દુશ્મની ભૂલી હૃતિક રોશન થપ્પડ કાંડ મામલે કંગનાના સપોર્ટમાં ઉતર્યો, જાણો શું કહ્યું..
કંગના રનૌતના થપ્પડ સ્કેન્ડલ પર અત્યાર સુધી ઘણા બોલિવૂડ સેલેબ્સ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. હવે હૃતિક રોશન પણ તેના સમર્થનમાં સામે આવ્યો છે. હૃતિકને પણ લાગે છે કે કંગના રનૌત સાથે જે પણ થયું તે ઘણું ખોટું હતું.
તાજેતરમાં, કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાને થપ્પડ મારી હતી, જે બાદ આ થપ્પડકાંડની ઘટના સતત ચર્ચામાં છે. ત્યારે આ મામલે બોલિવુડના એક્ટર એક્ટ્રેસ સહિતના બોલિવુડના ઘણ લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ વિવાદ પર અભિનેતા અને કંગનાના એક્સ બોયફ્રેન્ડ હૃતિક રોશને કંગના સાથેના પણ પ્રતિક્રિયા આપી છે.
હૃતિક રોશને કંગનાને સપોર્ટ કર્યો
હકીકતમાં, તાજેતરમાં જ એક પત્રકારે કંગના સાથે બનેલી આ ઘટનાની નિંદા કરતી એક સ્ટોરી તેના ઇન્સ્ટા પર પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે ‘કોઈના અભિપ્રાય પર સહમત થવા માટે હિંસાનો માર્ગ પસંદ કરી શકાય નહીં.’ કંગના સાથે જોડાયેલી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઘણા સેલેબ્સ પણ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
તે જ સમયે હૃતિક રોશનપણ આ પોસ્ટ પર તેની સહમતિ દર્શાવતા લાઈક કર્યું છે હૃતિક રોશને કંગના સાથેની દુશ્મની ભૂલી રિએક્ટ કર્યું છે. આ સાથે કંગની દુશ્મની વચ્ચે આલિયા ભટ્ટે પણ આ પોસ્ટને લાઈક કરી છે, અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરે પણ આ પોસ્ટને લાઈક કરીને કંગનાને પોતાનું સમર્થન દર્શાવ્યું છે.
કંગનાની હૃતિક અને આલિયા સાથે દુશ્મની
તાજેતરમાં જ એક પત્રકારે કંગના સાથે બનેલી આ ઘટનાની નિંદા કરતી એક સ્ટોરી તેના ઇન્સ્ટા પર પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે ‘કોઈના અભિપ્રાય પર સહમત થવા માટે હિંસાનો માર્ગ પસંદ કરી શકાય નહીં.’ કંગના સાથે જોડાયેલી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઘણા સેલેબ્સ પણ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે જ સમયે, હૃતિક રોશને પણ આ પોસ્ટ પર તેની સહમતિ દર્શાવતી પોસ્ટ પસંદ કરી. તેના સિવાય આલિયા ભટ્ટ, અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરે પણ આ પોસ્ટને લાઈક કરીને કંગનાને પોતાનું સમર્થન દર્શાવ્યું છે.