ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમ વખત 15 કરોડના ખર્ચે તૈયાર થયેલી ફિલ્મ RADO

નિર્માતાઓએ 'રાડો'નું ઑફિશિયલ ટ્રેલર (Movie Trailer) રિલીઝ કર્યું છે અને તેને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ પણ મળ્યો છે. ટ્રેલરમાં મર્ડર અને પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો હતો.

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમ વખત 15 કરોડના ખર્ચે તૈયાર થયેલી ફિલ્મ RADO
RADO Movie Poster
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Jul 18, 2022 | 8:29 PM

ગુજરાતી ફિલ્મના (Gujarati Film Industries) જગતમાં  એક્શનથી ભરપૂર થ્રિલર એપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘રાડો’ હાલ ચર્ચામાં છે.  22 જુલાઇના રોજ ગુજરાત સહિત દેશભરમાં રીલિઝ થઇ રહેલી ફિલ્મ રાડો (RADO) એક્શન પેક્ડ થ્રિલર છે. હાલમાં ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મ ‘રાડો’ના મેકર્સ વિવિધ  માધ્યમથી ફિલ્મને પ્રમોટ કરી રહ્યાં છે.  ફિલ્મ ‘નાડી દોષ’ (Nadi Dosh) ને મળેલા જબરજસ્ત પ્રતિસાદ પછી, દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક હવે તેમના આગામી રાજકીય ફિલ્મ ‘રાડો’ (RADO)દ્વારા દર્શકોનું મનોરંજન કરશે. નિર્માતાઓએ ‘રાડો’નું ઑફિશિયલ ટ્રેલર (Movie Trailer) રિલીઝ કર્યું છે અને તેને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ પણ મળ્યો છે. ટ્રેલરમાં મર્ડર અને પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો હતો.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક

થોડા સમય પહેલા અમદાવાદમાં બિગેસ્ટ બાઇક સ્ટાઇલિંગ શો યોજાયો હતો, જેમાં ફિલ્મના કલાકારો યશ સોની, હિતુ કનોડિયા, હિતેન કુમાર, ભરત ચાવડા, નિલમ પંચાલ, દેવર્શી શાહ, ચેતન દૈયા અને તર્જની ભાડલા સહિત ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ ઉપસ્થિત રહ્યાં હતા.

લોકશાહીની વ્યાખ્યા પ્રમાણે  ‘લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી’ના વિષય વસ્તુ સાથે અનોખી કહાની ધરાવતી એક્શનથી ભરપુર થ્રિલર અપકમિંગ મલ્ટિસ્ટાર ગુજરાતી ફિલ્મ ‘રાડો’ થિયેટરમાં રજૂ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક તરીકે માનવામાં આવી રહી છે. ફિલ્મ ‘રાડો’ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અને દિગ્ગજ કલાકારો એક સાથે જોવા મળશે.

ફિલ્મના ટ્રેલરને લોકો તરફથી ખૂબ જ સારો મળી રહ્યો છે, ત્યારે મેકર્સ દ્વારા દર્શકો માટે મોસ્ટ વોચ્ડ યાદીમાં સમાવિષ્ટ ફિલ્મ ‘રાડો’ની રીલિઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે, જે 22 જુલાઇના રોજ સમગ્ર ભારતમાં રીલિઝ કરવામાં આવશે. શુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને અનંતા બિઝનેસકોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે બિગ બોક્સ સીરિઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘રાડો’ એક્શનથી ભરપુર થ્રિલર છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati