Filmfare Awards 2024: ગાંધીનગરમાં બોલિવુડ સ્ટાર્સની ગ્લેમર્સ એન્ટ્રી, એનિમલ-સેમ બહાદુરે એવોર્ડ જીત્યા
દર વર્ષે ફેન્સ ફિલ્મફેર એવોર્ડની રાહ જોતા હોય છે. વર્ષ 2024માં તેનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું સ્થળ ગાંધીનગર, ગુજરાત ખાતે રાખવામાં આવ્યું હતું. વર્ષ 2023માં સિનેમા જગતમાં શ્રેષ્ઠ કામ કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. એનિમલ, જવાન અને સામ બહાદુર જેવી ફિલ્મો જીતી હતી.
ફિલ્મફેર એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સ્થળ ગાંધીનગર, ગુજરાતમાં રાખવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ઘણી એક્ટિવિટી જોવા મળી હતી. જાન્હવી કપૂર, કરણ જોહર, કરિશ્મા તન્ના, આચાર્ય ગણેશ અને નુસરત ભરૂચા સહિતના ઘણા સ્ટાર્સે આ શોમાં ભાગ લીધો હતો અને ખૂબ જ સારો સમય પસાર કર્યો હતો.
આ પ્રસંગે જાહ્નવી કપૂર પણ બ્લેક ગાઉનમાં જોવા મળી હતી. તેઓએ રેમ્પ વોકથી મેહફિલ લૂટી લીધી હતી. એવોર્ડ સમારોહની વાત કરીએ તો આ વખતે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ અને વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુરને એવોર્ડ મળ્યો છે. નુસરત ભરૂચાએ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ સિવાય શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને બેસ્ટ VFX એવોર્ડ આપવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 28, 2024 08:01 PM