AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘The Kashmir Files’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને મળી રહી છે ધમકીઓ, Y કેટેગરીની અપાઈ સુરક્ષા

Y Category Security: વિવેક અગ્નિહોત્રીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી હતી કે પાકિસ્તાન અને ચીનની બાજુમાં બેઠેલા લોકોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

'The Kashmir Files'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને મળી રહી છે ધમકીઓ, Y કેટેગરીની અપાઈ સુરક્ષા
The Kashmir files, (film poster)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 12:53 PM
Share

ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના (The Kashmir Files) દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને (Vivek Agnihotri) સરકારે Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત મોટો બિઝનેસ કરી રહી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મમાં કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) પર થયેલા અત્યાચારની કહાની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમા બતાવી છે. આ ફિલ્મ રજૂ થયા બાદ ફરી એકવાર સમગ્ર દુનિયાની સામે કાશ્મીરી પંડિતો પરના અત્યાચારનુ સત્ય સામે આવ્યું છે, કે કેવી રીતે આતંકવાદીઓએ ત્યાં પેઢીઓથી સ્થાયી થયેલા કાશ્મીરી પંડિતોને બંદૂકની અણી પર રાતોરાત નિરાશ્રિત બનાવી દીધા હતા.

લોકો તરફથી ફિલ્મને બહોળો પ્રતિસાદ

મોટા પડદા પર ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ જોયા પછી એ લોકોને પણ કાશ્મીરમાં થયેલા ભયાનક નરસંહારની ખબર પડી. અત્યાર સુધી કાશ્મીરના પંડિતો મીડિયા અને પ્રદર્શનો દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કરતા હતા, પરંતુ વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ બનાવીને હિંસાની વાર્તાને ઘરે-ઘરે લોકો સુધી પહોંચાડી છે. કાશ્મીરી આતંકવાદી દળોનો પર્દાફાશ કર્યો છે. જે બાદ કાશ્મીરીયત અને કાશ્મીરમાં શાંતિની વાત કરનારા બે મોઢાવાળા લોકોમાં એટલી ઈર્ષ્યા થઈ ગઈ છે કે મુઠ્ઠીભર લોકોના ઈશારે વિવેક અગ્નિહોત્રીને ધમકી આપી રહ્યા છે.

ભાજપના રાજ્યોમાં ટેક્સ ફ્રી ફિલ્મ

ભાજપે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે અને લોકો આ ફિલ્મ જોવા માટે સતત ટિકિટ બુક કરાવી રહ્યા છે. 7 દિવસમાં 97 કરોડ રૂપિયાની કમાણી કરીને આ ફિલ્મ બ્લોકબસ્ટર બની ગઈ છે અને આજે માનવામાં આવી રહ્યું છે કે તે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.

પીએમ મોદીને મળ્યા

ફિલ્મની ટીમ વડાપ્રધાન મોદીને મળી હતી અને પીએમને તેમની ફિલ્મ વિશે જણાવ્યું હતુ. આ ઉપરાંત ફિલ્મની ટીમ ગૃહમંત્રી અમિત શાહને પણ મળી હતી. વિવેકે તેમને મળી રહેલી ધમકીઓ વિશે સરકારમાં ટોચના સ્તરે બેઠેલા લોકોને જાણ કરી હતી. જે બાદ મામલાની ગંભીરતાને સમજીને સરકારે તેમને સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ

Truth About Kashmir Files: જાણો 32 વર્ષ પહેલા શું બન્યુ હતું કાશ્મીરી પંડિતો સાથે, તેમની હિજરત માટે કોણ હતું જવાબદાર?

આ પણ વાંચોઃ

Holi 2022 : આ બોલિવૂડ ફિલ્મોમાં હોળીનો તહેવાર ટર્નિંગ પોઈન્ટ બન્યો, એક સીનએ આખી સ્ટોરી બદલી નાખી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">