The Kapil Sharma Show: ભારતી અને કૃષ્ણા બાદ હવે આ સ્ટારે છોડ્યો ધ કપિલ શર્મા શો, જાણો શું હતુ કારણ?
કપિલ શર્મા શોના ઘણા કલાકારોએ કેટલાક કારણોસર શો છોડી દીધો છે. ત્યારે શોમાં થતા કેટલાક મતભેદોને કારણે તો કેટલાકે તેમના કામના ભારણના કારણે શો અધ વચ્ચે જ છોડી દીધો છે.
પોપ્યુલર કોમેડી ધ કપિલ શર્મા શો ઘણા સમયથી દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યો છે. દરેક નવી સીઝન સાથે, નવા કલાકારો શોમાં જોડાય છે અને ચાહકોના હૃદયમાં સ્થાન બનાવે છે. પરંતુ આ શોમાં ઘણી વખત જોવા મળ્યું છે કે કલાકારો કેટલાક કારણોસર શોને અધવચ્ચે જ છોડી દે છે. ત્યારે સોની ટીવી પરના ધ કપિલ શર્મા શોમાં પણ આ સ્થિતિ જોવા મળી છે. આ અગાઉ અન્ય કલાકારો પણ શો છોડી ચૂક્યા છે. ત્યારે ધ કપિલ શર્મા શોમાં પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કરનાર સિદ્ધાર્થ સાગરે પણ શોને અલવિદા કહી દીધુ છે.
સિદ્ધાર્થે છોડ્યો ધ કપિલ શર્મા શો
કપિલ શર્મા શોના ઘણા કલાકારોએ કેટલાક કારણોસર શો છોડી દીધો છે. ત્યારે શોમાં થતા કેટલાક મતભેદોને કારણે તો કેટલાકે તેમના કામના ભારણના કારણે શો અધવચ્ચે જ છોડી દીધો છે. પરંતુ સિદ્ધાર્થ સાગરે અચાનક શો કેમ છોડી દીધો તેની માહિતી સામે આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ સિદ્ધાર્થે પૈસાના કારણે શો છોડી દીધો છે. તેણે શોના નિર્માતાઓને તેની ફી વધારવાની માગ કરી હતી, પરંતુ નિર્માતાએ તેની વાત પર ધ્યાન આપ્યું ન હતું. આ કારણે સિદ્ધાર્થે શો છોડવાનું મન બનાવી લીધું અને તે શો છોડીને દિલ્હી ચાલ્યો ગયો હોવાની માહિતી મળી રહી છે.
View this post on Instagram
સિદ્ધાર્થ દિલ્હી પાછો ફર્યો
સિદ્ધાર્થ સાગર લાંબા સમયથી શો સાથે સંકળાયેલો હતો અને અલગ-અલગ પાત્રો ભજવતો હતો. તે સેલ્ફી મૌસી, ઉસ્તાદ ઘરછોડદાસ, ફનવીર સિંહ અને સાગર પાગલેતુ જેવા રસપ્રદ શો ભજવતો હતો. ચાહકોને પણ તેના પાત્રો ખૂબ પસંદ આવ્યા. જણાવી દઈએ કે કપિલ શર્મા શો છોડવાની સાથે સિદ્ધાર્થ પણ મુંબઈ છોડીને દિલ્હી પરત આવી ગયો છે. તેણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શોમાં પરત ફરવા અંગે અત્યારે તે કંઈ કહી શકે તેમ નથી.
શોમાં ગેંગ્સ ઓફ વાસેપુરની ટીમ આવી હતી
ધ કપિલ શર્મા શો વિશે વાત કરીએ તો, ગેંગ્સ ઓફ વાસેપુરની કાસ્ટ તાજેતરમાં જ શોમાં જોવા મળી હતી. બે એપિસોડમાં, કલાકારોએ ફિલ્મના 10 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી અને શો વિશે રસપ્રદ વસ્તુઓ શેર કરી હતી. પંકજ ત્રિપાઠી, પીયૂષ મિશ્રા, મનોજ બાજપેયી, હુમા કુરેશી અને ફિલ્મના દિગ્દર્શક અનુરાગ કશ્યપ પણ આ શોમાં હાજરી આપી હતી.