Drugs Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યનને સતીશ માનશિંદે ન અપાવી શક્યા જામીન, હવે આ વકીલ લડશે કેસ
રિયા ચક્રવર્તી, સંજય દત્ત અને સલમાન ખાન જેવી હસ્તીઓનો કેસ લડનાર વકીલ સતીશ માનશિંદે (Satish maneshinde) આર્યન ખાન (Aryan Khan)નો કેસ લડી રહ્યા હતા. પરંતુ હવે શાહરુખ ખાને (Shahrukh Khan) તેમને વકીલ બદલવાનો નિર્ણય કર્યો છે.
શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને કોર્ટ દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે અને તે હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
આર્યનની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી. પરંતુ તેને જામીન મળી શક્યા નથી. આર્યનનો કેસ સતીશ માનશિંદે (Satish Maneshinde) લડી રહ્યા હતા, હવે શાહરૂખે સતીશ માનશિંદેને બદલવાનો નિર્ણય કર્યો છે. આર્યનની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી, ત્યારબાદ કોર્ટે તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે જામીન માટે સુનાવણી બુધવારે મુંબઈની સેશન્સ કોર્ટમાં થવાની છે. જ્યાં આર્યનનો કેસ સતીશ માનશિંદેને બદલે વકીલ અમિત દેસાઈ લડશે.
કોણ છે અમિત દેસાઈ
અમિત દેસાઈ (Amit Desai) ક્રિમિનલ લોયર છે. તેમણે જ સલમાન ખાનને વર્ષ 2002માં હિટ એન્ડ રન કેસમાં મુક્ત કરાવ્યા હતા. સોમવારે આર્યનની જામીનની અરજી સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં આપવામાં આવી છે જ્યાં કહેવામાં આવ્યું હતું કે અમિત દેસાઈ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનો બચાવ કરશે.
અમિત સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં એક્શનમાં જોવા મળ્યા હતા. તેમણે કોર્ટને કહ્યું કે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. આ બાબતે વહેલી સુનાવણીની જરૂર છે કારણ કે તે તેમના ક્લાયન્ટની વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંબંધિત છે.
NCBએ આપી આ દલીલો
આર્યન ખાનની જામીન અરજી 8 ઓક્ટોબરે ફગાવી દેવામાં આવી હતી. આર્યન ખાનની જામીન અરજીનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ આ મુદ્દે વિરોધ કર્યો હતો કે અતિરિક્ત મુખ્ય મેજિસ્ટ્રેટ દ્વારા જામીન અરજી પર સુનાવણી નથી કરી શકાતી અને આર્યન ખાન પર ડ્રગના ગુનાઓ માટે તેના મિત્રો સાથે કેસ ચાલી રહ્યો છે, જેની વધારેમાં વધારે સજા 3 વર્ષ છે. માત્ર સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ જામીન અરજીઓ પર સુનાવણી કરી શકે છે, જેના માટે સજા 3 વર્ષ કે તેથી વધુ છે.
તમને જણાવી દઈએ કે NCBએ આર્યન ખાનને મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝ પર દરોડા દરમિયાન અટકાયત કરી હતી. કસ્ટડીમાં લીધા બાદ આર્યનની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આર્યનની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે તેના મિત્રો સાથે જેલમાં બંધ છે.
આ પણ વાંચો :- સલમાન ખાનને ‘હિટ એન્ડ રન’ કેસમાં વકીલ અમિત દેસાઈએ અપાવી હતી મુક્તિ, હવે શાહરુખ ખાનના પુત્ર આર્યન માટે કરશે વકીલાત
આ પણ વાંચો :- નાનપણથી જ સાંભળી છે ‘સરદાર ઉધમ’ની વાર્તા, વિક્કી કૌશલે કહ્યું – ટ્રેલર જોઈને ભરાઈ આવી હતી પિતાની આંખો