Corona Updates : સોનુ નિગમ પરિવાર સાથે કોરોના પોઝિટિવ થતા દુબઇમાં થયો ક્વોરન્ટાઇન, સિંગરે કહ્યું ‘હું મરી નથી રહ્યો’

સોનુ નિગમની (Sonu Nigam) સાથે તેનો પરિવાર પણ કોરોના સંક્રમિત થયો છે. સિંગરે તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે જણાવ્યું કે તેની પત્ની અને તેનો પુત્ર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

Corona Updates : સોનુ નિગમ પરિવાર સાથે કોરોના પોઝિટિવ થતા દુબઇમાં થયો ક્વોરન્ટાઇન, સિંગરે કહ્યું 'હું મરી નથી રહ્યો'
sonu nigam ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 6:38 AM

દેશ-વિદેશમાં કોરોનાના(corona) કેસ સતત વધી રહ્યા છે. આ મહામારીએ ફરી એકવાર લોકોને પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કર્યું છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા બૉલીવુડ-ટેલીવુડના સિતારાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. હવે આ યાદીમાં સિંગર સોનુ નિગમનું (Sonu Nigam) નામ પણ સામેલ થઈ ગયું છે.

સિંગરે પોતાના સંક્રમિત થવાની માહિતી પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું કે તેની પત્ની મધુરિમા અને પુત્ર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે સિંગર તેના પરિવાર સાથે દુબઈમાં છે. સોનુએ વીડિયો શેર કરીને જણાવ્યું છે કે તે હાલમાં ક્વોરેન્ટાઇનમાં છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સોનુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા લખ્યું હતું કે, તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ. હું કોવિડ પોઝિટિવ છું. કેટલાક લોકો જાણે છે અને ઘણા લોકો નથી જાણતા. પણ એ સાચું છે કે મને નથી લાગતું કે હું કોવિડ પોઝિટિવ છું. હું દુબઈમાં છું. મારે ભુવનેશ્વરમાં પરફોર્મ કરવાનું હતું અને સુપર સિંગર સીઝન 3નું શૂટિંગ પણ કરવાનું હતું. તેણે વધુમાં જણાવ્યું કે આ માટે મારે કોરોના ટેસ્ટ કરાવવાનો હતો અને હું કોવિડ પોઝીટીવ આવ્યો છું. મને આશા છે કે હું જલ્દી સાજો થઈ જાઉં. મેં ઘણીવાર વાઇરલ, ગળામાં ખરાશમાં હોવા છતાં કોન્સર્ટ કર્યું છે. આ તેના કરતાં ઘણું સારું છે. હું મરી રહ્યો નથી. મારું ગળું ચાલી રહ્યું છે એટલે કે હું ઠીક છું. પરંતુ મને એ લોકો માટે ખરાબ લાગે છે જેમના કારણે મને નુકસાન થયું છે. મારી જગ્યાએ અન્ય સિંગર પહોંચી ગયા છે.

તેણે વધુમાં કહ્યું કે મેં આસપાસના ઘણા લોકો સાથે વાત કરી છે. વિડિયોમાં સોનુએ કહ્યું કે મને એ વાતનું ખરાબ લાગે છે કે કામ ફરી બંધ થઈ રહ્યું છે. તે ખૂબ જ ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. મને થિયેટરો અને ફિલ્મ સાથે જોડાયેલા લોકો માટે ખરાબ લાગે છે કારણ કે કામ હમણાં જ શરૂ થયું હતું. છેલ્લા 2 વર્ષથી બધું બંધ હતું. પરંતુ હું આશા રાખું છું કે ટૂંક સમયમાં ઠીક થઈ જશે.

સિંગરે વધુમાં કહ્યું કે હું મારા પુત્ર નિવાનને મળવા નવા વર્ષ નિમિત્તે દુબઈ આવ્યો હતો. પરંતુ હવે હું કોરોના પોઝિટિવ છું. મારી પત્ની મધુરિમા, મારા પુત્ર અને મારી પત્નીની બહેન સાથે મળીને આપણે બધા કોરોના પોઝિટિવ છીએ. અમે ખુશ કોરોના પોઝિટિવ પરિવાર છીએ.

તે જ સમયે, વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો સિંગર સતત તેમના સંગીત કોન્સર્ટ કરી રહ્યા હતા. તાજેતરમાં તેણે યુકેમાં પરફોર્મ કર્યું હતું. ઓક્ટોબર મહિનામાં તે ‘કૌન બનેગા કરોડપતિ 13’માં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લગ્ન કરવા તૈયાર, જાણો ક્યારે લેશે સાત ફેરા

આ પણ વાંચો : Corona Updates : જન્મ દિવસ પહેલા જ દ્રષ્ટિ ધામીને થયો કોરોના, આ ફેમસ એક્ટર પણ થયા કોવિડ પોઝિટીવ

g clip-path="url(#clip0_868_265)">