બોલીવુડ સેલેબ્સ સાથે લિંક્સ ધરાવતો ડ્રગ પેડલર રાહિલ વિશ્રામ નાર્કોટિક્સ વિભાગના શકંજામાં 

|

Sep 18, 2020 | 6:42 PM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી), મુંબઇની ટીમે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં, રાહીલ વિશ્રામને  1 કિલો ચરસ સાથે ઝડપી પાડ્યો છે. રાહીલ વિશ્રામના નિવાસસ્થાનમાંથી, એનસીબીએ રૂપિયા 4.5 લાખની રોકડ પણ કબજે કરી છે. એનસીબીના જણાવ્યા મુજબ, રાહિલ વિશ્રામ સીધા, અન્ય પેડલર્સ સાથે જોડાયેલ છે. જેમને સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલે નામ આપવામાં આવ્યું છે. રાહિલ વિશ્રામ […]

બોલીવુડ સેલેબ્સ સાથે લિંક્સ ધરાવતો ડ્રગ પેડલર રાહિલ વિશ્રામ નાર્કોટિક્સ વિભાગના શકંજામાં 

Follow us on

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી), મુંબઇની ટીમે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં, રાહીલ વિશ્રામને  1 કિલો ચરસ સાથે ઝડપી પાડ્યો છે. રાહીલ વિશ્રામના નિવાસસ્થાનમાંથી, એનસીબીએ રૂપિયા 4.5 લાખની રોકડ પણ કબજે કરી છે. એનસીબીના જણાવ્યા મુજબ, રાહિલ વિશ્રામ સીધા, અન્ય પેડલર્સ સાથે જોડાયેલ છે. જેમને સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલે નામ આપવામાં આવ્યું છે.

રાહિલ વિશ્રામ બોલિવૂડનો એક અગ્રણી ડ્રગ સપ્લાયર છે.

ગુરુવારે રેડ કરવામાં આવેલા ઓપરેશન બાદ રાહિલ વિશ્રામની અટકાયત કરવામાં આવી હતી. આ રેડ ગુરુવાર થી લઈ શુક્રવારની સવાર સુધી મુંબઈના અલગ-અલગ ઠેકાણે ચાલતી રહી હતી.  રાહિલ વિશ્રામ બોલિવૂડનો એક અગ્રણી ડ્રગ સપ્લાયર છે.

ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમે, રિયા ચક્રવર્તી અને અન્ય સાથે સંબંધિત કેસની તપાસ કરતા, રાહિલ વિશ્રામની વિગતો મળી હતી. અને રાહિલના તાર સીધા બોલીવૂડ હસ્તીઓ નેટવર્કથી જોડાયેલ છે. એનસીબીએ મુંબઈના વર્સોવા સ્થિત તેના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા અને તેની શોધખોળ હાથ ધરી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

એનસીબીની ટીમે હિમાચલ પ્રદેશની મલાના ક્રીમ તરીકે ઓળખાતી ઉચ્ચ ગુણવત્તાની હશિશ (કેનાબીસ) કબજે કરી છે. એક કિલો હશિશની કિંમત લગભગ ૩-૪ કરોડ રૂપિયાની છે. રાહુલ વિશ્રામના નિવાસસ્થાનમાંથી એનસીબી ટીમે સાડા ચાર લાખ રૂપિયા રોકડા પણ કબજે કર્યા છે.

રાહિલનો બોસ છે બોલીવુડની એક મોટી હસ્તી 

પ્રાથમિક પૂછપરછ દરમિયાન રાહીલે ખુલાસો કર્યો છે કે તેનો બોસ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને તે બોલીવુડની હસ્તીઓમાં હાઈ-એન્ડ મલાના ક્રીમનો સૌથી મોટો સપ્લાયર છે. એનસીબીએ હવે રાહિલના બોસને પકડવાની કવાયત શરૂ કરી છે.

વાનખેડે અને તેની ટીમ હાલમાં રાહીલ વિશ્રામ દ્વારા તેના બોસને પકડવા માટે તૈયારી કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે રાહિલ વિશ્રામ અને તેના સાહેબની ધરપકડ બોલીવુડમાં માદક દ્રવ્યોના ઓપરેશનો અને ડ્રગ સપ્લાય ચેઇનને મોટો ફટકો હશે. અને એનસીબી માટે આ કેસમાં મોટી સફળતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:42 pm, Fri, 18 September 20

Next Article