AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપરસ્ટાર સિંગર 2: ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજન અને અરુણિતા બન્યા શોના કેપ્ટન

સમગ્ર દેશના લોકો આજે પવનદીપ અને અરુણિતાની શાનદાર ગાયકીના દીવાના બની ચુક્યા છે. પવનદીપ અને અરુણિતાએ બહુ નાની ઉંમરે સંગીતની દુનિયામાં અતુલ્ય સફળતા હાંસિલ કરી છે. તેઓ બંને બહુ જલ્દી ટીવીના પડદે ફરીથી ચમકવા જઈ રહયા છે.

સુપરસ્ટાર સિંગર 2: ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજન અને અરુણિતા બન્યા શોના કેપ્ટન
Pawandeep & Arunita - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 12:03 AM
Share

ફેમસ સિંગર પવનદીપ રાજનને (Pawandeep Rajan) ઇન્ડિયન આઈડલની (Indian Idol) સીઝન દરમિયાન દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ઈન્ડિયન આઈડલ સીઝન 12ના લગભગ દરેક વોટિંગમાં પવનદીપને દર્શકોના સૌથી વધુ વોટ મળ્યા છે. આજે એ વાતમાં કોઈ શક નથી કે પવનદીપ અને અરુણિતા કાંજીલાલ (Arunita Kanjilaal) એ દેશના સૌથી ટેલેન્ટેડ સિંગર્સમાંના એક બની ચુક્યા છે. અમે તમને જણાવી દઈએ કે, સુપરસ્ટાર સિંગર સીઝન 1ની જબરદસ્ત સફળતા પછી, સોની ટીવી બાળકો માટે તેના સિંગિંગ રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’ની બીજી સિઝન લઈને આવી રહ્યું છે.

‘સિંગિંગ કા કલ’ની શાનદાર ઉજવણીમાં, આ શો દેશભરમાંથી કેટલાક અસાધારણ નાના ગાયકોને રજૂ કરશે જેઓ અસાધારણ સંગીતની અભિવ્યક્તિ તેમજ સમર્પણ અને જુસ્સો ધરાવતા હશે. પ્રથમ સિઝનની જેમ જ, સુપરસ્ટાર સિંગર 2માં આ ઉભરતી ગાયક પ્રતિભાઓને માર્ગદર્શન માટે નિયુક્ત કેપ્ટનોની સંપૂર્ણ પેનલ જોવા મળશે.

અમે તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન આઈડલ સીઝન 12ના વિજેતા પ્રતિભાશાળી અને જુસ્સાદાર પવનદીપ રાજન સુપરસ્ટાર સિંગરની આગામી સીઝનમાં કેપ્ટન તરીકે જોવા મળશે. ઉત્તરાખંડની આ ખૂબ જ લોકપ્રિય સંગીત પ્રતિભા પ્રેક્ષકોની પ્રિય રહી છે. આવી પરિસ્થિતિમાં, તે નિઃશંકપણે દેશના અદ્ભુત નાના ગાયકો માટે પ્રેરણારૂપ સાબિત થશે અને તેમની ગાયકી પ્રતિભાને વધારવામાં મદદ કરશે. જો કે, પવનદીપની સહ સ્પર્ધક અરુણિતા કાંજીલાલ પણ આ શોની કેપ્ટન બનશે, તેવું જાણવા મળી રહ્યું છે.

ખૂબ ખુશ છે પવનદીપ રાજન

પવનદીપ રાજને કેપ્ટન બનવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે, “છેલ્લા કેટલાક મહિનામાં મને જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે તેનાથી મારું હૃદય ભરાઈ ગયું છે. હું આ દેશના લોકોને શ્રેય આપું છું. આજે હું તેમના સમર્થન વિના અહીં ન હોત. મારા પર વિશ્વાસ કરવા બદલ આભાર. સુપરસ્ટાર સિંગર 2 સાથે કપ્તાન તરીકે મારા જીવનના આ નવા અધ્યાયની શરૂઆત કરવા અને રાષ્ટ્રએ પહેલાં ક્યારેય જોયા કે સાંભળ્યા ન હોય તેવા કેટલાક અદ્ભુત યુવા સ્ટાર્સ બનાવવા માટે હું ખરેખર ઉત્સાહિત છું.”

જાણો શું કહે છે પવનદીપ રાજન

પવનદીપ રાજને વધુમાં કહ્યું કે, ”હું આ બાળકોને માર્ગદર્શન આપવા અને તેમની પાસેથી શીખવા માટે ખરેખર રોમાંચિત છું. મારા બધા સહ-કપ્તાન સાથેની મારી આ સફર ચોક્કસપણે ખૂબ જ આનંદદાયક હશે. જ્યારે અમારી પાસે હંમેશા મૈત્રીપૂર્ણ સ્પર્ધા રહેશે, અમે બધા અમારી શક્તિઓ જાણીએ છીએ અને હવે અમે આ શિક્ષણને શોના યુવા સ્પર્ધકો સાથે શેર કરવા માંગીએ છીએ.”

આ પણ વાંચો – નાગિન 6: અભિનેત્રી રશ્મિ દેસાઈ અને તેજસ્વી પ્રકાશ વચ્ચે જોવા મળશે કાંટાની ટક્કર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">