શાહરૂખ ખાનના કારણે વિદેશીઓને ભારતીયો પર વિશ્વાસ, જાણો શું છે સમગ્ર મામલો ?

|

Jan 03, 2022 | 6:26 PM

અશોકા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર અશ્વિની દેશપાંડેએ ટ્વિટર પર તેમની ઇજિપ્તની મુલાકાત દરમિયાન એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જ્યાં તેમને શાહરૂખ ખાનનો એક ચાહક મળ્યો અને તેમનું દિલ જીતી લીધું.

શાહરૂખ ખાનના કારણે વિદેશીઓને ભારતીયો પર વિશ્વાસ, જાણો શું છે સમગ્ર મામલો ?
Shahrukh Khan (File Photo)

Follow us on

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણી ફેન ફોલોઈંગ છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે શાહરૂખ જ્યારે વિદેશ જાય છે ત્યારે તેના ચાહકો તેનું ભવ્ય સ્વાગત કરે છે. ત્યારે હાલમાં શાહરૂખ ખાનના ઇજિપ્તીયન(Egypt) ફેને કંઈક એવુ કર્યું છે જેના દ્વારા તેણે સૌ કોઈનુ દિલ જીતી લીધું છે. પ્રોફેસરે સોશિયલ મીડિયા પર ઇજિપ્તમાં તેમની સાથે બનેલી એક રસપ્રદ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

તમે શાહરૂખ ખાનના દેશના છો ને ?

અશોકા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર અશ્વિની દેશપાંડેએ ટ્વિટર પર તેમની ઇજિપ્તની મુલાકાત દરમિયાન એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં તેમને શાહરૂખ ખાનનો એક ચાહક મળ્યો અને તેણે તેમનું દિલ જીતી લીધું. અશ્વિનીએ ટ્વીટમાં લખ્યું કે, મારે ઇજિપ્તમાં ટ્રાવેલ એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવાની જરૂર હતી. પરંતુ ટ્રાન્સફરમાં કંઈક સમસ્યા હતી. આ જોઈને તે વ્યક્તિએ કહ્યું કે, તમે શાહરૂખ ખાનના દેશના છો ને ? મને તમારા ઉપર વિશ્વાસ છે. હું બુક કરીશ, તમે મને પછીથી ચૂકવણી કરી દેજો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

પોતાનો અનુભવ શેર કરતા પ્રોફેસરે જણાવ્યુ કે, વિદેશમાં શાહરૂખ ખાનની લોકપ્રિયતા ખુબ છે. ઘણા લોકો ભારતને તેમના નામથી ઓળખે છે. આ ઘટનાના ઉલ્લેખ સાથે બીજા ઘણા લોકો પણ પોતાનો અનુભવ શેર કરી રહ્યા હતા. અન્ય એક યુઝરે લખ્યું કે ઓહ આ ખૂબ જ ક્યૂટ છે. અમારી સાથે શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. મારો એક મિત્ર છે જે ફ્રાન્સનો છે. તે બોલિવૂડમાં માત્ર શાહરૂખને જ ઓળખે છે, તેને છમ્મકછલ્લો ગાવાનું પસંદ છે પણ તે સોંગને બિલકુલ સમજી શકતો નથી.

તમને જણાવી દઈએ કે, આર્યન ખાનના ડ્રગ્સ કેસ બાદ શાહરૂખ ખાન સોશિયલ મીડિયા અથવા જાહેર સ્થળો પર ભાગ્યે જ જોવા મળે છે. જો કે, તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે તે શૂટ પર પાછો ફર્યો છે, તેણે લાંબા સમયથી પેન્ડિંગ ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. છેલ્લે તે 2018માં આનંદ એલ રોયની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. તેમાં અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં હતા.

આ પણ વાંચો : SS રાજામૌલીની ‘RRR’ બાદ પ્રભાસની ‘રાધે શ્યામ’ પણ પોસ્ટપોન થશે? મેકર્સે આપ્યો આ જવાબ

Next Article