બોલિવુડમાં પણ ખુબ ફેમસ છે આ સાઉથ સુપરસ્ટાર,સિમેન્ટ ફેક્ટરીમાં પણ કામ કરી ચૂક્યો છે વિજય
તમે સાઉથની ફિલ્મોના ચાહક હોવ કે ન હોવ, પરંતુ વિજય સેતુપતિ (Vijay Sethupathi)નું નામ તમે જાણતા હશો. અનેક તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા વિજય સેતુપતિ આજે વૈભવી જીવન જીવે છે. વિજય અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.
Vijay Sethupathi Family Tree: દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા વિજય સેતુપતિ (Vijay Sethupathi) નો જન્મ 16 જાન્યુઆરી 1978ના રોજ રાજપાલયમ તમિલનાડુમાં થયો હતો. અભિનેતાને મક્કલ સેલવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સશક્ત અભિનય, ડાયલોગથી લઈને ગીતકાર અને નિર્માતા સુધી તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે. અભિનેતાએ અત્યાર સુધી ઘણી તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે હિન્દી વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
હાલમાં જ તે વેબ સિરીઝ ‘ફરઝી’માં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં તેની સાથે શાહિદ કપુર પણ છે. આ સિરીઝમાં તે પોલીસની ભૂમિકામાં જોવા મળ્યો હતો.આજે આપણે વિજય સેતુપતિના પરિવાર વિશે જાણીએ.
મિત્રની યાદમાં તેમના પુત્રનું નામ રાખ્યું
વિજયના પિતા કાલીમુથુ સિવિલ એન્જિનિયર હતા. તેમની માતાનું નામ સરસ્વતી છે. તેને અન્ના અને થામ્બી નામના બે ભાઈઓ અને થંગાચી નામની બહેન છે. તેની પત્નિનું નામ જેસી છે, જેસી અને વિજયના લગ્ન 2003માં થયા હતા. બંન્નેને 2 બાળકો પણ છે.સેતુપતિને ત્રણ ભાઈ-બહેન છે, એક મોટો ભાઈ, એક નાનો ભાઈ અને એક નાની બહેન.વિજયને બે બાળકો છે, એક પુત્ર સૂર્ય અને એક પુત્રી શ્રીજા.તેમણે તેમના શાળાના દિવસોમાં મૃત્યુ પામેલા તેમના મિત્રની યાદમાં તેમના પુત્રનું નામ સૂર્ય રાખ્યું.
વિજયે અત્યાર સુધી અનેક ફિલ્મોમાં કામ કર્યું
અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા વિજય સેતુપતિ એકાઉન્ટન્ટ હતા. જો કે, તેણે ક્યારેય પોતાનામાં રહેલા અભિનેતાને મરવા ન દીધો. જુસ્સાના આધારે તે નાની-નાની ભૂમિકાઓ કરીને જાણીતું નામ બની ગયો છે. તેને 2010માં આવેલી ફિલ્મ તેનમુરકા પારુવકાત્રુમાં તેની પ્રથમ મોટી ભૂમિકાની ઓફર મળી હતી. વિજયે અત્યાર સુધી 40 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.વિજય સેતુપતિએ પૈસા કમાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો. તેણે પોતાના ખિસ્સા ખર્ચને પહોંચી વળવા સેલ્સમેન, કેશિયર, ફોન બૂથ ઓપરેટર તરીકે પણ કામ કર્યું. વિજય સિમેન્ટ ફેક્ટરીમાં પણ કામ કરી ચૂક્યો છે.
પ્રથમ ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા
મુખ્ય ભૂમિકા તરીકે વિજયની પ્રથમ ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા હતા. આ પછી તેણે 2012માં કરેલી તમામ ફિલ્મો સફળ રહી. આ જોઈને વિજય સેતુપતિ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા અભિનેતાઓમાંના એક બની ગયા. આજે પણ વિજયનું નામ મોંઘા કલાકારોમાં ગણવામાં આવે છે.
વિજય સેતુપતિ હિન્દી ફિલ્મો
કેટરિના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું પોસ્ટર અને રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. ફિલ્મના પોસ્ટરમાં જૂની ફિલ્મોની શાનદાર ઝલક જોવા મળી છે. કેટરિના અને વિજયનો લૂક પણ અદભૂત છે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે. તેમજ વિજય સેતુપતિ જવાન ફિલ્મમાં પણ જોવા મળશે.મુંબઈકરમાં પણ જોવા મળી ચૂક્યો છે. તેમજ શાહરુખ ખાનની ફિલ્મ જવાનમાં પણ તેનો રોલ જોવા માટે ચાહકો આતુર છે.