સલમાન ખાને આ 5 ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી, પછી આ ફિલ્મો શાહરુખ ખાને સાઈન કરી અને પડદા પર થઈ ગઈ સુપરહિટ!
બોલિવુડના હિટ સ્ટાર શાહરૂખ ખાને ઘણી એવી ફિલ્મો કરી છે જેને આજે પણ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. ઘણાં ઓછા લોકોને ખબર હશે કે આ ફિલ્મોને શાહરૂખ ખાનના પહેલા સલમાન ખાનને ઓફર કરવામાં આવી હતી, જેને સલમાન ખાને કરવાનો ઈનકાર કર્યો હતો. આ ફિલ્મોમાં શાહરૂખની એકટિંગ જોઈને ફેન્સ અત્યારે સુધીનું શાનદાર પરર્ફોમન્સ કહે છે. […]
બોલિવુડના હિટ સ્ટાર શાહરૂખ ખાને ઘણી એવી ફિલ્મો કરી છે જેને આજે પણ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
ઘણાં ઓછા લોકોને ખબર હશે કે આ ફિલ્મોને શાહરૂખ ખાનના પહેલા સલમાન ખાનને ઓફર કરવામાં આવી હતી, જેને સલમાન ખાને કરવાનો ઈનકાર કર્યો હતો. આ ફિલ્મોમાં શાહરૂખની એકટિંગ જોઈને ફેન્સ અત્યારે સુધીનું શાનદાર પરર્ફોમન્સ કહે છે.
‘દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે’
90ની બ્લોકબાસ્ટર ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે’ શાહરૂખથી પહેલા સલમાન ખાનને ઓફર કરવામાં આવી હતી. સલમાને આ ફિલ્મને એવું કહીને રીજેકટ કરી હતી કે તેને લંડનના લવર બોય બનવામાં કોઈ ખાસ રસ નથી. ત્યારબાદ આ ફિલ્મ આમિર ખાનને ઓફર કરવામાં આવી તેને પણ રીજેકટ કરી છેલ્લે આ ફિલ્મ શાહરૂખ ખાનને આપવામાં આવી. આ ફિલ્મથી આદિત્ય ચોપડાએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
‘કલ હો ના હો’ શાહરૂખની હિટ ફિલ્મ ‘કલ હો ના હો’ માં કિંગ ખાનની સાથે સલમાન ખાનને કાસ્ટ કરવાનો હતો પણ દંબગ ખાન સપોર્ટીંગ રોલ કરવા નહોતા માંગતા. કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ માં પણ તેમની સ્ક્રીનીંગ ટાઈમ જોઈને તેમને સપોર્ટીંગ રોલ કરવાની ના કહી હતી. તે પછી આ રોલ સૈફ અલી ખાનને ઓફર કરવામાં આવ્યો જ્યારે ફિલ્મ રીલીજ થઈ તો તેમના પાત્રને લોકોએ ખુબ પસંદ કર્યું.
‘ચક દે ઈન્ડીયા’ શાહરૂખ ખાનની શાનદાર ફિલ્મોમાંથી એક ‘ચક દે ઈન્ડીયા’ ફિલ્મે તેમના કરીયરની ખુબ પ્રશંસા કરી હતી. ‘ચક દે ઈન્ડીયા’ માં શાહરૂખથી પહેલા સલમાન ખાનને ઓફર કરી હતી પણ તે વખતે તે વ્યસ્ત હોવાના કારણે આ ફિલ્મ તેમના હાથથી નીકળી ગઈ. જ્યારે આ ફિલ્મ રીલીજ થઈ તો લોકો શાહરૂખની દમદાર એકટિંગને ખુબ પસંદ કરી હતી.
‘જોશ’ ફિલ્મ ‘જોશ’ માં શાહરૂખનું પાત્ર ભલે લોકોને ખુબ પસંદ પડયું હોય પણ આ ફિલ્મ સૌથી પહેલા સલમાનને ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મ રીજેકટ કરવાનું કારણ એશ્વર્યા રાય બચ્ચન છે. શાહરૂખ ફિલ્મમાં એશ્વાર્યાના ભાઈ હતા તેવામાં સલમાન એશ્વાર્યાના ભાઈ બનવા નહોતા માંગતા એટલે આ ફિલ્મ શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવી.
‘બાજીગર’ ફિલ્મ ‘બાજીગર’ માં શાહરૂખનો વિલનનો રોલ લોકોને ખુબ ગમ્યો હતો. પણ આ ફિલ્મ સૌથી પહેલા સલમાનને ઓફર કરવામાં આવી હતી. પણ સલમાન નેગેટિવ રોલ કરવા નહોતા માંગતા એટલે તેમને આ ફિલ્મ રીજેકટ કરી હતી. ત્યારે શાહરૂખ ખાને ફિલ્મના પાત્રને એક પડકાર તરીકે લીધો અને ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી.
[yop_poll id=1523]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]