Breaking News : એક્ટર આદિત્ય સિંહ રાજપૂતની બાથરૂમમાંથી મળી લાશ, ડ્રગ્સનો ઓવરડોઝ હોય શકે છે મોતનું કારણ!

Aditya Singh Rajput Died: આદિત્ય સિંહ રાજપૂત વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે, આદિત્યની લાશ તેના બાથરૂમમાંથી મળી આવી હતી. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. આ સમાચારે સિનેમા જગતને હચમચાવી દીધું છે.

Breaking News : એક્ટર આદિત્ય સિંહ રાજપૂતની બાથરૂમમાંથી મળી લાશ, ડ્રગ્સનો ઓવરડોઝ હોય શકે છે મોતનું કારણ!
Aditya Singh Rajput Died
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 10:22 PM

મનોરંજન જગતથી આજે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. લોકોને મનોરંજન આપતા એક અભિનેતા બાથરુમમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. જાણીતા અભિનેતા, કાસ્ટિંગ ડાયરેક્ટર અને મોડલ આદિત્ય સિંહ રાજપૂતનું મૃત્યુ થયું છે. તેની લાશ અંધેરીમાં સ્થિત તેના ઘરના બાથરુમમાંથી મળી આવી છે. પણ તેના મૃત્યુનું કારણે એક રહસ્ય બન્યું છે.મળતી માહિતી અનુસાર ડ્રગ્સના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું છે.

અભિનેતા આદિત્યના મિત્ર અને બિલ્ડિંગના વોચમેન તેને હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. પણ તે હોસ્પિટલ પહોંચે તે પહેલા ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરે અભિનેતાને મૃત જાહેર કર્યો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર આદિત્ય સિંહ રાજપૂતનું મોત ડ્રગ્સને કારણે થયું છે કે નહીં તેની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બાથરુમમાં મળી અભિનેતાની લાશ !

આદિત્ય સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારથી તેના ફેન્સ અને સિનેમાજગતને ભારે આઘાત લાગ્યો છે. કોઈ માનવા તૈયાર નથી કે ખુશખુશાલ થઈને કામ કરતો નવયુવાન અભિનેતા અને કાસ્ટિંગ ડાયરેક્ટરનું અચાનક મૃત્યુ થયું છે. કેટલાક સૂત્રોનું પણ માનવું છે કે તેનું મૃત્યુ ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયું છે. આ પહેલા પણ ઘણા યુવાનો ડ્રગ્સના કારણે મોતને ભેટ્યા છે. જોકે, તપાસ બાદ મોતનું સાચુ કારણે જાણવા મળશે.

17 વર્ષની ઉંમરમાં કરી હતી કરિયરની શરુઆત

આદિત્ય સિંહ રાજપૂત એ પોતાના કરિયરની શરુઆત 17 વર્ષની ઉંમર કરી હતી. ખુબ નાની ઉંમરમાં તેણે ઘણું વધારે કામ કરી લીધું હતું. હાલમાં અભિનેતા આદિત્ય એક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયો હતો. તે હાલમાં કાસ્ટિંગના કામ પર ફોક્સ કરી રહ્યો હતો. મુંબઈમાં આદિત્યની ખાસ ઓળખાણમે કારણે તે મોટી ઈવેન્ટસમાં જોવા મળ્તો હતો. તે દિલ્હીનો રહેવાશી હતો.

ફિલ્મો અને ટીવી શોમાં કર્યું હતું કામ

આદિત્ય સિંહ રાજપૂત એ ઘણી સારી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. ફિલ્મોની વાત કરીએ તો ‘મેંને ગાંધી કો નહીં મારા’ અને ‘ક્રાંતિવીર’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે ટીવી પર સ્પ્લિટ્સવિલા શોમાં પણ કામ કરી ચૂક્યો હતો. તેની સાથે સાથે તેણે લગભગ 300 જાહેરાતોમાં કામ કર્યું હતું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">