કિશોર કુમારના બંગલામાં શરૂ થઈ વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ, મળશે ત્યાં દરેક પ્રકારનો સ્વાદ

|

Oct 05, 2022 | 6:18 PM

ખાવાના ખૂબ જ શોખીન વિરાટ કોહલીએ (Virat Kohli) જુહુમાં વન એઈટ કમ્યુન (One Eight Commune) નામની રેસ્ટોરન્ટ ખોલી છે, જે કિશોર કુમારના બંગલામાં છે. ખોરાકનો દરેક સ્વાદ ત્યાં મળશે.

કિશોર કુમારના બંગલામાં શરૂ થઈ વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ, મળશે ત્યાં દરેક પ્રકારનો સ્વાદ
Anushka Virat New venchure

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) ક્રિકેટ સિવાય ખાવા-પીવાનો પણ ખૂબ જ શોખીન છે. જેનું ઉદાહરણ સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળે છે. દિલ્હીના હોવાથી ખાવાના પ્રેમમાં હોવું એ સ્વાભાવિક છે. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને છોલે ભટુરે ખૂબ પસંદ છે. આ કારણે વિરાટ કોહલીએ ક્રિકેટ સિવાય બીજું કંઈક વિચાર્યું છે. હાલમાં જ વિરાટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક રેસ્ટોરન્ટ (One Eight Commune) વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ ક્રિકેટની સાથે સાથે ક્રિકેટર શું પ્લાનિંગ કરી રહ્યો છે?

બુધવારે વિરાટ કોહલીએ ફેન્સને મુંબઈમાં તેનું નવું વેન્ચર ‘વન એઈટ કમ્યુન’ની એક ઝલક શેયર કરી હતી. તમને જણાવી દઈએ કે ક્રિકેટરે ફેમસ સિંગર કિશોર કુમારના બંગલા ‘ગૌરી કુંજ’ને રેસ્ટોરન્ટ બનાવી દીધી છે. વિરાટની આ નવી રેસ્ટોરન્ટ ફૂડના સંદર્ભમાં દરેક સ્વાદને પૂરું કરવાનું વચન આપે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ખાવાનો ખૂબ જ શોખીન છે કોહલી

વિરાટ કોહલીએ એક વીડિયો શેયર કર્યો છે. તેના નવા વેન્ચરની શરૂઆત કરતા તેને કહ્યું કે આ રેસ્ટોરન્ટમાં ફૂડને વધુ મહત્વ આપવામાં આવ્યું છે, જેથી લોકોને એકથી વધુ વાર આવવા માટે મજબૂર થઈ જાવો. વિરાટ કોહલી સાથે વીડિયોમાં ફેમસ હોસ્ટ અને એક્ટર મનીષ પોલ પણ જોવા મળે છે. બંને આ નવી રેસ્ટોરન્ટની મુલાકાત લેતા જોવા મળે છે. આ દરમિયાન વિરાટ મનીષને તેની ખાસિયતો જણાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે અહીંની ખાસિયત હશે. લોકોને તમામ પ્રકારના સ્વાદ મળશે.

હોસ્પિટાલિટી બિઝનેસ કરી રહ્યો છે વિરાટ

જો રિપોર્ટ્સનું માનીએ તો વિરાટ કોહલીએ જુહુમાં પાંચ વર્ષ માટે પ્રોપર્ટી લીઝ પર લીધી છે. આ પહેલીવાર નથી, જ્યારે વિરાટ કોહલીએ કોઈ હોસ્પિટાલિટી બિઝનેસ શરૂ કર્યો હોય. આ સિવાય તે આ જ નામની રેસ્ટોરન્ટની એક ફ્રેન્ચાઈઝીના માલિક પણ છે. જેની ફ્રેન્ચાઈઝી આઉટલેટ્સ દિલ્હી, કોલકાતા અને પૂણેમાં છે.

કિશોર દાનો મોટો ફેન છે વિરાટ

એટલું જ નહીં વીડિયો ક્લિપમાં વિરાટ કોહલી કહી રહ્યો છે કે તે દિગ્ગજ ગાયક કિશોર કુમારનો કેટલો મોટો ફેન છે. તેમના ગીતોએ મને ખરેખર સ્પર્શ કર્યો છે. એક વ્યક્તિએ મને પૂછ્યું કે તમે કોને મળવા માંગો છો, મેં હંમેશા કિશોર દાનું નામ લીધું છે.

Next Article