AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લવ રંજનના સેટ પર લાગેલી આગમાં ફાયરબ્રિગેડના જવાનનું મોત, ડિરેક્ટર સામે FIR સહીત 50 લાખના વળતરની માગ

ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં લાગેલી આગમાં ફિલ્મ ડાયરેક્ટર લવ રંજનની (Film director Luv Ranjan) ફિલ્મનો સેટ બળીને ખાખ થઈ ગયો છે. તે ઓપન એર સ્ટુડિયો હતો, જેમાં આગ લાગવાથી એકનું મોત થયું છે.

લવ રંજનના સેટ પર લાગેલી આગમાં ફાયરબ્રિગેડના જવાનનું મોત, ડિરેક્ટર સામે FIR સહીત 50 લાખના વળતરની માગ
fire at chitrakoot ground
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 7:48 AM
Share

મુંબઈના (Mumbai) અંધેરીમાં ‘ચિત્રકૂટ ગ્રાઉન્ડ’ ખાતેના સેટ પર 29 જુલાઈ, 2022 ના રોજ આગ ફાટી નીકળી હતી, જેમાં 1 ફાયર ફાઈટરનું મૃત્યુ થયું હતું અને 6 અન્ય ઘાયલ થયા હતા. આગમાં ગંભીર રીતે ઘાયલ મનીષને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મનીષ 32 વર્ષનો હતો. હવે વેસ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ અને વોકી ટોકી એટેન્ડન્ટ, ફાયર ફાઈટર એસોસિએશને આ ઘટના પર સખત વિરોધ દર્શાવ્યો છે. આ એસોસિએશન દ્વારા માત્ર વિરોધ જ નહીં કેટલીક માંગણીઓ પણ રાખવામાં આવી છે.

પરિવારની મદદની માગ

અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ અને વોકી ટોકી એટેન્ડન્ટ, ફાયર ફાઈટર એસોસિએશને આ ઘટના માટે જવાબદાર એવા ચિત્રકૂટ સ્ટુડિયોના માલિક અને નિર્માતા લવ રંજન વિરુદ્ધ  કલમ 304 હેઠળ FIR દાખલ કરવાની અને આ આગમાં મૃત્યુ પામેલા મનીષ દેવાસીના પરિવારને 50 લાખ અને પરિવારના એક વ્યક્તિને જીવનભર મહિનાના 15 હજાર રૂપિયા આપવાની માંગણી કરી છે. આથી આ યુનિયન સોમવાર, 1 ઓગસ્ટે કામગાર ભવન, બાંદ્રા ખાતે લેખિત ફરિયાદ પણ કરવા જઈ રહ્યું છે. એસોસિએશન વતી તમામ ફાયર ફાઈટરોને મનીષને ન્યાય અપાવવા માટે એકસાથે આવવા અપીલ કરવામાં આવી છે.

આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી

તમને જણાવી દઈએ કે, આગ લાગવાનું હજુ સુધી કોઈ કારણ સામે આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ પંડાલમાં રાખવામાં આવેલા લાકડાના સામાનને કારણે લાગી છે. પરંતુ કેટલાક લોકો આ આગ માટે સેટ લગાવનાર કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી રહ્યા છે. દોઢ વર્ષ પહેલા ગોરેજાં વેસ્ટના બાંગુર નગરમાં બનેલી ફિલ્મના સેટ પર આગ લાગી હતી અને આ સેટ પણ આ જ કોન્ટ્રાક્ટરે બનાવ્યો હતો.

ગાઈડલાઈન અંગે સખ્તી નથી ?

ફિલ્મના સેટમાં ક્યાંય પણ આગ લાગે તે પહેલા પ્રોડક્શન હાઉસે તેમને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ માર્ગદર્શિકામાં ફાયર સેફ્ટીના નિયમો પણ સામેલ છે. જ્યારે આ તમામ દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે છે, ત્યારે તેમને તપાસવામાં આવે છે અને શૂટ કરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી સ્ટુડિયો અને શૂટિંગ સેટ પર આગ લાગવાના બનાવોને જોતા આ ચેકિંગ કયા આધારે કરવામાં આવે છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">