બાઈકની નંબર પ્લેટના ગેરકાયદે ઉપયોગ મામલે વિક્કી કૌશલની વધી શકે છે મુશ્કેલી, ફરિયાદ થઇ દાખલ

બાઈકની નંબર પ્લેટના ગેરકાયદે ઉપયોગ મામલે વિક્કી કૌશલની વધી શકે છે મુશ્કેલી, ફરિયાદ થઇ દાખલ
vicky kaushal ( File photo)

વિક્કી કૌશલ આ દિવસોમાં સારા અલી ખાન સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટા વાયરલ થતા જ તે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 02, 2022 | 11:57 AM

વિક્કી કૌશલ (Vicky Kaushal) હાલ મુશ્કેલીમાં છે. ઈન્દોરના એક વ્યક્તિએ એક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિનો દાવો છે કે વિક્કીએ ફિલ્મના સીન માટે બાઇકનો ઉપયોગ કર્યો છે અને તે બાઇક પરની નંબર પ્લેટ તેની છે. આ ફરિયાદ ત્યારે નોંધવામાં આવી છે જ્યારે સેટ પરથી વિક્કી અને સારા અલી ખાનના (Sara Ali Khan) ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, ફરિયાદીએ કહ્યું, “ફિલ્મમાં એક સીનમાં બાઇક પર જે નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મારી છે. મને ખબર નથી કે ફિલ્મના યુનિટને આ વિશે ખબર છે કે નહીં, પરંતુ તે ગેરકાયદેસર છે. તેઓ મારી પરવાનગી વિના મારી નંબર પ્લેટનો ઉપયોગ કરી શકતા નથી. મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  આપી છે. આ મામલે કાર્યવાહી થવી જોઈએ.

સબ-ઇન્સ્પેક્ટરે કહ્યું કે, અમને ફરિયાદ મળી છે. અમે જોઈએ છીએ કે નંબર પ્લેટનો ગેરકાયદેસર ઉપયોગ થયો છે કે નહીં. જો ખરેખર નંબર પ્લેટનો દુરુપયોગ થયો હશે તો અમે મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરીશું. જો ફિલ્મ યુનિટ ઈન્દોર છે તો અમે તેમની પૂછપરછ કરીશું.

આ ફિલ્મમાં સારા સાથે જોવા મળશે

જો કે, ફરિયાદ કરનાર વ્યક્તિએ કેટલાક ફોટોગ્રાફર્સ પણ શેર કર્યા છે જેમાં તેની લાયસન્સ પ્લેટનો નંબર છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે વિક્કી અને સારાના કેટલાક ફોટા વાયરલ થયા હતા જે બંનેની આગામી ફિલ્મના હતા. આ દરમિયાન સારા અને વિક્કી ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા. બંને ઈન્દોરની ગલીઓમાં શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. સારા ભારતીય લૂકમાં પણ જોવા મળી હતી અને તેના માથામાં સિંદૂર પણ જોવા મળ્યું હતું.

હવે જોઈએ કે આ કેસમાં શું થાય છે અને ફિલ્મ કે અભિનેતા સામે શું કાર્યવાહી થાય છે. તમને જણાવી દઈએ કે વિક્કીએ કેટરીના કૈફ સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે શૂટિંગમાંથી બ્રેક લીધો હતો અને તે મુંબઈ આવ્યો હતો. નવા વર્ષની ઉજવણી કર્યા પછી વિક્કી 1 જાન્યુઆરીની સાંજે કામ પર પરત ફર્યો હતો.

રસપ્રદ વાત એ છે કે કેટરિના પોતે વિક્કીને ડ્રોપ કરવા એરપોર્ટ ગઈ હતી. આ દરમિયાન બંને એક જ રંગના આઉટફિટ પહેરેલા જોવા મળ્યા હતા. હવે વિક્કી કામ પર ગયા બાદ કેટરીના પણ તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. આ ફિલ્મ સિવાય વિક્કી સામ બહાદુર અને શશાંક ખેતાનની ફિલ્મ ગોવિંદા નામ મેરામાં પણ જોવા મળશે. તે જ સમયે, કેટરિના કૈફ તેની આગામી ફિલ્મ હેપ્પી ન્યૂ યરનું શૂટિંગ શરૂ કરવાની છે.

આ પણ વાંચો : Pushpa : The Rise: અલ્લુ અર્જુનની ‘પુષ્પા’એ બોક્સ ઓફિસ પર બનાવ્યો નવો રેકોર્ડ, ફિલ્મની વિશ્વભરની કમાણી 300 કરોડને પાર

આ પણ વાંચો : Viral Video : લપસણી પર ક્યૂટ બિલાડી કરવા લાગી મસ્તી, વિડીયો જોઈને યાદ આવી જશે બાળપણના દિવસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati