Satyameva Jayate 2 :દિવ્યા ખોસલા કુમારનું નવું લૂક પોસ્ટર આવ્યું સામે, આવતીકાલે રિલીઝ થશે ટ્રેલર

જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે 2 ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં જોનની સાથે દિવ્યા ખોસલા કુમાર લીડ રોલમાં જોવા મળશે.

Satyameva Jayate 2 :દિવ્યા ખોસલા કુમારનું નવું લૂક પોસ્ટર આવ્યું સામે, આવતીકાલે રિલીઝ થશે ટ્રેલર
Divya Khosla Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:03 PM

બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ (John Abraham) ની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થિયેટરો ખોલવાની સાથે જ જોન તેમની ફિલ્મ સત્યમેવ જયતે 2 (Satyameva Jayate 2) પણ રિલીઝ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં જોનની સાથે દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 25 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું નવું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

જોન અબ્રાહમે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. જેમાં દિવ્યા ખોસલા કુમારનો લુક બતાવવામાં આવ્યો છે.પોસ્ટરમાં દિવ્યાએ સફેદ કલરનો ડ્રેસ પહેર્યો છે અને હાથમાં કુહાડી પકડી છે. પોસ્ટર શેર કરતાં તેમણે લખ્યું- જે તિરંગા પર જીવ આપે છે તે ભારત માતાની પુત્રી છે! #સત્યમેવજયતે2નું ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે. આ ફિલ્મ 25 નવેમ્બર ગુરુવારે થિયેટરોમાં રિલીઝ થશે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

સત્યમેવ જયતે 2 નું ટીઝર કરવામાં આવ્યું હતું શેર

જોન અબ્રાહમે તાજેતરમાં જ ફિલ્મ સત્યમેવ જયતે 2નું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં જોન મસલ્સ બતાવતા જોવા મળે છે. તેની પાછળ અશોક ચક્ર દેખાય છે. ટીઝરની સાથે જ તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ 25 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

તમને જણાવી દઈએ કે આ 2018 ની ફિલ્મ સત્યમેવ જયતેની સિક્વલ છે. ફિલ્મના પહેલા ભાગમાં જોન એન્ટી હીરો બની ગયા હતા. ફિલ્મમાં મનોજ બાજપેયીએ તેમના મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી જે એક પોલીસકર્મી હતા. ફિલ્મમાં જોન ક્રાઈમ કરતા હતા અને મનોજ બાજપેયી લોકોને કાયદા પ્રમાણે ચાલવાનું શીખવતા હતા. હવે સત્યમેવ જયતે 2 કયો મુદ્દો ઉઠાવશે, તે જોવાનું રહેશે.

સલમાન ખાન (Salman khan)ની ફિલ્મ અંતિમ (Antim) પણ 25 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. બે મોટી ફિલ્મો 25 નવેમ્બરે થિયેટરોમાં ટકરાશે. સલમાન ખાનની ફિલ્મ અંતિમનું ટ્રેલર પણ સોમવારે રિલીઝ થઈ રહ્યું છે.

ફિલ્મમાં જોનની બહાદુરીની સાથે સાથે, આપણે દિવ્યાને ભ્રષ્ટાચાર સામે લડતી એક મજબૂત મહિલા નાયક તરીકે પણ જોશું. ભૂષણ કુમાર, ક્રિષ્ણ કુમાર (ટી-સિરીઝ), મોનિશા અડવાણી, મધુ ભોજવાની, નિખિલ અડવાણી (એમ્મે એન્ટરટેઈનમેન્ટ) દ્વારા નિર્મિત છે.

આ પણ વાંચો:- karwa chauth Songs : આજના ખાસ પ્રસંગે તમારા જીવનસાથી સાથે સાંભળો આ રોમેન્ટિક ગીતો

આ પણ વાંચો:- સલમાન ખાનની ફિલ્મ Antimનું ધમાકેદાર મોશન પોસ્ટર આવ્યું સામે, આ દિવસે રિલીઝ થશે ટ્રેલર

g clip-path="url(#clip0_868_265)">