ટ્વીટર પર અચાનક ટ્રેન્ડ થવા લાગ્યુ #BoycottShahRukhKhan, લોકોએ સુશાંત સાથે પણ જોડ્યા તાર, જાણો શું છે મામલો ?
આજે સવારથી ટ્વીટર પર #BoycottShahRukhkhan હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યુ છે. લોકો શાહરુખના જુના ફોટોઝ અને વીડિયો શેયર કરીને તેને ભારતનો દુશ્મન ગણાવી રહ્યા છે.

બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાન (Shahrukh Khan) આજે સવારથી જ ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા છે. લાંબા સમય બાદ તેમની કોઇ ફિલ્મ આવવા જઇ રહી છે અને લોકો તે ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. શાહરુખ ખાન વિરુદ્ધ લખનાર લોકો ટ્વીટર પર પોતાની ટીપ્પણીઓની સાથે સાથે #BoycottShahRukhKhan લખી રહ્યા છે. શાહરુખ ખાનની કેટલીક જુની તસવીરો અને વીડિયોને લોકો ટ્વીટર પર શેયર કરીને શાહરુખ ખાનને ભારતના દુશ્મન ગણાવ્યા છે.
Retweet And . #BoycottShahRukhKhan pic.twitter.com/4U6E3voHCY
— Harish Sharma (@HarishBJPHR) September 16, 2021
તેની આગામી ફિલ્મ પઠાનને ફ્લોપ કરાવવાની ધમકી
શાહરુખ ખાન સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે લોકોએ તેની આગામી ફિલ્મ પઠાણ ફ્લોપ કરવાની ધમકી આપી રહ્યા છે. લોકો કહે છે કે તેઓ કોઈ પણ ભોગે પઠાણને જોશે નહીં. યશ રાજ બેનર હેઠળ પઠાણ ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જેમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ જોવા મળશે. આ ફિલ્મનો મોટાભાગનો ભાગ પૂર્ણ થઈ ગયો છે અને બાકીના ભાગનું શૂટિંગ ટૂંક સમયમાં પૂર્ણ થશે.
આ સિવાય ટ્વીટર પર લોકો સુશાંત સિંહ રાજપૂતની તસવીરો શેયર કરીને પણ કરણ જોહર અને શાહરરુખ ખાનને બોયકોટ કરવા માટેની માંગ કરી રહ્યા છે. એક યૂઝરે સુશાંત સિંહની તસવીર શેયર કરીને લખ્યુ કે, આ લોકોએ આપણા ચેમ્પ ટેલેન્ટેડ સુશાંત સિંહ રાજપૂતને બોયકોટ કર્યો હતો અને હવે આપણી જવાબદારી છે કે આપણે આ લોકોને બોયકોટ કરીએ.
They boycotted our Champ Multi Talented Superstar #SushantSinghRajput now it’s our responsibility #karanjohargang #boycottshahrukhkhan pic.twitter.com/lWTVAbLWav
— Achintya Pandey (@achintyaUP53) September 16, 2021
શાહરુખ ખાન સામે આ વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે તેની પાછળનું કોઇ કારણ હજી સામે નથી આવ્યુ પરંતુ ટ્વીટર પર જાણે શાહરુખ વિરુદ્ધની પોસ્ટનું પુર આવી રહ્યુ છે. લોકો દ્વારા કરવામાં આવી રહેલા ટ્વીટમાં સતત એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં શાહરૂખ ખાન પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીર વર્ષો પહેલાની છે, જ્યારે ભારત-પાકિસ્તાનના સંબંધો આજે કરતા વધુ સારા હતા. જેમાં શાહરૂખ ખાન અને ઈમરાન ખાન હસતા અને વાતો કરતા જોવા મળે છે. લોકો કહે છે કે શાહરુખ ખાન ભારતમાં હોય ત્યારે પણ પાકિસ્તાનના વખાણ કરે છે.
All the nationalists who agree, register your presence in the comment with retweet and comment.@beingarun28#BoycottShahRukhKhan pic.twitter.com/NwBSza1GqN
— it’s_vikrama_aaditya🇮🇳🚩 (@vskutwal7) September 16, 2021
ઈમરાન ખાન સાથેની તસવીર ઉપરાંત શાહરૂખનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાકિસ્તાની ક્રિકેટરોની પ્રશંસા કરતો જોવા મળી રહ્યો છે. લોકો આ વીડિયો શેર કરીને શાહરૂખ પર સતત પોતાનો ગુસ્સો ઉતારી રહ્યા છે.
આ પણ વાંચો –
KBC 13 : શ્રીજેશે અમિતાભ બચ્ચનને તેમની સંઘર્ષની સ્ટોરી સંભળાવી, પિતાએ તેમને ગાયો વેચીને ગોલકીપિંગ પેડ આપ્યા હતા
આ પણ વાંચો –
Covid 19 Update India: છેલ્લા 24 કલાકમાં દેશમાં 30570 નવા કેસ, 431 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો
આ પણ વાંચો –
ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં મંત્રીઓના નામ લગભગ નક્કી , આટલા ધારાસભ્યોને શપથ લેવા આવ્યા ફોન
Latest News Updates





