AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિદ્ધાર્થ શુક્લના મૃત્યુ પછી, માતાએ કહ્યા આ બે ‘શક્તિશાળી શબ્દો’, બ્રહ્માકુમારી સિસ્ટર શિવાનીએ કહી આ વાત

બ્રહ્માકુમારી સિસ્ટર શિવાનીએ સોમવારે સિદ્ધાર્થ શુક્લાની પ્રાર્થના સભા દરમિયાન જણાવ્યું હતું કે અભિનેતાના મૃત્યુ પછી જ્યારે તેણીએ તેની માતાને ફોન કર્યો ત્યારે તેમણે શું કહ્યું હતું.

સિદ્ધાર્થ શુક્લના મૃત્યુ પછી, માતાએ કહ્યા આ બે 'શક્તિશાળી શબ્દો', બ્રહ્માકુમારી સિસ્ટર શિવાનીએ કહી આ વાત
Brahmakumari sister shivani reveal what sidharth shukla mother said after actor death
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:06 AM
Share

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ગુરુવારે આપણા બધાને છોડી ગયા. સોમવારે અભિનેતા માટે ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાહકોએ પણ ઝૂમ દ્વારા આ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. બ્રહ્માકુમારી સિસ્ટર્સએ (Brahmakumari Sisters) પણ આ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ પ્રાર્થના બેઠકનો એક નાનો વિડીયો બિગ બોસના પૂર્વ સ્પર્ધક પારસ છાબરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વિડીયોમાં બ્રહ્માકુમારી સિસ્ટર શિવાની જોવા મળી રહ્યા છે.

શિવાની સિદ્ધાર્થના મૃત્યુ પછી તેની માતા રીટાએ તેમને શું કહ્યું તેના વિશે કહી રહ્યા છે. વિડીયોમાં તમે જોશો કે શિવાની કહી રહ્યા છે કે, 2 સપ્ટેમ્બરના રોજ, જ્યારે મેં રીટા આન્ટી સાથે વાત કરી, ત્યારે તેમણે ખાલી કહ્યું, ઓમ શાંતિ. તેમની ઓમ શાંતિમાં ઘણી શક્તિ હતી. હું આશ્ચર્ય પામી રહી હતો કે તેણીને આટલી તાકાત ક્યાંથી મળી. જ્યારે મેં તેમને પૂછ્યું કે તે કેવા છે, ત્યારે તેમણે કહ્યું કે, ભગવાન તરફથી હવે મારી એક જ ઈચ્છા છે કે સિદ્ધાર્થ જ્યાં હોય ત્યાં ખુશ રહે.

વિડીયો શેર કરતાં પારસ છાબરાએ લખ્યું, ‘રીટા આન્ટી, તમને શક્તિ મળે અને આ સાંભળ્યા બાદ મને પણ તાકાત મળી છે. આ સુંદર સત્સંગ માટે આભાર.

પરિવારે જાહેર કર્યું નિવેદન

સોમવારે પરિવાર દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેમણે તમામ ચાહકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર માન્યો છે. આ સાથે, તેમણે મુંબઈ પોલીસનો પણ આભાર માન્યો છે જેમણે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન ભીડને સંભાળતી વખતે સિદ્ધાર્થની સંપૂર્ણ કાળજી લીધી હતી.

નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, ‘તમામ લોકોનો આભાર કે જેઓ આ સફરમાં સિદ્ધાર્થ સાથે રહ્યા અને તેમને ઘણો પ્રેમ આપ્યો. આ પ્રેમ અહીં સમાપ્ત થશે નહીં કારણ કે હવે તે આપણા હૃદયમાં કાયમ માટે સ્થાયી થયો છે. સિદ્ધાર્થ તેની ગોપનીયતાને ઘણું મહત્વ આપતો હતો અને દરેકને તેના પરિવારની ગોપનીયતાનું સંપૂર્ણ ધ્યાન રાખવાની અપેક્ષા છે. મુંબઈ પોલીસનો ખૂબ આભાર કે જેમણે અમને ઢાલની જેમ રક્ષણ આપ્યું અને દર મિનિટે અમારી સાથે રહ્યા. પ્લીઝ સિદ્ધાર્થને તમારી પ્રાર્થનામાં યાદ રાખો.

હાર્ટ એટેકથી મૃત્યુ

જણાવી દઈએ કે સિદ્ધાર્થનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. શુક્રવારે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં પરિવાર અને ઘણા સેલેબ્સ સિવાય ચાહકોએ પણ હાજરી આપી હતી.

આ પણ વાંચો: KBC 13 : શાળાના આચાર્ય ન આપી શક્યા 6 લાખ 40 હજાર ના આ પ્રશ્નનો જવાબ, શું તમે જાણો છો સાચો જવાબ?

આ પણ વાંચો: Sushant Singh Rajput Death: પટના હાઈકોર્ટે સુશાંતના મૃત્યુની યોગ્ય તપાસ સંબંધિત અરજી પર આપ્યા મહત્વના નિર્દેશો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">