AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikrant Rona: જેકલીન ફર્નાન્ડીઝ કીચ્ચા સુદીપ સાથે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી, ગીત 'રા રા રક્કમ્મા' ધમાકેદાર રીતે થયું રિલીઝ

Vikrant Rona: જેકલીન ફર્નાન્ડીઝ કીચ્ચા સુદીપ સાથે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી, ગીત ‘રા રા રક્કમ્મા’ ધમાકેદાર રીતે થયું રિલીઝ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 6:56 PM
Share

આ ગીતમાં સુનિધિ ચૌહાણે (Sunidhi Chauhan) પોતાનો અવાજ આપ્યો છે. અગાઉ સુનિધિ ચૌહાણે ફિલ્મ પુષ્પા ધ ફાયરનું 'સામી-સામી' ગીત ગાયું હતું.

સાઉથ સ્ટાર કિચ્ચા સુદીપની (Kichcha Sudeep) આગામી ફિલ્મ ‘વિક્રાંત રોના’નું એક નવું ગીત સામે આવ્યું છે. ગીતમાં જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) કીચ્ચા સુદીપ સાથે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ગીતમાં સુનિધિ ચૌહાણે (Sunidhi Chauhan) પોતાનો અવાજ આપ્યો છે. અગાઉ સુનિધિ ચૌહાણે પુષ્પા ધ ફાયર ફિલ્મનું ‘સામી-સામી’ ગીત પણ ગાયું હતું. આ ગીતમાં પણ તેમના અવાજનો જાદુ સારો ચાલ્યો હતો. આવી સ્થિતિમાં હવે સુનિધિ પાસે કીચ્ચા સુદીપની ફિલ્મ ‘વિક્રાંત રોના’માં (Vikrant Rona) પણ એક શાનદાર ગીત છે, જે રિલીઝ થઈ ગયું છે. ગીતનું નામ રા રા રક્કમ્મા છે. આ ગીતનો હિન્દી લિરિકલ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેના ચાહકોને આ ગીતની રિલીઝ ડેટ વિશે માહિતી આપી હતી. આ ગીતમાં જેકલીનને ગડંગ રક્કમ્મા – ધ ક્વીન ઓફ ગુડ ટાઈમ્સ તરીકે ડાન્સ કરતી જોવા મળશે. ગીતમાં જેકલીને ઘાગરા ચોલી પહેરી છે, આ ડ્રેસ પહેરીને ડાન્સ કરતી વખતે જેકલીન ખૂબ જ સુંદર લાગી રહી છે.

જેકલીને પોતાની આગામી ફિલ્મના ગીત વિશે ફેન્સને આપી જાણકારી

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેના ચાહકોને આ ગીતની રિલીઝ ડેટ વિશે જાણકારી આપી હતી. ગીતની સાથે જ જેકલીને તેના ફેન્સને એક ચેલેન્જ પણ આપી છે. ગીતનો વીડિયો શેયર કરતા જેક્લિને લખ્યું, ‘હવે તમારા માટે એક પડકાર છે, શું તમે ‘રા રા રક્કમ્મા’ની જેમ ડાન્સ કરી શકશો? તમે પણ આ ઓડિયોનો ઉપયોગ કરો અને ડાન્સ વીડિયો બનાવો અને હાંવિક્રાંત રોનાને ટેગ કરવાનું ભૂલશો નહિ.

શું કહ્યું જેકલીન ફર્નાન્ડિઝે?

આ ગીતમાં કિચા અને જેકલીન બંને સિગ્નેચર સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે. ગીતમાં ડાન્સ સ્ટેપ્સ ખૂબ જ જોરદાર રીતે કરે છે. આ ગીત નકાશ અઝીઝે સુનિધિ ચૌહાણ સાથે ગાયું છે. ગીતની બીટ ખૂબ જ ઝડપી છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે આગામી લગ્નની સિઝનમાં ડીજે પર માત્ર કીચ્ચા સુદીપ અને જેકલીનનું જ ગીત વાગશે. જેક્લિને ગીત વિશે કહ્યું હતું કે ‘આ ખૂબ જ અલગ પ્રકારનું ગીત છે, તેનું શૂટિંગ કરતી વખતે ખૂબ જ મજા આવી હતી. આ ગીતનું સંગીત ખૂબ જ પ્રભાવશાળી છે. તે એક ધમાકેદાર ડાન્સ નંબર છે જેના હૂક સ્ટેપ્સ સરળ છે પરંતુ દેખાવમાં ખૂબ જ શક્તિશાળી છે.

g clip-path="url(#clip0_868_265)">