છેલ્લી ઘડીએ કેમ બદલવામાં આવ્યું Salman Khanની ફિલ્મ, ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’નાં ટ્રેલર રિલીઝનું લોકેશન

આ ફિલ્મના ટ્રેલર રિલીઝનું લોકેશન બદલવામાં આવ્યું છે, હવે તે Jio World Drive, BKCમાં રિલીઝ થશે. જોકે, ટ્રેલરની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

છેલ્લી ઘડીએ કેમ બદલવામાં આવ્યું Salman Khanની ફિલ્મ, 'અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ'નાં ટ્રેલર રિલીઝનું લોકેશન
Salman Khan, Aayush Sharma

સલમાન ખાનની ફિલ્મ અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ (Antim: The Final Truth)ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર Gaiety-Galaxyમાં 25 ઓક્ટોબરે રિલીઝ થવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ તેનું લોકેશન બદલવામાં આવ્યું છે. ખુદ ફિલ્મની ટીમે આ અંગે માહિતી આપી છે. આ ફિલ્મનું ટીઝર પહેલેથી જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર જોઈને અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan)ની સાથે તેના બનેવી આયુષ શર્મા (Aayush Sharma) પણ જોવા મળશે.

બદલ્યું ટ્રેલર રિલીઝનું લોકેશન

આ ફિલ્મના ટ્રેલર રિલીઝનું લોકેશન બદલવામાં આવ્યું છે, હવે તે Jio World Drive, BKCમાં રિલીઝ થશે. જોકે, ટ્રેલરની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 25 ઓક્ટોબરે, ફિલ્મનું ટ્રેલર Jio World Drive, BKCમાં રિલીઝ થશે. ફિલ્મની ટીમે છેલ્લી ઘડીએ લોકેશન ચેન્જ કરવા અંગે કંઈ જણાવ્યું નથી, પરંતુ સુત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે Gaiety-Galaxyની ટીમ તેના પર કામ કરી રહી છે. દેખીતી રીતે, Gaiety-Galaxy ફિલ્મની ટીમના આ નિર્ણયથી ખુશ નહીં હોય.

આ કહ્યું પ્રોગ્રામ બદલવાનું કારણ

જ્યારે Gaiety-Galaxy એક્ઝિબિટર વિનય ચોક્સીનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, “ફિલ્મના ટ્રેલર રિલીઝના સ્થાનમાં ફેરફારનું કારણ એ છે કે અમારી એર કન્ડીશનીંગ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી નથી. કોવિડને કારણે થિયેટર છેલ્લા 18 મહિનાથી બંધ છે. આવી સ્થિતિમાં, અમારે મેન્ટેનેન્સ સર્વિસ ની જરૂર છે, તેથી જ પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમે એર કંડિશનને ઠીક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે થઈ શક્યું નહીં.

આ દિવસે થશે ફિલ્મ રિલીઝ

અંતિમ’નું નિર્દેશન મહેશ માંજરેકર (Mahesh Manjrekar) દ્વારા કરવામાં આવ્યું છે અને સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ સલમાન ખાન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં સલમાન ખાન, આયુષ શર્મા, પ્રજ્ઞા જાયસ્વાલ અને મહિમા મકવાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2018ની મરાઠી ફિલ્મ ‘મુલશી પેટર્ન’ પર આધારિત છે. તે 26 નવેમ્બર, 2021 ના ​​રોજ રિલીઝ થવાની છે.

આ પણ વાંચો :- Satyameva Jayate 2 :દિવ્યા ખોસલા કુમારનું નવું લૂક પોસ્ટર આવ્યું સામે, આવતીકાલે રિલીઝ થશે ટ્રેલર

આ પણ વાંચો :- Karwa Chauth 2021 Wishes :અમિતાભ બચ્ચનથી પંકજ ત્રિપાઠી સુધી, બોલિવૂડ સેલેબ્સે પાઠવી ચાહકોને શુભેચ્છા

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati