બોલિવૂડે સમયાંતરે દેશભક્તિની ફિલ્મો (Patriotic films) દ્વારા લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે અજય દેવગન, આમિર ખાન, વિકી કૌશલ જેવા કલાકારોએ સ્વતંત્રતા સેનાનીઓની ભૂમિકાને પડદા પર લાવ્યો ત્યારે તેમના અભિનયની લોકોએ ખૂબ પ્રશંસા કરી. આ સ્વતંત્રતા દિવસે, અમે એવા પાંચ કલાકારો પર એક નજર કરીએ. જેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓની (Freedom fighters) ભૂમિકા ભજવી અને તેમના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા.
ભગત સિંહ તરીકે અજય દેવગન
A performance that won Ajay Devgn the National Film Award for Best Actor in 2002! Ajay Devgn As Bhagat Singh
ભગતસિંહનું પ્રેરણાદાયી જીવન અને ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકાને ઘણા ફિલ્મ નિર્માતાઓએ પડદા પર અજમાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આમાં સૌથી સફળ અજય દેવગન હતો. જ્યારે અજય દેવગણ ફિલ્મ “ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ”માં ભગત સિંહ તરીકે પડદા પર આવ્યો ત્યારે તેના અભિનયએ ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. આ ભૂમિકા માટે અભિનેતાને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. આ સિવાય બોબી દેઓલ અને મનોજ કુમારે પણ પડદા પર ભગત સિંહની ભૂમિકા ભજવી હતી.
વર્ષ 2019માં, કંગના રનૌતે ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી માં રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી. લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથેના લગ્ન બાદ તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું હતું. તે 1857ના બળવામાં મોખરે હતી અને અંગ્રેજો સામે મજબૂતીથી લડી હતી. આ પાત્ર ભજવવા માટે કંગનાએ ઘોડેસવારી અને તલવારબાજી પણ શીખી હતી. કંગનાની ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો, ફિલ્મ સમીક્ષકોએ પણ ફિલ્મને સારી રેટિંગ આપી. અભિનેત્રીએ 2021માં “મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી” માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો.
‘મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ’ આમિર ખાનની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં તેણે મંગલ પાંડેની ભૂમિકા ભજવી હતી, જે એક ભારતીય સૈનિક હતો જે અંગ્રેજો સામે 1857ના વિદ્રોહમાં મોખરે હતો. આ બળવાને ભારતીય સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગલ પાંડેને અંગ્રેજો સામે બળવો કરવા બદલ ફાંસી આપવામાં આવી હતી. આ રોલ માટે આમિર ખાનના ખૂબ વખાણ થયા હતા.
1919માં અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે સરદાર ઉધમ સિંહે આ હત્યાકાંડનો બદલો લેવા માટે પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ડાયરની હત્યા કરી હતી. અભિનેતા વિકી કૌશલે શૂજિત સરકારની ફિલ્મ ‘સરદાર ઉધમ’માં આઇકોનિક વ્યક્તિત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મને ફિલ્મ વિવેચકો અને પ્રેક્ષકો તરફથી પ્રશંસા મળી હતી. ફિલ્મ નિર્માતાઓએ આ રોલ કરવા માટે અગાઉ ઈરફાન ખાનનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેની માંદગીને કારણે તે આ પ્રોજેક્ટમાં જોડાઈ શક્યો ન હતો. બાદમાં આ રોલ માટે વિકી કૌશલની પસંદગી કરવામાં આવી હતી. વિકી કૌશલ ખૂબ જ સારો કલાકાર છે, તેણે સરદાર ઉધમનો રોલ સારી રીતે નિભાવ્યો છે.
રાજકુમાર રાવે મીની-સિરીઝ “બોસ: ડેડ/એલાઈવ” માં સુભાષ ચંદ્ર બોઝની ભૂમિકા ભજવી હતી. જે 2017માં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. રાજકુમારે આ પાત્ર ભજવવામાં કોઈ કસર છોડી ન હતી અને સુભાષ ચંદ્ર બોઝની ભૂમિકા માટે તેની ખૂબ પ્રશંસા પણ થઈ હતી. અગાઉ સચિન ખેડેકરે બોસઃ ધ ફોરગોટન હીરો ફિલ્મમાં સુભાષ ચંદ્ર બોઝનું પાત્ર ભજવ્યું હતું. તેણે આ ભૂમિકા એટલી સારી રીતે ભજવી કે, ઘણા લોકો ખરેખર સુભાષ ચંદ્ર બોઝ જ સમજવા લાગ્યા હતા. તેણે આ ભૂમિકા માટે ઘણા પુરસ્કારો પણ જીત્યા છે.