AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushant Singh Rajput Death: પટના હાઈકોર્ટે સુશાંતના મૃત્યુની યોગ્ય તપાસ સંબંધિત અરજી પર આપ્યા મહત્વના નિર્દેશો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ સંબંધિત અરજીની સુનાવણી કરતા પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજય કરોલની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, એડવોકેટ જનરલે આ મામલામાં સુનાવણીની યોગ્યતા પર પોઝિશન સ્પષ્ટ કરવી પડશે.

Sushant Singh Rajput Death: પટના હાઈકોર્ટે સુશાંતના મૃત્યુની યોગ્ય તપાસ સંબંધિત અરજી પર આપ્યા મહત્વના નિર્દેશો
Patna High Court gave important instructions on the petition for proper investigation of Sushant Singh Rajput Death
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 8:24 AM
Share

Sushant Singh Rajput Death: બોલિવૂડ (Bollywood) અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મોત (Sushant Singh Rajput Death) અંગે ચાલી રહેલી તપાસ પર સવાલ ઉઠાવતા પટના હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. સોમવારે આ અરજીની સુનાવણી કરતા, એડીશનલ સોલિસિટર જનરલ અને એડવોકેટ જનરલને સુનાવણીની યોગ્યતા પર પોઝિશન સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સંજય કરોલની ડિવિઝન બેંચે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે એડવોકેટ જનરલે સુનાવણીની યોગ્યતા પર પોઝિશન સ્પષ્ટ કરવી પડશે, જે પછી આ મામલાને આગળ ધપાવી શકાય. તમને જણાવી દઈએ કે મુંબઈમાં કાયદાના અંતિમ વર્ષના વિદ્યાર્થી દેવેન્દ્ર દેવતાદિન દુબેએ આ મામલે અરજી કરી છે.

છેલ્લી સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે આ સંદર્ભે કોઈપણ તપાસ એજન્સીને નોટિસ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે કેસની સુનાવણીની પેન્ડન્સી દરમિયાન પણ વિભાગીય કાર્યવાહી પર કોઈ સ્ટે રહેશે નહીં. જો કે, હવે કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે અને તેની યોગ્યતા પર સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. આ કેસમાં આગામી સુનાવણી 1 સપ્તાહ બાદ થવાની છે.

અરજીમાં શું માંગણી કરવામાં આવી હતી?

દેવેન્દ્ર દેવાતદીન દુબેએ અરજીમાં કોર્ટ પાસેથી માંગણી કરી હતી કે સીબીઆઈ મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં સુશાંતના શંકાસ્પદ મોતની તપાસ કરી રહી છે અને જો પટના હાઈકોર્ટને સીબીઆઈની તપાસ સંતોષકારક ન લાગી તો કોર્ટ સીબીઆઈના ડિરેક્ટર અને કેન્દ્ર સરકારનો સંપર્ક કરશે. અરજીમાં એવી વિનંતી કરવામાં આવી છે કે કોર્ટે આ મામલાની જાતે દેખરેખ રાખવી જોઈએ અને કોર્ટમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવો જોઈએ જેથી તપાસ પ્રક્રિયા જલ્દી પૂર્ણ થાય અને દોષિતોને સજા થઈ શકે. આ સાથે આ પિટિશનમાં એવી માંગણી કરવામાં આવી હતી કે હાઈકોર્ટે આ મામલાની જાતે દેખરેખ કરતી વખતે સીબીઆઈને સમયાંતરે કોર્ટમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવો જોઈએ જેથી તપાસ જલ્દી પૂરી થાય.

અરજીમાં ગંભીર આક્ષેપો

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતનું શંકાસ્પદ મૃત્યુ મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં થયું હતું, પરંતુ મુંબઈ પોલીસે 45 દિવસ સુધી આ મામલે કેસ નોંધ્યો નહીં. આ શંકાસ્પદ મોતના કેસમાં ઘણા લોકો શંકાના દાયરામાં હતા, પરંતુ તપાસમાં વિલંબ થવાથી તેમને પુરાવાનો નાશ કરવાની તક પણ મળી. સુશાંત સિંહ રાજપૂતના પિતા કૃષ્ણા કિશોર સિંહે ગયા વર્ષે 25 જુલાઇએ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો, ત્યારબાદ મુખ્યમંત્રી નીતિશ કુમારની સૂચનાથી કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: KBC 13: દીપિકાએ અમિતાભ સામે કરી પતિની ફરિયાદ, રણવીરે ફોનમાં જે જવાબ આપ્યો તે જોઈને તમે હસી પડશો

આ પણ વાંચો: બોલ્ડ લુકને છોડીને Mouni Royએ આ વખતે અપનાવ્યો નવો અવતાર, જુઓ અભિનેત્રીનો આ સિંપલ અને સુંદર દેખાવ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">