂછ્યું હતું. તેણે કહ્યું કે જો તે છોકરીને ઓળખે છે તો હું તેને મળવા માંગુ છું. જે બાદ યુવરાજે તેના બોલિવૂડ મિત્રો દ્વારા ભજ્જીને ગીતાનો ફોન નંબર આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેઓ બંને મળ્યા અને મિત્રતા બાદ પ્રેમમાં પડ્યા હતા. અમે તમને જણાવી દઈએ કે હરભજન અને ગીતા લગભગ આઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ પછી તે બંનેએ વર્ષ 2015માં પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. આ બંનેને એક પુત્રી અને એક પુત્ર છે.
તમામ પક્ષોને નકારીને ભજ્જી AAPમાં જોડાયા
જો આપણે હરભજન સિંહની વાત કરીએ તો તેઓ પંજાબમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન એવું માનવામાં આવતું હતું કે તે કોંગ્રેસ પાર્ટી સાથે જઈ શકે છે. પરંતુ આ અહેવાલો પર પૂર્ણવિરામ મુકતા તેઓ AAP પાર્ટીમાં જોડાયા હતા. તેણે ભારત માટે એક T20 અને એક ODI વર્લ્ડ કપ જીત્યો છે. અમે તમને જણાવી દઈએ કે, હરભજન સિંહ ક્રિકેટનો ખાસ ખેલાડી રહ્યો છે. તેણે ભારત માટે 103 ટેસ્ટ મેચ રમી છે, તેણે તેની છેલ્લી મેચ 2016માં ભારત માટે રમી હતી. હરભજન સિંહ હવે આમ આદમી પાર્ટી સાથે નવી શરૂઆત કરી રહ્યો છે.
આ પણ વાંચો – સુપરસ્ટાર સિંગર 2: ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજન અને અરુણિતા બન્યા શોના કેપ્ટન