Entertainment News : શું ખરેખર બદલાશે દીપિકા-રિતિકની ‘ફાઇટર’ની રિલીઝ ડેટ, જાણો

દીપિકા અને રિતિકને મોટા પડદા પર એકસાથે જોવા માટે ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેની આગામી ફિલ્મ 'ફાઇટર'નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેણે અગાઉ 'વોર' ફિલ્મથી ધૂમ મચાવી હતી.

Entertainment News : શું ખરેખર બદલાશે દીપિકા-રિતિકની 'ફાઇટર'ની રિલીઝ ડેટ, જાણો
will deepika padukone and hrithik roshan film fighter release date really be changed know how
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 3:11 PM

કોરોના મહામારી પછી ઘણી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. વર્ષ 2022 સંપૂર્ણ રીતે રિલીઝ તારીખોથી ભરેલું છે. જો તમે એક નજર નાખો, તો તમને ખબર પડશે કે લગભગ દરેક સ્ટાર તેમની ફિલ્મો રિલીઝ કરવા માટે તૈયાર છે. આ વર્ષે દર્શકો એક પછી એક ઘણી ફિલ્મો જોવાના છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થયા બાદ સતત ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ‘પુષ્પા’ પછી ‘ભીમલા નાયક’ અને ત્યારબાદ ‘વલીમાઈ’. કોરોના મહામારીને કારણે ઘણી ફિલ્મો રિલીઝ થઈ શકી નથી જેની તારીખો પણ લંબાવવામાં આવી હતી. પરંતુ હવે એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને આ લિસ્ટમાં રિતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) ફિલ્મ ફાઈટરનું (Fighter) નામ પણ સામેલ છે.

શું ખરેખર ફિલ્મની રિલીઝ ડેટ બદલાશે?

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘ફાઇટર’ (Fighter) ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં બંને પહેલીવાર એકબીજા સાથે કામ કરી રહ્યા છે. પરંતુ આ ફિલ્મને લગતા એક સમાચાર સામે આવી રહ્યા છે. જે મુજબ તેની રીલીઝ આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

કેટલીક ફિલ્મો વિશે વિગતો આપતા, ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે જણાવ્યું હતું કે, ‘#Fighter [#HrithikRoshan – #DeepikaPadukone] નવી તારીખે શિફ્ટ થવાની શક્યતા છે. કારણ કે #Pathaan અને #Fighter બંનેનું નિર્દેશન #SiddharthAnand દ્વારા કરવામાં આવ્યું છે. ️#તેહરાન – #JohnAbraham અભિનીત – કદાચ નવી તારીખ જોવા મળી શકે છે. કારણ કે #John #Pathaan અને #tehraan ને #BO પર ટકરાતા જોવા માંગતા નથી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

અગાઉ ‘વોર’ ફિલ્મથી  મચાવી હતી ધૂમ

દીપિકા અને રિતિકને મોટા પડદા પર એકસાથે જોવા માટે ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે અગાઉ ‘વોર’ ફિલ્મથી ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં હૃતિક રોશન પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો પરંતુ તેની સાથે ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ હતો. ઘણા સમયથી દીપિકા પાદુકોણ અને રિતિક રોશનના ચાહકો ઈચ્છતા હતા કે, બંને એક ફિલ્મમાં સાથે કામ કરે અને ચાહકોની આ ઈચ્છા ફિલ્મ ‘ફાઈટર’ સાથે પૂરી થઈ જશે. બંને મોટા સ્ટાર્સ એક ફિલ્મમાં જોવા મળશે. જેના પરથી એક વાત નક્કી છે કે આ ફિલ્મ પણ સુપર ડુપર હિટ સાબિત થવાની છે.

ચાહકો જોવા માંગતા હતા બંનેને એક સાથે

દીપિકાએ થોડા દિવસો પહેલા Koimoi.com સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું અમારી સરખામણી અન્ય કોઈ સાથે કરવાનું પસંદ નહીં કરું, કારણ કે મને લાગે છે કે અમે અમારી કેટલીક અનોખી કળાને તેમાં લાવી શકીએ છીએ. તે (રિતિક રોશન) એક અદ્ભુત અભિનેતા છે. ચાહકો અને દર્શકો ઘણા સમયથી જાણવા માંગતા હતા કે અમે સાથે ક્યારે ફિલ્મ કરીશું.

આ પણ વાંચો: Jai Prakash Chouksey passed away: ફિલ્મ વિવેચક જય પ્રકાશ ચૌકસેનું નિધન, છેલ્લા લેખમાં લખ્યું હતું-“યહ વિદા હૈ, અલવિદા નહીં.”

આ પણ વાંચો: Bollywood News : અનુષ્કા શર્મા 3 મોટા પ્રોજેક્ટ્સ સાથે ફિલ્મોમાં કરશે વાપસી ? જાણો વિગત

g clip-path="url(#clip0_868_265)">