Hrithik Roshan ની વોર સાથે જોડાયેલ છે Aamir Khan ની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું કનેકશન

|

May 13, 2021 | 11:39 AM

આમિર અને દિગ્દર્શક અદ્વૈત ચંદને ખૂબ મોટા યુદ્ધ દ્રશ્યની કલ્પના કરી છે, જેમાં મોટી સંખ્યામાં યુદ્ધ સાધનો અને શસ્ત્રોનો ઉપયોગ થવાનો છે. આ સિક્વન્સ માટે કેટલાક સ્થાનિક લોકોનો ઉપયોગ પણ કરવામાં આવશે.

Hrithik Roshan ની વોર સાથે જોડાયેલ છે Aamir Khan ની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું કનેકશન
War & Laal Singh Chaddha

Follow us on

આમિર ખાન (Aamir Khan) હાલમાં તેમની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છે. ફિલ્મનો એક મહત્વપૂર્ણ વોર સીક્વન્સ લદાખમાં શૂટ થવાનો છે. આ માટે થોડા દિવસો પહેલા આમિરે ચાર લોકોની ટીમ સાથે લદાખમાં લોકેશન માટે રેકી કરવા માટે પણ ગયા હતા.

રેકી દરમિયાન, આમિર ખાન (Aamir Khan) સાથે એક ખાસ વ્યક્તિ પણ ગયા હતા, જેના પર આ વોર સીક્વન્સને અંજામ દેવાનો મદાર છે. આ વ્યક્તિ પરવેઝ શેખ છે. પરવેઝ એક એક્શન ડિરેક્ટર છે અને ડુંગરાળ વિસ્તારોમાં વોરના દ્રશ્યો ફિલ્માંકિત કરવામાં નિષ્ણાંત છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક રિપોર્ટ અનુસાર, આમિર પોતે પરવેઝને સાથે લઈ જવા માંગતા હતા, કારણ કે તે મોટા ધોરણ પર યુદ્ધના દ્રશ્યોને ભવ્યતા સાથે શૂટ કરવા માટે જાણીતા છે. હૃતિક રોશન (Hrithik Roshan) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) ની બ્લોકબસ્ટર ફિલ્મ વોરના એક્શન સિક્વન્સ પરવેઝની દેખરેખ નીચે શૂટ કરવામાં આવ્યા હતા.

લાલ સિંહ ચઢ્ઢા ભારતના સમસામયિક રાજકીય અને સાંસ્કૃતિક તબક્કાને પ્રકાશિત કરશે, તેથી કારગિલ યુદ્ધ તેનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જે આમિરના પાત્રના દ્રષ્ટિકોણથી બતાવવામાં આવશે. અહેવાલ મુજબ, આમિર અને દિગ્દર્શક અદ્વૈત ચંદને ખૂબ મોટા યુદ્ધ દ્રશ્યની કલ્પના કરી છે, જેમાં મોટી સંખ્યામાં યુદ્ધ સાધનો અને શસ્ત્રોનો ઉપયોગ થવાનો છે. આ સિક્વન્સ માટે કેટલાક સ્થાનિક લોકોનો ઉપયોગ પણ કરવામાં આવશે.

 

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, યુનિટ લદાખની ગ્રાન્ડ ડ્રેગન હોટલ ખાતેના બાયો બબલમાં રાખવામાં આવશે. અત્યારે હાલમાં, હાલાત સામાન્ય થવાની રાહ જોઈ રહ્યા છે. આ સિક્વન્સમાં દક્ષિણના જાણીતા કલાકાર નાગા ચૈતન્ય પણ જોવા મળશે. વોર સિક્વન્સ પછી, આમિર મુંબઈમાં સલમાન ખાન સાથે તેમનો કેમિયો સિક્વન્સનું શૂટિંગ કરશે.

લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) 1994 ના ફોરેસ્ટ ગમ્પ (Forrest Gump) નું સત્તાવાર ભારતીય અનુકૂલન છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન ફિમેલ લીડ ભૂમિકામાં છે. કરીના પોતાના ભાગની શુટિંગ ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કે શૂટ કરી ચુક્યા છે.

આ પણ વાંચો :- શું Salman Khanની ‘રાધે’ તેમની પોતાની ફિલ્મની સિક્વલ છે? રિલીઝ પહેલાં જ ચાહકો જાણી લે સચાઈ

આ પણ વાંચો :- Look A Like: ઈન્ટરનેટ પર છવાઈ Katrina Kaifની હમશક્લ, તસ્વીરો જોઈને ઉડી ગયા ચાહકોના હોશ

Next Article