AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatima Sana Shaikh એ કર્યો તેમના ભૂતકાળ વિશે ખુલાસો, કહ્યું- મુશ્કેલ છે ખરાબ સંબંધોમાંથી બહાર આવવું

ફાતિમા સના શેખે તાજેતરમાં તેના ભૂતકાળ વિશે કેટલાક ઘટસ્ફોટ કર્યા છે. ફાતિમાએ કહ્યું કે તે ખરાબ રિલેશનમાં રહી ચુકી છે.

Fatima Sana Shaikh એ કર્યો તેમના ભૂતકાળ વિશે ખુલાસો, કહ્યું- મુશ્કેલ છે ખરાબ સંબંધોમાંથી બહાર આવવું
Fatima Sana Shaikh
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 25, 2021 | 4:03 PM
Share

ફાતિમા સના શેખ (Fatima Sana Saikh) તેમના અંગત જીવન વિશે વધુ વાત કરતી નથી, પરંતુ તાજેતરમાં તેમણે તેમના ભૂતકાળ વિશે વાત કરી છે. ફાતિમાએ ખુલાસો કર્યો છે કે તે ખરાબ રિલેશનશિપમાં રહી હતી. તાજેતરમાં જ અજીબ દાસ્તાનનાં પ્રમોશન દરમિયાન ફાતિમાએ આ વિશે જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ લુડો (Ludo) માં ફાતિમાએ પિંકીની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં પિંકી તેમના પતિને જેલમાંથી બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કરે છે, જેનું કોઈ બીજા સાથે અફેર હોય છે. તો પોતાને તે પાત્ર સાથે સરખામણી કરતા ફાતિમાએ કહ્યું કે, હું તેવી નથી. કોઈ મારી સાથે આવું વર્તન કરે તો થપ્પડ મારી દઉં.

જોકે ફાતિમાએ એમ પણ કહ્યું હતું કે આ બધું કહેવું સહેલું છે, પરંતુ તેમ કરવું એટલું જ મુશ્કેલ છે. પોતાના ભૂતકાળને યાદ કરીને ફાતિમાએ કહ્યું કે તે પણ એક ટોક્સિક રિલેશનશિપમાં રહી છે. અભિનેત્રીએ કહ્યું, “હા તે કહેવુ સરળ હોય છે કે આપણે તે કરીશું, આમ કરીશું, પરંતુ જ્યારે તમે તે સ્થિતિમાં હોવ ત્યારે તે સમજવું ખૂબ મુશ્કેલ છે કે તે સ્ત્રી શું સામનો કરી રહી છે .” ખાસ કરીને તેમના માટે ખૂબ મુશ્કેલ હોય છે, જે કામ નથી કરી રહી અને આર્થિક રીતે તેમના પતિ પર નિર્ભર છે. ખરાબ લગ્નજીવનમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. ‘

તમને જણાવી દઈએ કે ફાતિમાએ બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ પછી, તેમને આમિર ખાનની ફિલ્મ દંગલથી લોકપ્રિયતા મળી. દંગલ બાદ તે ઠગ્સ ઓફ હિંદુસ્તાન, લુડો, સૂરજ પે મંગલ ભારી અને આકાશ વાણીમાં જોવા મળી હતી. હવે ફાતિમા જલ્દી અજીબ દાસ્તાન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં ફાતિમા ઉપરાંત જયદિપ આહલાવત, અદિતિ રાવ હૈદરી, માનવ કૌલ અને કોંકણા સેન શર્મા મુખ્ય ભૂમિકામાં છે.

ફાતિમા પહેલા ભૂત પોલીસનો પણ ભાગ હતી, પરંતુ ત્યારબાદ અભિનેત્રીને રિપ્લેસ કરવામાં આવી. ફાતિમાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને આ વિશે ખરાબ નથી લાગ્યું.

કાસ્ટિંગ કાઉચ પર કર્યો હતો ખુલાસો

ફાતિમાએ કાસ્ટિંગ કાઉચ વિશે થોડા દિવસો પહેલા મોટો ખુલાસો કર્યો હતો. ફાતિમાએ કહ્યું હતું કે કેટલાક નિર્દેશકોની માંગ ન સ્વીકારવાના કારણે તેમની પાસેથી ઘણી ફિલ્મો છીનવાઇ હતી. ફાતિમાએ કહ્યું હતું કે ‘મને કહેવામાં આવ્યું હતું કે તમને ત્યારે જ કામ આપશું જ્યારે તમે અમારી માંગણી પૂરી કરશો. મેં તે કરવાની ના પાડી અને તે પછી મને કામ આપવામાં આવ્યું નહીં. મારી પાસેથી ઘણા પ્રોજેક્ટ્સ છીનવાઈ ગયા. મેં કેટલીક ફિલ્મ્સનું શૂટિંગ પણ શરૂ કર્યું હતું, પરંતુ તે પછી મને ફિલ્મની વચ્ચેથી બહાર કરી દેવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">