AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Arijit Singh injured : ઔરંગાબાદમાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગર અરિજીત સિંહ થયા ઈજાગ્રસ્ત, ફેન્સે ખેંચ્યો હાથ-જુઓ Video

વીડિયોમાં જોઈ શકો છો કે અરિજિત સિંહ ફેને હાથ ખેંચ્યો છે તેથી તેના હાથ પર તરત જ પાટો બાંધવામાં આવ્યો છે. આ ઘટનાથી ચાહકો અને યુઝર્સમાં રોષ ફેલાયો છે.

Breaking News Arijit Singh injured : ઔરંગાબાદમાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગર અરિજીત સિંહ થયા ઈજાગ્રસ્ત, ફેન્સે ખેંચ્યો હાથ-જુઓ Video
Breaking News Arijit Singh injured
| Updated on: May 08, 2023 | 5:38 PM
Share

અરિજિત સિંહ તેના ગીતોને કારણે અવાર-નવાર લાઈમલાઈટમાં રહે છે, પરંતુ તાજેતરમાં તે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પોતાના કોન્સર્ટને કારણે ચર્ચામાં આવ્યો છે. ખરેખર આ દિવસોમાં તે દેશભરમાં કોન્સર્ટ કરી રહ્યો છે. અત્યાર સુધી તેણે દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં કોન્સર્ટ કર્યા છે. રવિવારે ઔરંગાબાદમાં કોન્સર્ટ દરમિયાન એક પ્રશંસકે ગાયક સાથે એવી રીતે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ઘાયલ થઈ ગયો.

આ પણ વાંચો : Arijit Singh Birthday Special : અરિજિત સિંહ પોતાના અવાજથી લોકોના દિલો પર રાજ કરે છે, અહીં જુઓ સિંગરના Superhit Songs ની પ્લેલિસ્ટ…

વાતચીત દરમિયાન ચાહકે ખેંચ્યો હાથ

એક મીડિયા રીપોર્ટ મુજબ, એક ચાહકે કથિત રીતે શો દરમિયાન ગાયકને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી તે ઘાયલ થયો હતો. સ્ત્રોત મુજબ, અરિજિત ચાહકો સાથે વાતચીત કરી રહ્યો હતો જ્યારે એક ચાહકે તેને ખેંચવાનો પ્રયાસ કર્યો. ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અરિજીત ફેન્સ સાથે વાત કરતો જોવા મળે છે. તે કહે છે, “તમે મને ખેંચી રહ્યા છો, મારો હાથ ધ્રૂજી રહ્યો છે. હું મારા હાથની મુવમેન્ટ કરી શકતો નથી.”

બીજા ફેન્સ કરી રહ્યા છે અરિજીતના વખાણ

અરિજીતનો ફેન સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે કેટલાક લોકો આ સ્થિતિમાં શાંત રહેવા માટે ગાયકની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાકે આવા વર્તન માટે ચાહકની ટીકા કરી છે. એકે લખ્યું, ‘ગઈકાલની ઘટના વિશે વિચારવું શરમજનક છે.’ બીજાએ ગાયકની પ્રશંસા કરતા લખ્યું, ‘તેણે પોતાનો ગુસ્સો ગુમાવ્યો નથી અને તે તેને સંસ્કારી રીતે સમજાવી રહ્યો છે.’

જંગીપુરમાં હોસ્પિટલ બનાવશે અરિજિત

તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અરિજિતને ખાતરી આપી છે કે, તેમની સરકાર મુર્શિદાબાદના જંગીપુર વિસ્તારમાં હોસ્પિટલ બનાવવા માટે તેમની મદદ કરવા માટે તમામ પ્રયાસો કરશે. મુખ્યમંત્રીએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ખલીલુર રહેમાનને હોસ્પિટલના નિર્માણમાં ગાયકને સહકાર આપવા સૂચના આપી છે. જણાવી દઈએ કે માતાના નિધન બાદ અરિજિતે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી.

અત્યાર સુધીની સફર

અરિજિત બોલિવૂડનો ફેમસ સિંગર છે, જે પોતાના અવાજથી લોકોને દિવાના બનાવે છે. તેણે સિંગિંગ રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’થી પોતાની સફર શરૂ કરી હતી, જે તે જીતી શક્યો ન હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">