ખુલાસો: કેમ થયા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બૈજુ બાવરા’ માંથી બહાર?

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની જોડીને ફેન્સ પસંદ કરે છે. આ બંનેની ફિલ્મોની ચાહકો હંમેશા આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ આગામી ફિલ્મમાંથી બંનેને કાઢી દેવામાં આવ્યા છે.

ખુલાસો: કેમ થયા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બૈજુ બાવરા' માંથી બહાર?
Why did Ranbir Kapoor and Deepika Padukone dropout of Sanjay Leela Bhansali's film 'Baiju Bawra'?

ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) મોસ્ટ અવેટેડ ફિલ્મ બૈજુ બાવરા (Baiju Bawra) ઘણા સમયથી ચર્ચામાં હતી. આ ફિલ્મના કલાકારો માટે ઘણા મોટા કલાકારોના નામ આવ્યા હતા. જેમાં દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની સાથે જોડી હોવાના સમાચારો પુરજોશમાં હતા. પરંતુ સંજયે ફિલ્મમાં રણબીર કપૂર નહીં પણ રણવીર સિંહના (Ranveer Singh) નામ પર મહોર લગાવીને બધાને ચોંકાવી દીધા. તે જ સમયે, દીપિકાને પણ આ ફિલ્મથી દૂર કરવામાં આવી. આવી સ્થિતિમાં, દીપિકા (Deepika Padukone) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ફિલ્મનો ભાગ કેમ ન બન્યા તેના પર અહેવાલ આવ્યા છે. જી હા, હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે SLB ના ડ્રીમ પ્રોજેક્ટને લઈને.

આ કારણોસર રણબીર કપૂર થયો આઉટ અને રણવીર સિંહ થયો ઇન

ખાનગી બોલિવૂડ વેબસાઈટના અહેવાલ મુજબ રણબીર કપૂરને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. પરંતુ કહેવાય છે કે જ્યારે રણબીરે સંજય સાથે ફિલ્મ સાવરિયા કરી હતી. ત્યારેબંને વચ્ચેની કેમેસ્ટ્રી ખાસ નહોતી. આ કારણથી રણબીરે વિચાર્યું હતું કે તે ક્યારેય સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાઇન નહીં કરે. તેમજ જ્યારે તેને ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે કેટલાક સમાચાર મળ્યા ત્યારે તેને તે તેટલી પસંદ આવી નહીં. તેથી તેનો સંજય સાથે કામ ન કરવાનો નિર્ણય મજબુત બન્યો. અહેવાલમાં સુત્રોના હવાલાથી ટાંક્યું છે કે આ કારણે રણબીરે ફિલ્મ નકારી કાઢી.

દીપિકા કેમ થઇ ફિલ્મમાંથી બહાર?

અગાઉ કહેવામાં આવ્યું હતું કે દીપિકા પાદુકોણે ફિલ્મ માટે રણવીર સિંહ જેટલી જ ફી માગી. જેને સંજયને નારાજ થયો હતો અને તેના કારણે દીપિકાને આ ફિલ્મમાંથી બહાર કરવામાં આવી. પરંતુ હવે અહેવાલ કંઇક અલગ આવી રહ્યા છે. સૂત્રો થકી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સિમ્બા, ગલી બોય, પદ્માવતની સફળતા અને 83, રોકી ઔર રાની કિ લવ સ્ટોરી અને શંકરની ફિલ્મ સાથે જબરદસ્ત લાઇન-અપ કર્યા પછી, રણવીરે તેની માર્કેટ વેલ્યુમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

આવા સમયે રણવીર જેટલી સમાન ફી માંગ કરવાનો કોઈ સવાલ જ નથી અને કોઈ પણ નિર્માતા આવી ફી ચૂકવી પણ નહીં શકે. આવી સ્થિતિમાં, તે માત્ર ફીનું કારણ એક અફવા છે. જ્યારે દીપિકાનું સંજય લીલાની ફિલ્મનો ભાગ ન હોવાનું કારણ માત્ર તેનું વ્યસ્ત શિડયુલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભણસાલી આવતા વર્ષે માર્ચમાં બૈજુ બાવરાનું શૂટિંગ શરૂ કરવાનું વિચારી રહ્યા છે પરંતુ તે દરમિયાન દીપિકા હૃતિક સાથે ફાઇટરના શૂટિંગમાં વ્યસ્ત છે. સ્વાભાવિક છે કે દીપિકા પહેલા ફાઈટરનું શૂટિંગ કરશે. આવી સ્થિતિમાં તેને તેના મનપસંદ ડિરેક્ટરને ના કહેવી પડી.

આ ફિલ્મમાં જોવા મળશે દીપવીરની જોડી

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા – રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં સાથે જોવા મળ્યા છે. આ સિવાય રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં કપિલ દેવની બાયોપિક 83 માં સાથે જોવા મળશે. દીપિકા કપિલ દેવની પત્ની રોમી દેવના રોલમાં જોવા મળશે.

 

આ પણ વાંચો: Antim: ફિલ્મનું પહેલું ગીત ‘વિઘ્નહર્તા’ થયું રિલીઝ, ગણપતિની ધૂન પર નાચવા માટે આવ્યા સલમાન, આપુષ સાથે વરુણ

આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’થી લઈને ‘અટેક’ સુધી, થિયેટરોમાં ધમાલ મચાવશે આ ફિલ્મો

Click on your DTH Provider to Add TV9 Gujarati