બેચલર ટ્રીપ પર બહેનપણીઓના કપડાં ધોતી હતી Deepika Padukone, ઘરનું કામ કરે છે જાતે

બેચલર ટ્રીપ પર બહેનપણીઓના કપડાં ધોતી હતી Deepika Padukone, ઘરનું કામ કરે છે જાતે

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે (Deepika padukone) ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટીંગથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે.

Charmi Katira

| Edited By: Kunjan Shukal

Feb 11, 2021 | 7:49 PM

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે (Deepika padukone) ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટીંગથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. તે બોલિવૂડની સૌથી વધુ ફી મેળવનારી અભિનેત્રીઓની યાદીમાં પણ સામેલ થઈ છે. આ સિવાય દીપિકા 50.4 મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતની સૌથી કિંમતી મહિલા સેલિબ્રિટી બની છે. દીપિકાની પ્રોફેશનલ લાઈફ વિશે દરેક લોકો જાણે છે, પરંતુ દીપિકા તેની પર્સનલ લાઈફમાં પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ દીપિકાએ તેની પર્સનલ લાઈફને લઈને જે ખુલાસા કર્યા છે તે જાણીને તમે હેરાન થઈ જશો.

દીપિકા પાદુકોણ ઘરેલુ છે. આ વાત તેના પતિ રણવીર સિંહે(Ranveer singh) એક ઈન્ટરવ્યૂમાં કરી હતી. હાલમાં જ દીપિકા પાદુકોણે તેની નજીકની મિત્ર હિતેશા મહેતાએ પણ ખુલાસા કર્યા હતા. દીપિકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં હિતેશા સાથે રસોઈની સ્પર્ધા કરતી નજરે ચડી રહી છે. આ દરમિયાન હિતેશાએ જણાવ્યું હતું કે, કંઈ રીતે દીપિકાએ બેચલર ટ્રીપમાં બધાના કપડાં ધોતી હતી.

હિતેશાએ કહ્યું- ‘દીપિકા બેચલર ટ્રીપમાં કપડાં ધોવાનું ઝુનુન સવાર હતું કારણ કે તેઓ હંમેશાં કપડાં ધોવા મળતા ના હતા.’વધુમાં કહ્યું હતું કે, ‘તેણી અમારા બધાને તેના કપડાં આપવા દબાણ કરતી હતી, જેથી તે જઈને તેને વોશિંગ મશીનમાં મૂકી શકે. દરરોજ તે દિવસમાં બે વાર કપડા ધોતી હતી. તેના માટે તે ઉત્સાહિત હતી. આ પહેલા રણવીર સિંહ પણ દીપિકા વિશે કંઈક આવું જ કહેતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કે દીપિકા તેના ઘર અને ઓફિસ બંનેનું કામ જાતે કરે છે. રણવીરે એમ પણ કહ્યું હતું કે દીપિકા ખૂબ ઘરેલું છે અને આ માટે પોતાને ખૂબ ભાગ્યશાળી માને છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati