Breaking News : અભિનેત્રીએ પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો, અભિનેત્રીએ 50 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી
Celina Jaitley Domestic Violence Case : નો એન્ટ્રી અને અપના સપના મની મની જેવી ફિલ્મોમાં જોવા મળતી અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના પતિ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે.આ મામલે તેમણે અંધેરીની એક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. સેલિનાનો પતિ ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે અને બંન્નેના લગ્ન 2011માં થયા હતા.

બોલિવુડ અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના પતિ પીટર હાગ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવતા મુંબઈની એક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમણે પતિ પર ઘરેલું હિંસા,ક્રુરતાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. સેલિનાની અરજી પર સુનાવણી બાદ કોર્ટે ઓસ્ટ્રેલિયાના નાગરિક પીટર હાગને નોટિસ મોકલી છે. સેલિના અને પીટરે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા.
50 કરોડની વળતરની માંગ
ઘરેલું હિંસાના એકટ હેઠળ દાખલ કરેલા કેસમાં સેલિનાએ પતિ પાસેથી 50 કરોડની વળતર અને અન્ય નાણાકીય વળતરની પણ માંગ કરી છે. તેણીનો દાવો છે કે તેના પતિ હેગેએ તેના આવકના સ્ત્રોતને નુકસાન પહોંચાડ્યું છે અને મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. અંધેરી કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસએ કેસની સુનાવણી બાદ નોટિસ જાહેર કરી હતી.
View this post on Instagram
14 વર્ષ પહેલા થયા હતા લગ્ન
સેલિના જેટલી અને પીટર હાગે એકબીજાને ડેટ કર્યા બાદ 14 વર્ષ પહેલા 2011માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ સેલિનાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. વર્ષ 2017માં સેલિનાએ ફરી એક વખત જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાંથી એક બાળકનું નિધન થયું હતુ. સેલિના ઈનસ્ટાગ્રામ પર પોતાના બાળકોના ફોટો શેર કરતી રહે છે.
ભાઈના કારણે ચર્ચામાં આવી
છેલ્લા થોડા સમય પહેલા સેલિનાએ પોતાના ભાઈ મેજર રિટાયર્ડ વિક્રાંત જેટલીના કારણે ચર્ચામાં રહી હતી. સેલિનાનું કહેવું છે કે, તેના ભાઈને યુએઈમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા છે. તેમણે તેમના ભાઈને છોડાવવા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમનો ભાઈ 2016 થી યુએઈમાં રહે છે અને વેપાર, મિલીભગત અને જોખમ ટ્રેડિંગ સાથે રોકાયેલી કંપની, MATITI ગ્રુપ સાથે કામ કરે છે.
સેલિનાની ફિલ્મો
સેલિના જેટલીએ વર્ષ 2003માં આવેલી ફિલ્મ જાનશીનથી બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ. તેમણે તેલુગુ અને કન્નડ સિનેમામાં પણ કામ કર્યું છે.હાલમાં તે 44 વર્ષની છે. સેલિનાએ પોતાના કરિયરમાં અપના સપના મની મની, નો એન્ટ્રી , ગોલમામલ રિટર્નસ, જવાની દીવાની, થેક્યુ, રેડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સેલિના છેલ્લા કેટલાક સમયથી બોલિવુડથી દુર છે.
