AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendraએ અત્યાર સુધી સંભાળી રાખી છે તેમની પહેલી કાર ફિયાટ, જાણો તેમણે કેટલામાં ખરીદી હતી આ કાર

અભિનેતા ધર્મેન્દ્રએ પોતાની પ્રથમ કારનો વીડિયો સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શેર કર્યો છે.

Dharmendraએ અત્યાર સુધી સંભાળી રાખી છે તેમની પહેલી કાર ફિયાટ, જાણો તેમણે કેટલામાં ખરીદી હતી આ કાર
Dharmendra
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 12:05 AM
Share

અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra)એ પોતાની પ્રથમ કારનો વીડિયો સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે શેર કર્યો છે. ધર્મેન્દ્રની પ્રથમ કાર બ્લેક કલરની ફિયાટ કાર છે, જે તેમણે માત્ર 18 હજાર રૂપિયામાં ખરીદી હતી. વીડિયોમાં જોવા મળે છે કે ધર્મેન્દ્રએ પોતાની પહેલી કારને એવી રીતે રાખી છે કે તે હજુ પણ ચમકી રહી છે. ધર્મેન્દ્રએ કહ્યું કે આ કાર તેના હૃદયની ખૂબ નજીક છે.

ધર્મેન્દ્રએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી વીડિયો ટ્વિટ કરીને લખ્યું, ‘મિત્રો! ફિયાટ… મારી પહેલી કાર અને મારુ પ્યારુ બાળક. આ મારા હૃદયની ખૂબ નજીક છે. એક સંઘર્ષ કરતા યુવાન માટે ઉપર વાળાનાં આશીર્વાદ. વીડિયોમાં ધર્મેન્દ્ર પોતાની કાર પર ખુબ જ પ્રેમથી હાથ રાખતા કહી રહ્યા છે, ‘હેલો મિત્રો .. મારી પહેલી કાર. મેં તેને માત્ર 18 હજારમાં ખરીદી હતી.

તે દિવસોમાં 18 હજાર રૂપિયા મોટી રકમ કહેવાતી હતી. મેં આને સંભાળીને રાખી છે. સારી લાગે છે ને? પ્રાર્થના કરો કે તે હંમેશા મારી સાથે રહે. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાનાં વીડિયો અને ફોટા શેર કરતા રહે છે.

https://twitter.com/aapkadharam/status/1447519911165632515?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1447519911165632515%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.jansatta.com%2Fentertainment%2Fdharmendra-bought-his-first-car-for-18-thousand-shared-video-and-said-it-is-very-close-to-my-heart%2F1871294%2F

ધર્મેન્દ્રના આ ટ્વિટને ઘણા લોકો પસંદ કરી ચુક્યા છે અને ઘણા લોકો રિ-ટ્વીટ કરી ચુક્યા છે. એક યુઝરે તેના ટ્વીટ હેઠળ લખ્યું, તમે જણાવ્યું હતું કે આ કાર કોઈ લઈ ગયું હતું. શું પાછી આવી ગઈ? અન્ય એક યુઝરે લખ્યું, “તમે મહાન છો અને તમારા જેવું નથી કોઈ થયું અને નહીં કોઈ થશે.”

તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ ફૂલ ઓર પત્થર, મેરા ગાંવ મેરા દેશ, સીતા ઓર ગીતા અને શોલે જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેઓ છેલ્લે 2018માં યમલા પાગલા દિવાનામાં મોટા પડદા પર જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધર્મેન્દ્ર હવે ટૂંક સમયમાં ‘અપને 2’ (Apne 2)માં જોવા મળશે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં દેઓલ પરિવારની ત્રણ પેઢીઓ જોવા મળશે. આ સિવાય ધર્મેન્દ્ર ‘રોકી અને રાનીની લવ સ્ટોરી’ (Rocky Aur Rani Ki Prem Kahani) માં પણ જોવા મળશે.

આ પણ વાંચો :- શું સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી કાયમ માટે મુંબઈ છોડી રહી છે શહેનાઝ ગિલ? જાણો શું છે સત્ય

આ પણ વાંચો :- Drugs Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યનને સતીશ માનશિંદે ન અપાવી શક્યા જામીન, હવે આ વકીલ લડશે કેસ

g clip-path="url(#clip0_868_265)">