શું Salman Khanની ‘રાધે’ તેમની પોતાની ફિલ્મની સિક્વલ છે? રિલીઝ પહેલાં જ ચાહકો જાણી લે સચાઈ

શું Salman Khanની 'રાધે' તેમની પોતાની ફિલ્મની સિક્વલ છે? રિલીઝ પહેલાં જ ચાહકો જાણી લે સચાઈ
Salman Khan (Radhe Film)

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ચાહકો હંમેશા તેમની ફિલ્મોની રાહ જુએ છે. આથી જ સલમાન પણ તેમના ચાહકોને આપેલા વચનને દરેક કિંમતે પૂરુ કરે છે. જેનું પ્રુફ રાધેની રિલીઝની તારીખ જણાવી રહ્યું છે.

Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

May 12, 2021 | 10:29 PM

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ચાહકો હંમેશા તેમની ફિલ્મોની રાહ જુએ છે. આથી જ સલમાન પણ તેમના ચાહકોને આપેલા વચનને દરેક કિંમતે પૂરુ કરે છે. જેનું પ્રુફ રાધેની રિલીઝની તારીખ જણાવી રહ્યું છે. જ્યારે એક તરફ કોરોનાના કહેરને કારણે મોટાભાગના રાજ્યોમાં થિયેટરો બંધ છે અને નિર્માતાઓ આને કારણે ફિલ્મ રજૂ કરી રહ્યા નથી. પરંતુ સલમાન ખાને તો પણ ચાહકોને આપેલા વચનને પૂર્ણ કરતાં ઈદ પર ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

જી હા, સલમાન ખાનની આગામી ફિલ્મ રાધે જેની લાંબા સમયથી લોકો રાહ જોતા હતા તે ઈદ નિમિત્તે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં જબરદસ્ત એક્શન સિન્સ દાખલ કરવામાં આવ્યા છે. ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારથી જ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રાધે 2009ની સુપરહિટ ફિલ્મ વોન્ટેડની સિક્વલ છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે સત્ય શું છે.

સલમાન ખાને કર્યો ખુલાસો

સલમાનની આગામી ફિલ્મ રાધે 13 મેના રોજ થિયેટરો ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ડ્રગ્સનો એંગલ રજૂ કરવામાં આવ્યો છે. સલમાન ખાન ફરી એકવાર ચાહકો સાથે રાધે બનવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સતત અટકળો કરવામાં આવી રહી છે કે રાધે ફિલ્મ વોન્ટેડની સિક્વલ છે.

આવી સ્થિતિમાં સલમાન ખાને હાલમાં જ સ્પષ્ટ કરી દીધું છે કે આને વોન્ટેડ સાથે કોઈ લેવાદેવા નથી, આ એક નવી વાર્તા છે. આ ફિલ્મમાં ફક્ત પાત્રનું નામ ફિલ્મ વોન્ટેડ ફિલ્મ જેવું છે અને આ રાધે પણ તે રાધેની જેમ પોતે કરેલા કમિટમેન્ટ પૂર્ણ કરે છે. તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફિલ્મ વોન્ટેડની સિક્વલ નથી. હવે તે એવું છે કે નથી તે 13 મેના રોજ ચાહકો સામે ખુદ જ સાફ થઈ જશે.

તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું છે કે ફિલ્મમાં ડ્રગ્સ એંગલનું શૂટિંગ એનસીબીની બોલિવૂડ ડ્રગ્સની તપાસ પહેલા કરવામાં આવ્યું હતું. સલમાને કહ્યું કે તે શરૂઆતથી જ ડ્રગ્સની વિરુદ્ધ છે, તેની અસર ઘરના બાળકો પર પણ પડે છે.

ક્યાં જોઈ શકો છો ફિલ્મ

ચાલો અમે તમને જણાવી દઈએ કે થિયેટરો સિવાય ચાહકો ઝી5 અને ઝીપ્લેક્સ પર ઘરે બેસીને જોઈ શકશે. પરંતુ આ માટે ચાહકોને તેમની સેટેલાઈટ ચેનલો પ્રદાન કરતા સર્વિસ પ્રોવાઈડરને 249 રૂપિયા ચૂકવવા પડશે. રાધે 13 મેના રોજ બપોરે 12 વાગ્યે રિલીઝ થશે.

આ પણ વાંચો: Look A Like: ઈન્ટરનેટ પર છવાઈ Katrina Kaifની હમશક્લ, તસ્વીરો જોઈને ઉડી ગયા ચાહકોના હોશ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati