AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 13: ફરાહ ખાને દીપિકાની સામે લીધું બિગ બીનું ઓડિશન, વિડીયો જોઈને તમે પણ હસી પડશો

કૌન બનેગા કરોડપતિ 13 ના આગામી શાનદાર શુક્રવારમાં દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન આવવાના છે. શોમાં આ બંને બિગ બી સાથે મળીને ઘણી મસ્તી કરશે, જેની ઝલક તમે તાજેતરના પ્રોમોમાં જોઈ શકો છો.

KBC 13: ફરાહ ખાને દીપિકાની સામે લીધું બિગ બીનું ઓડિશન, વિડીયો જોઈને તમે પણ હસી પડશો
Deepika padukone and farah khan to be guest of shaandaar shukravar in Kbc 13
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 12:26 PM
Share

કૌન બનેગા કરોડપતિ 13 નો (Kaun Banega Crorepati 13) પ્રથમ શાનદાર શુક્રવાર ખૂબ જ જબરદસ્ત હતો. સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) શોમાં આવ્યા હતા. બંનેએ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે ખૂબ મસ્તી કરી અને શોમાંથી 25 લાખ રૂપિયા પણ જીત્યા. હવે આગામી સપ્તાહનો શાનદાર શુક્રવાર પણ મજેદાર થવા જઈ રહ્યો છે કારણ કે તેમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને ફરાહ ખાન (Farah Khan) જોવા મળશે.

શોમાં દીપિકા અને ફરાહ માત્ર મુશ્કેલ સવાલોના જવાબ જ નહીં આપે પણ બિગ બી સાથે ખૂબ મસ્તી પણ કરશે. બંને શોમાંથી જીતેલા પૈસા સારા કાર્ય માટે દાન કરશે. શોનો પ્રોમો બહાર આવ્યો છે જેમાં બિગ બી ફરાહને ફરિયાદ કરે છે કે તમે અમારી સાથે કામ કરતા નથી. આ પછી, ફરાહ બિગ બીનું ઓડિશન લે છે અને તેમને તેમની ફિલ્મ ઓમ શાંતિ ઓમમાંથી લોકપ્રિય સંવાદ એક ચુટકી સિંદૂરને ફરી ભજવી બતાવાવતા માટે કહે છે.

બિગ બી આ ડાયલોગ બોલે છે, પરંતુ તેમના એન્ગ્રી યંગ મેનની સ્ટાઇલમાં. ત્યારે ફરાહ ફરી બિગ બીને આ સંવાદ બોલવા કહે છે. બિગ બી પછી આ ડાયલોગ બોલે છે અને આ વખતે પણ તેઓ એવી રીતે બોલે છે. આ સાંભળીને દીપિકા અને ફરાહ ખાન તેમનું હાસ્ય રોકી શકતા નથી.

તમને જણાવી દઈએ કે જ્યારે પણ દીપિકા અને ફરાહ સ્ક્રીન પર ભેગા થાય છે, ત્યારે તેમનો જાદુ ફેલાવે છે. બંનેએ આરક્ષણ અને પીકુ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ સિવા હવે બંને ફરી એક વાર સાથે કામ કરવા જઇ રહ્યા છે, જેનું નામ ધ ઇન્ટર્ન છે. આ એક હોલીવુડ ફિલ્મની રિમેક છે.

આ ફિલ્મ અંગે દીપિકાએ કહ્યું હતું કે, ‘ઇન્ટર્ન ફિલ્મ એક કાર્યસ્થળની આસપાસ ફરે છે. આ ફિલ્મ આજના સમયના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણને પ્રતિબિંબિત કરે છે. હું લાંબા સમયથી હલકી, કોમેડી-ડ્રામા ફિલ્મ કરવા માગતી હતી. હું આ સફર શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અગાઉ ઋષિ કપૂર દીપિકા સાથે મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, અભિનેતાના મૃત્યુ બાદ બિગ બીને ફિલ્મમાં સાઇન કરવામાં આવ્યાના અહેવાલ છે.

આ પણ વાંચો: સેલિબ્રિટીના મૃત્યુને બનાવી દેવામાં આવે છે તમાશો! અનુષ્કા શર્મા અને ઝાકીર ખાનનો ફૂટ્યો ગુસ્સો, જુઓ પોસ્ટ

આ પણ વાંચો: Beauty in black: શ્વેતા તિવારીનો ગ્લેમરસ અવતાર, નવી અભિનેત્રીઓને પણ શરમાવે એવી છે ફીટ શ્વેતા

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">