સેટ પર એવું તો શું થયું કે આશુતોષ રાણાએ રાજકુમાર રાવને ઝીંકી દીધી થપ્પડ ? એક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો
રાજકુમાર રાવ પોતાની ફિલ્મ 'ભીડ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન, અભિનેતાએ ટીવીના સૌથી લોકપ્રિય શો 'ધ કપિલ શર્મા શો' પર ખુલાસો કર્યો હતો કે આશુતોષ રાણાએ ફિલ્મના શૂટિંગ દરમિયાન ખરેખર તેને થપ્પડ મારી દીધો હતો.
બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ તેની ફિલ્મ ‘ભીડ’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેમના સિવાય અભિનેતા આશુતોષ રાણા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ દરમિયાન બંને સ્ટાર્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે સૌથી લોકપ્રિય ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતા. આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક અનુભવ સિન્હા પણ હાજર હતા. શોમાં વાતચીત દરમિયાન રાજકુમાર રાવે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આશુતોષ રાણાએ રાજકુમારને જડી દીધો થપ્પડ
શોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હોસ્ટ કપિલ શર્મા અભિનેતાને પૂછે છે કે અમે ટ્રેલરમાં જોયું કે આશુતોષ રાણા તમને એક સીનમાં થપ્પડ મારે છે. તે સમયે તમે વિચાર્યું નહોતું કે આ થપ્પડ વાસ્તવિક નહીં હોય? આ સવાલનો જવાબ આપતા અભિનેતા કહે છે કે તેમણે મને ખરેખર હિટ કર્યો હતો અને જબરદસ્ત તમાચો લગાવી દીધો હતો. આ સાંભળીને કપિલ ખૂબ જ ચોંકી જાય છે.
રાજકુમારે આખી વાત સમજાવી
થપ્પડ મારવાના એક સીનને લઈને પહેલા તો રાણાએ થપ્પડ મારવાની ના પાડી પરંતુ જ્યારે રાજકુમારે સામેથી મારવા કહ્યું ત્યારે તેમણે જબરદસ્ત કચકચાઈને થપ્પડ જડી દીધો. જેને લઈને રાજકુમારે કહ્યું હતુ કે તેમના થપ્પડ મારવાથી મારું માથું ચકરાઈ ગયું હતુ. ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને લેખક અનુભવ સિન્હાએ શેર કર્યું કે શરૂઆતમાં તેઓ તેમની ફિલ્મ ભીડને બ્લેક એન્ડ વ્હાઇટમાં બનાવવા અંગે તેઓ ચિંતીત હતા, કારણ કે ક્લાસિક ફિલ્મો જે મૂળ બ્લેક એન્ડ વ્હાઇટ હતી તેને પણ રંગીન બનાવવામાં આવી રહી છે. જે બાદ તેમની ફિલ્મને દર્શકોના પ્રતિસાદ કેવો મળશે તે વાતની ચીંતા સતાવી રહી હતી.
આખી ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ હશે !
21મી સદીમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ બનાવવાના વિચાર અંગે અનુભવ સિંહાએ કહ્યું કે, મને આ વિચાર ત્યારે આવ્યો જ્યારે અમે બધા અલીબાગમાં કામ કરી રહ્યા હતા. શરૂઆતમાં, હું આ વિચારને ટીમ સાથે શેર કરવામાં ડરતો હતો કારણ કે મને લાગ્યું કે તે નકારવામાં આવશે, પરંતુ મને આશ્ચર્ય થયું કે દરેકને તે ગમ્યું.
આગળ કહ્યું કે તે તેની ફિલ્મ જોયા પછી દર્શકોની પ્રતિક્રિયા વિશે વિચારીને નર્વસ હતો. તેણે કહ્યું કે જ્યારે ટ્રેલર રિલીઝ થવાનું હતું ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ધરાવતી આ ફિલ્મ પર લોકો કેવી પ્રતિક્રિયા આપશે તેની મને ચિંતા હતી કારણ કે લોકો તેને જોવાની ટેવ ધરાવતા નથી. મુઘલ-એ-આઝમ ફિલ્મ આજના જમાના માટે રંગબેરંગી બનાવવામાં આવી હતી પરંતુ અમે બરાબર ઊલટું કરી રહ્યા હતા.
ફિલ્મ કાસ્ટ
પરંતુ, હું માનું છું કે ફિલ્મો તમારા દિલથી બને છે અને આ ફિલ્મ બિલકુલ એવી જ છે. ફિલ્મ મોબમાં રાજકુમાર રાવ, પંકજ કપૂર, ભૂમિ પેડનેકર, આશુતોષ રાણા, દિયા મિર્ઝા, વીરેન્દ્ર સક્સેના, આદિત્ય શ્રીવાસ્તવ, કૃતિકા કામરા અને કરણ પંડિત છે. આ ફિલ્મ 24 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ કોરોના મહામારી દરમિયાન લોકડાઉનની વાર્તા કહે છે.