Gangubai Kathiawadi : અજય દેવગનના પાત્ર ‘કરીમ લાલા’ની જોરદાર ઝલક જોવા મળી, ગંગુબાઈના ગોડફાધરની ભૂમિકામાં દેખાયા

અજય દેવગણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 50 સેકન્ડનો આ ગ્લિમ્પ્સ વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે ઈમાન, ધરમ, બિઝનેસ, અમે 6 દિવસમાં આવી રહ્યા છીએ.

Gangubai Kathiawadi : અજય દેવગનના પાત્ર 'કરીમ લાલા'ની જોરદાર ઝલક જોવા મળી, ગંગુબાઈના ગોડફાધરની ભૂમિકામાં દેખાયા
Ajay Devgan's character 'Karim Lala'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 10:02 PM

આલિયા ભટ્ટ (Alia Bhatt)  તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને (Gangubai Kathiawadi)  લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેનું મોટું કારણ એ છે કે તે આ ફિલ્મમાં મજબૂત ભૂમિકા ભજવતી જોવા મળશે. આ સાથે  તે સંજય લીલા ભણસાલીની ભવ્યતાની લગામ પણ સંભાળી રહી છે. આ ફિલ્મની એક મોટી હાઈપ અજય દેવગણનું પાત્ર ‘કરીમ લાલા’ છે. આ પાત્રના મહત્વને સમજીને, તેના નિર્માતાઓએ એક ગ્લીમ્પ્સ વીડિયો જાહેર કર્યો છે. જેમાં અજય દેવગનનું (Ajay Devgn) આ પાત્ર બતાવવામાં આવ્યું છે. આ પાત્રની ઝલકથી ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. પહેલું એ કે આ ફિલ્મમાં અજય દેવગન સપોર્ટિંગ રોલમાં છે અને બીજી એ કે તે ગંગુબાઈના ગોડફાધરની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આ પાત્ર એક અસહાય લાચાર મહિલાને શહેરની માફિયા રાણી બનવાની પ્રેરણા આપે છે. અજય દેવગનના આ પાત્રને જોઈને તેના ફેન્સ દીવાના થઈ જશે.

અજય દેવગણના પાત્ર ‘કરીમ લાલા’ની ઝલકનો વીડિયો અહીં જુઓ

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

અજય દેવગણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ 50 સેકન્ડની ઝલકનો વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે ઈમાન, ધરમ, ધંધા, આવી રહ્યા છીએ અમે 6 દિવસમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં. ફિલ્મમાં તેની હાજરી મોટી વાત છે. આ ફિલ્મને પણ તેનો ફાયદો મળશે. જો કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે આલિયા ભટ્ટની છે પરંતુ અજય દેવગણનું પાત્ર પણ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે. નિર્દેશક સંજય લીલા ભણસાલીએ તેને ઘણી સ્પેસ આપી છે. બાકીની વાત તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

આલિયા ભટ્ટ મુંબઈની માફિયા ક્વીનની ભૂમિકામાં છે

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મુંબઈની માફિયા ક્વીન ગંગુબાઈની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે. સંજય લીલા ભણસાલી તેનું નિર્દેશન કરી રહ્યા છે. આ સિવાય આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘રોકી અને રાનીની લવસ્ટોરી’માં જોવા મળશે. એકમાં રણબીર કપૂર સાથે અને બીજીમાં રણવીર સિંહ સાથે. બીજી તરફ, અજય દેવગન ટૂંક સમયમાં જ હોટસ્ટારના શો ‘રુદ્રા’ થી OTT પર સીરિઝ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે જ સમયે તેની ફિલ્મ ‘રનવે 34’ પણ એપ્રિલમાં રીલિઝ થાય તેવી શક્યતા છે. આ સાથે જ તેણે ‘દ્રશ્યમ 2’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો :  Drishyam 2: અજય દેવગન અને તબ્બુ સાથે ‘દ્રશ્યમ 2’માં સાથે જોવા મળશે અક્ષય ખન્ના, જાણો શું હશે તેનો રોલ ?

g clip-path="url(#clip0_868_265)">